UP Assembly Election 2022: RSS ચીફ મોહન ભાગવત અને મુલાયમ સિંહ વચ્ચે થઈ મુલાકાત, યુપી કોંગ્રેસે કહ્યું- નવી SPમાં ‘S’ નો અર્થ ‘સંઘવાદ’

|

Dec 21, 2021 | 7:54 AM

ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા ચૂંટણી જંગ વચ્ચે સંઘ પ્રમુખ મોહન ભાગવત અને સમાજવાદી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ વચ્ચેની મુલાકાત રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની રહી છે.

UP Assembly Election 2022: RSS ચીફ મોહન ભાગવત અને મુલાયમ સિંહ વચ્ચે થઈ મુલાકાત, યુપી કોંગ્રેસે કહ્યું- નવી SPમાં S નો અર્થ સંઘવાદ
rss chief mohan bhagwat and mulayam singh yadav

Follow us on

UP Assembly Election 2022:ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા ચૂંટણી ( Election)જંગ વચ્ચે આરએસએસના વડા મોહન ભાગવત (RSS Chief Mohan Bhagwat) અને સમાજવાદી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ (Mulayam Singh Yadav) વચ્ચેની મુલાકાત રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની રહી છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત અને મુલાયમ સિંહ યાદવની મુલાકાતના અનેક રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસે પણ બંનેની બેઠક પર કટાક્ષ કર્યો છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત (RSS Chief Mohan Bhagwat) અને સમાજવાદી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ (Mulayam Singh Yadav)ઉપરાષ્ટ્રપતિના નિવાસસ્થાને મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓ એક જ સોફા પર બેઠેલા જોવા મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને વચ્ચે લગભગ 20 મિનિટ સુધી વાતચીત ચાલી હતી.

કોંગ્રેસે કટાક્ષમાં, કહ્યું- “નવી SP”માં ‘S’ એટલે ‘સંઘવાદ’

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સૂત્રોના જણાવ્યા અનુસાર બંને ઉપરાષ્ટ્રપતિના પારિવારિક લગ્ન સમારોહમાં મળ્યા હતા. મુલાયમ સિંહ યાદવની મોહન ભાગવત સાથેની તસવીરને લઈને કોંગ્રેસે સમાજવાદી પાર્ટી પર કટાક્ષ કર્યો છે. બંનેની તસવીર પોસ્ટ કરતા કોંગ્રેસે લખ્યું, “નવી એસપી”માં ‘એસ’નો અર્થ ‘સંઘવાદ’ થાય છે.

સંઘના વડા મોહન ભાગવત અને સમાજવાદી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ વચ્ચેની આ મુલાકાતે યુપીના રાજકીય વાતાવરણને વધુ ગરમ કરી દીધું છે. જો કે આ બેઠકમાં શું થયું તે અંગે કંઈ કહેવું મુશ્કેલ છે.

યુપીના રાજકીય જંગમાં ભાજપ અને સપા વચ્ચે જોરદાર ટક્કર

યુપીના રાજકીય જંગમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી બંને વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. એક ન્યુઝ ચેનલના સર્વે મુજબ યુપીમાં જનતા ભાજપને પસંદ કરી રહી છે. સર્વે મુજબ ભાજપનો વોટ શેર સતત વધી રહ્યો છે. જો કે આ મામલે સમાજવાદી પાર્ટી (SP) પણ પાછળ નથી. સમાજવાદી પાર્ટીને 34 ટકા મત મળવાનો અંદાજ છે. આ સિવાય બસપાને 13 ટકા અને કોંગ્રેસને 13 ટકા વોટ મળતાં જણાય છે.

આ પણ વાંચો : ચીન પાકિસ્તાન ખબરદાર, પંજાબ સેક્ટરમાં ખડકાઈ S 400 મિસાઈલ સિસ્ટમ, દુશ્મનોનાં હથિયારોનાં બોલાવશે ખાત્મા

Next Article