Uttar Pradesh Election: ચૂંટણી પંચ એકશનમા, ત્રણ જિલ્લાના કલેકટર અને બે જિલ્લાના SPને હટાવ્યા

ચૂંટણી પંચે કાનપુર, બરેલી અને ફિરોઝાબાદના જિલ્લા કલેકટરને બદલ્યા છે. તેની સાથેસાથે ચૂંટણી પંચે ફિરોઝાબાદ અને કૌશામ્બીના પોલીસ વડા (sp) ને પણ હટાવી દીધા છે.

Uttar Pradesh Election: ચૂંટણી પંચ એકશનમા, ત્રણ જિલ્લાના કલેકટર અને બે જિલ્લાના SPને હટાવ્યા
Election Commission Office (File photo)
| Edited By: | Updated on: Jan 22, 2022 | 6:54 PM

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી (Uttar Pradesh Assembly Election) યોજાઈ રહી છે. ત્યારે, ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશના ઘણા અધિકારીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશના ત્રણ જિલ્લાના કલેકટરને બદલ્યા છે. જેમાં કાનપુર, બરેલી અને ફિરોઝાબાદના કલેકટરનો સમાવેશ થાય છે.  તો બીજીબાજુ ચૂંટણી પંચે ફિરોઝાબાદ અને કૌશામ્બીના જિલ્લા પોલીસ વડાને ( SP) ને હટાવી દીધા છે. ઉતરપ્રદેશમાં યોજાયેલી પંચાયતની ચૂંટણી વખતે તેમની સામે ફરિયાદ કરવામાં આવી હતી.

ચૂંટણી પંચ દ્વારા,  IAS સૂર્યપાલ ગંગવારને ફિરોઝાબાદના DM, શિવકાંત દ્વિવેદીને બરેલી અને નેહા શર્માને કાનપુર નગરના DM બનાવવામાં આવ્યા છે. આ સિવાય આઈપીએસ અધિકારી આશિષ તિવારીને ફિરોઝાબાદ અને હેમરાજ મીનાને કૌશામ્બીના એસપી બનાવવામાં આવ્યા છે.

યુપી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે પહેલા તબક્કાના મતદાન પહેલા જ યુપીમાં મોટો ફેરફાર કર્યો છે. ચૂંટણી પંચે યુપીના ત્રણ જિલ્લામાં કલેકટર અને બે પોલીસ અધિક્ષકની બદલી કરી છે. મતદાન પૂર્વે જ ચૂંટણી પંચે કરેલ વહીવટી ફેરબદલથી અન્ય વિભાગોમાં ખળભળાટ મચી ગયો છે. ચૂંટણી પંચે માનવેન્દ્ર સિંહની બદલી કરી છે, જેઓ બરેલીના જિલ્લા મેજિસ્ટ્રેટ હતા અને તેમના સ્થાને શિવકાંત દ્વિવેદીને બરેલીના નવા જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે નિયુક્ત કર્યા છે.

એ જ રીતે નેહા શર્માને કાનપુર નગરમાં અને સૂર્યપાલ ગંગવારને ફિરોઝાબાદમાં નવા જિલ્લા મેજિસ્ટ્રેટ બનાવવામાં આવ્યા છે. ચૂંટણી પંચે, પોલીસ વિભાગમાં ફેરફાર કરતી વખતે, આશિષ તિવારીને, જેઓ લખનૌ SSF સેનાનાયક રહી ચૂકેલા આશિષ તિવારીને, ફિરોઝાબાદમાં જિલ્લા અધિક્ષક તરીકે નિમણૂંક કરી છે. તો લખનૌ STF માં SP રહી ચૂકેલા હેમરાજ મીનાને કૌશામ્બીના નવા જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ફિરોઝાબાદના એસપી અશોક કુમાર અને કૌશામ્બીના એસપી રાધેશ્યામને પોલીસ હેડક્વાર્ટરના મહાનિર્દેશક સાથે રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ

ગોવામાં પક્ષપલટુ નેતાઓનો દબદબો: ADR રિપોર્ટમાં થયો ખુલાસો – છેલ્લા પાંચ વર્ષમાં 60 ટકાથી વધુ ધારાસભ્યોએ પક્ષ બદલ્યો

આ પણ વાંચોઃ

Uttarakhand Election: રાહુલ ગાંધીના હસ્તક્ષેપ બાદ ટિકિટ વિવાદ ઉકેલાયો, કોંગ્રેસ આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે