Uttar pradesh assembly election 2022: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022(Uttar Pradesh Assembly elections)માં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ (Akhilesh Yadav) પણ લડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ આઝમગઢના ગોપાલપુર વિધાનસભા મતવિસ્તાર(Gopalpur Legislative Constituency)થી ચૂંટણી લડશે. હાલ અખિલેશ યાદવ આઝમગઢ(Azamgarh)થી સાંસદ છે. જો કે આ પહેલા 1 નવેમ્બરના રોજ અખિલેશ યાદવે પોતે મીડિયા સામે નિવેદન આપ્યું હતું કે તેઓ આ વખતે વિધાનસભાની ચૂંટણી નહીં લડે. ત્યારે અખિલેશ યાદવની જાહેરાતે બધાને ચોંકાવી દીધા હતા.
હવે આ દરમિયાન, ANIએ સમાજવાદી પાર્ટીના સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે સપાના વડા અખિલેશ યાદવ આઝમગઢની ગોપાલપુર બેઠક પરથી ચૂંટણી લડશે. જો કે, અખિલેશ યાદવ યુપી વિધાનસભાની ચૂંટણી લડશે તે અંગે સમાજવાદી પાર્ટી તરફથી હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
Samajwadi Party Chief and MP from Azamgarh (UP) Akhilesh Yadav will contest Uttar Pradesh Assembly elections 2022, says party source to ANI
(File pic) pic.twitter.com/aFqNG9UpnO
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 19, 2022
જો સપાના વડા અખિલેશ યાદવ યુપી વિધાનસભાની ચૂંટણી લડશે તો તેમણે લોકસભાનું સભ્યપદ છોડવું પડશે. અખિલેશ યાદવ હાલમાં આઝમગઢ સીટથી લોકસભાના સાંસદ છે. અગાઉ, ચૂંટણી મેદાનમાં ઉતરવાના પ્રશ્ન પર અખિલેશ યાદવ કહેતા રહ્યા છે કે તેઓ પાર્ટીના નિર્ણય પર ચૂંટણી મેદાનમાં ઉતરશે. યુપીમાં કુલ 403 સીટો છે. અહીં સાત તબક્કામાં મતદાન થવાનું છે. આ તબક્કાઓ હેઠળ 10 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 20 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી, 3 માર્ચ અને 7 માર્ચે મતદાન થશે. ચૂંટણીના પરિણામો 10 માર્ચે આવશે.