ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આજે પૂર્ણ થયું છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીએ (Samajwadi Party) વોટિંગમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો છે. સમાજવાદી પાર્ટીએ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે કે મતદાન દરમિયાન સાયકલનું બટન દબાવવાથી કમળની કાપલી નીકળી રહી હતી. સપાએ મુરાદાબાદના એક મતદારનો વીડિયો શેર કર્યો છે. પાર્ટીએ આ મામલે ચૂંટણી પંચ (Election Commission) પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.
ટ્વિટર પર મુરાદાબાદનો એક વીડિયો શેર કરતા સમાજવાદી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે વોટિંગ દરમિયાન સાઈકલનું બટન દબાવવા પર કમળની સ્લિપ નીકળી રહી હતી. તેમણે ચૂંટણી પંચ (Election Commission) પાસે યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.
સમાજવાદી પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને કહેવામાં આવ્યું છે કે, ‘મુરાદાબાદ ગ્રામીણ વિધાનસભા 27, બૂથ નંબર – 417, સાઇકલના નિશાન પર મતદાન કર્યા પછી, કમળની કાપલી બહાર આવી રહી છે. ગંભીર આરોપ છે કે, ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટીતંત્ર આ બાબતને ગંભીરતાથી લઈને ન્યાયી, પારદર્શક અને ભયમુક્ત ચૂંટણી સુનિશ્ચિત કરે. સાથે જ સમાજવાદી પાર્ટીએ રામપુરમાં બૂથ કેપ્ચરિંગનો પણ આરોપ લગાવ્યો છે. અગાઉ, એસપીએ આરોપ લગાવ્યો હતો કે સહારનપુર જિલ્લાના બેહટ વિધાનસભાના બૂથ નંબર 170 પર સાયકલ બટન દબાવવા પર VVPATમાંથી કમળની સ્લિપ નીકળી રહી હતી.
मुरादाबाद ग्रामीण विधानसभा 27, बूथ संख्या- 417, साइकिल निशान पर वोट देने के बाद पर्ची कमल की निकल रही है। गंभीर आरोप है, चुनाव आयोग और जिला प्रशासन संज्ञान लेकर निष्पक्ष, पारदर्शी और भयमुक्त चुनाव सुनिश्चित करें। @ECISVEEP@ceoup @DMMoradabad pic.twitter.com/yqUem2i6ps
— Samajwadi Party (@samajwadiparty) February 14, 2022
‘બૂથ પરના અધિકારીઓ પોતે જ મતદાન કર્યાનો આક્ષેપ’
સમાજવાદી પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે બેહટ વિધાનસભાના બૂથ પર તૈનાત અધિકારીઓ પોતે જ મતદાન કરી રહ્યા છે. આ સાથે પાર્ટીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે મુસ્લિમ મહિલા મતદારોને બૂથ નંબર 403 પર એમ કહીને પરત મોકલવામાં આવ્યા હતા કે તેમનો વોટ નાખી દેવામાં આવ્યો છે. પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન સમાજવાદી પાર્ટીએ ચૂંટણી પંચને ફરિયાદ પણ કરી હતી. સોમવારે યોજાયેલી ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ બરેલી જિલ્લાના નવાબગંજ વિધાનસભા-121ના બૂથ નંબર-8 પર પણ ગરબડનો આરોપ લગાવ્યો હતો. પાર્ટીએ આરોપ લગાવ્યો કે ભાજપના લોકો બોગસ વોટિંગ કરી રહ્યા છે, તેની સાથે ચૂંટણી પંચે આ મામલાની નોંધ લઈને નિષ્પક્ષ મતદાનની અપીલ કરી છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ