UP Assembly Election 2022 : સપાએ હજ હાઉસ બનાવ્યું, અમે બનાવ્યું કૈલાશ માનસરોવર ભવન – CM યોગી

|

Jan 23, 2022 | 11:48 PM

યોગીએ કહ્યું, 'વર્ષ 2017 પહેલા ઉત્તર પ્રદેશમાં લોકો પાસે વીજળી નહોતી. જે લોકો આજે 300 યુનિટ મફત વીજળી આપવાની વાત કરી રહ્યા છે, તેમને પૂછવું જોઈએ કે તેમના શાસનકાળમાં વીજળી કેમ ન આપી.

UP Assembly Election 2022 : સપાએ હજ હાઉસ બનાવ્યું, અમે બનાવ્યું કૈલાશ માનસરોવર ભવન - CM યોગી
CM Yogi Aditaynath (File Photo)

Follow us on

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Assembly Election 2022) દરમિયાન સમાજવાદી પાર્ટી પર નિશાન સાધતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) રવિવારે કહ્યું કે સપા સરકારે પોતાના શાસન દરમિયાન ગાઝિયાબાદમાં હજ હાઉસ (Haj House) બનાવ્યું હતું, જ્યારે તેમની સરકારે કૈલાશ માનસરોવર ભવન (Kailash Mansarovar Bhawan) બનાવ્યું છે. યોગીએ ગાઝિયાબાદમાં કહ્યું, ‘અગાઉ ગાઝિયાબાદમાં હજ હાઉસ બનાવવામાં આવ્યું હતું. અમારી સરકારે અહીં કૈલાશ માનસરોવર ભવન બનાવ્યું છે. ભૂતકાળમાં માફિયાઓ વેપારીઓને હેરાન કરતા હતા, પરંતુ હવે કોઈ પણ માફિયા કોઈ વેપારી, ડૉક્ટર કે ગરીબ વ્યક્તિની મિલકત હડપ કરવાની હિંમત કરી શકશે નહીં. જો કોઈ આવું કરશે તો બુલડોઝર ચાલશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે ગરીબો માટે ફાળવવામાં આવતું અનાજ સીધું ગરીબો સુધી પહોંચી રહ્યું છે અને 15 કરોડ લોકોને તે મળી રહ્યું છે. ડબલ એન્જિનની સરકાર અનાજનો ડબલ ડોઝ આપી રહી છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2016માં તત્કાલિન સપા સરકારના કાર્યકાળ દરમિયાન ગાઝિયાબાદમાં હજ હાઉસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જ્યારે કૈલાશ માનસરોવર ભવનનું ઉદ્ઘાટન ડિસેમ્બર 2020માં કરવામાં આવ્યું હતું.

2017 પહેલા યુપીમાં વીજળી નહોતી

યોગીએ કહ્યું, ‘વર્ષ 2017 પહેલા ઉત્તર પ્રદેશમાં લોકો પાસે વીજળી નહોતી. જે લોકો આજે 300 યુનિટ મફત વીજળી આપવાની વાત કરી રહ્યા છે, તેમને પૂછવું જોઈએ કે તેમના શાસનકાળમાં વીજળી કેમ ન આપી, જેના કારણે લોકોને અંધારામાં રહેવાની આદત પડી ગઈ છે? કારણ કે ચોરને ચાંદની રાત ગમતી નથી. આ જ કારણ છે કે સપા લોકોને મૂર્ખ બનાવવાની કોશિશ કરી રહી છે અને નવા વાયદા કરવામાં વ્યસ્ત છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જો સપા સત્તામાં આવશે તો જૂની પેન્શન પુનઃસ્થાપિત કરવાના અખિલેશ યાદવના વચન પર મુખ્યમંત્રીએ કહ્યું, “તે કહે છે કે જૂની પેન્શન પુનઃસ્થાપિત કરવામાં આવશે. જૂનું પેન્શન બંધ થયું ત્યારે તેમના અબ્બા જાન (મુલાયમ સિંહ યાદવ) મુખ્યમંત્રી હતા.

 

આ પણ વાંચો: UP Election 2022: રાજકીય ટિપ્સ આપવા બદલ મુલાયમ સિંહ યાદવનો આભાર, યુપીમાં બનશે ભાજપની સરકાર: અપર્ણા યાદવ

આ પણ વાંચો: Exclusive : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સમાજવાદી પાર્ટી પર સાધ્યું નિશાન, કહ્યું- આ એ જ સપા છે, જેનાથી સૌ ખફા છે

Next Article