UP Assembly Elections 2022: આ વ્યક્તિ 94 વખત ચૂંટણી હારી ચૂક્યો છે, આ વખતે યુપીની બે સીટ પરથી ચૂંટણી લડશે

|

Jan 23, 2022 | 4:29 PM

આ વખતે હસનૂરામ આંબેડકર નામના નેતા યુપીની બે બેઠકો પરથી વિધાનસભા ચૂંટણી લડવાના છે. હાલમાં તેમણે તેમના જીવનમાં જેટલી પણ ચૂંટણીઓ લડી છે તેમાંથી એક પણ ચૂંટણી તેઓ જીતી શક્યા નથી.

UP Assembly Elections 2022: આ વ્યક્તિ 94 વખત ચૂંટણી હારી ચૂક્યો છે, આ વખતે યુપીની બે સીટ પરથી ચૂંટણી લડશે
Hasanuram Ambedkari (ફાઇલ)

Follow us on

UP Assembly Elections 2022: તમે આવા ઘણા નેતાઓ વિશે સાંભળ્યું હશે, જેઓ ડઝનેક વખત ચૂંટણી જીતીને ધારાસભ્ય અને સાંસદ બન્યા છે. કેટલાક નેતાઓએ ચૂંટણી જીતવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. પરંતુ આજે અમે તમને એક એવા નેતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ચૂંટણી હારવાનો રેકોર્ડ બનાવી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ નેતા અત્યાર સુધી 94 વખત ચૂંટણી હારી ચૂક્યા છે,હજુ પણ અટકવાનું નામ નથી લઈ રહ્યા.

હસનૂરામ આંબેડકરી (Hasnuram Ambedkari)નામના આ નેતા આ વખતે યુપીની બે સીટ પરથી વિધાનસભા ચૂંટણી લડવાના છે. હાલમાં તેમણે તેમના જીવનમાં જેટલી પણ ચૂંટણીઓ લડી છે તેમાંથી એક પણ ચૂંટણી તેઓ જીતી શક્યા નથી. હસનૂરામ અત્યારે નર્વસ નાઈન્ટીઝ પર બેટિંગ કરી રહ્યો છે અને જો આમ જ ચાલ્યું તો તે ટૂંક સમયમાં ચૂંટણી હારવાની સદી ફટકારી શકે છે.

ચૂંટણી લડવાનો જુસ્સો

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

હસનૂરામ આંબેડકરી આગ્રાના ખેરાગઢ શહેરના નાગલા દુલ્હા ગામના રહેવાસી છે. તેઓ અત્યાર સુધીમાં 94 વખત ચૂંટણી લડી ચૂક્યા છે. 1985થી 2022 સુધી તેમણે દરેક નાની-મોટી ચૂંટણીમાં ભાગ લીધો છે. જોકે આજદિન સુધી તેમને કોઈ પક્ષે ટિકિટ આપી નથી. અને તેઓ દરેક વખતે અપક્ષ તરીકે ચૂંટણી લડતા આવ્યા છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે શુક્રવારથી નામાંકન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ દિવસે, 75 વર્ષીય હસનૂરામ નામાંકન ફોર્મ લેવા માટે આગ્રા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 1985માં હસનૂરામ એક પાર્ટી પાસેથી ટિકિટ માંગવા આવ્યા હતા, જ્યાં તેમની મજાક ઉડાવવામાં આવી હતી અને કહ્યું હતું કે તેમને એક પણ વોટ નહીં મળે. આ વાત તેના હૃદયને સ્પર્શી ગઈ. આ પછી હસનૂરામે ચૂંટણી લડવાનું પેશન બનાવી લીધું. આ વખતની વિધાનસભા ચૂંટણીમાં હસનૂરમે બે બેઠકો પરથી ઉમેદવારી નોંધાવી છે. તે પોતાના જીવનમાં 100 ચૂંટણી લડવા માંગે છે.

કાકા જોગીન્દર સિંહના નામે રેકોર્ડ નોંધાયેલ છે

તમને જણાવી દઈએ કે બરેલીના કાકા જોગીન્દર સિંહ ભારતીય ચૂંટણીના ઈતિહાસમાં 300 નાની-મોટી ચૂંટણી લડ્યા હતા. તેઓ વોર્ડ કાઉન્સિલરથી લઈને દેશના રાષ્ટ્રપતિ સુધીની ચૂંટણી લડ્યા હતા.

Published On - 3:57 pm, Sun, 23 January 22

Next Article