યુપી વિધાનસભા ચૂંટણી 2022 (UP Election 2022) પહેલા જે રીતે યોગી આદિત્યનાથ (Yogi Adityanath) કેબિનેટના મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યની (Swami Prasad Maurya) સાથે સાથે બીજા 3 ધારાસભ્યોએ (MLAs) પાર્ટીમાંથી રાજીનામા આપતા ભાજપમાં (BJP) ખળભળાટ મચી ગયો છે. એવા અહેવાલ છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) સ્વામી પ્રસાદ મૌર્ય અને અન્ય ધારાસભ્યોને મનાવવાની જવાબદારી ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યને (Keshav Prasad Maurya) આપી છે. સ્વામી પ્રસાદ મૌર્યએ ઉત્તર પ્રદેશના યોગી કેબિનેટમાંથી દલિતો, પછાત, ખેડૂતો, બેરોજગાર યુવાનો અને નાના-નાના અને મધ્યમ કક્ષાના વેપારીઓ પ્રત્યેના ઘોર ઉપેક્ષિત વલણને કારણે રાજીનામું આપ્યું છે.
રાજીનામું આપતી વખતે તેમણે પાર્ટી પર ઘણા મોટા આરોપ લગાવ્યા. રાજ્યપાલને લખેલા રાજીનામાના પત્રમાં તેમણે કહ્યું કે રાજ્યમાં બેરોજગારી વધી રહી છે. સરકાર દલિતો અને પછાત વર્ગની ઉપેક્ષા કરી રહી છે. તેમના આ પગલાથી ભાજપમાં હલચલ વધી ગઈ છે અને પાર્ટીના ઘણા મોટા નેતાઓએ ધારાસભ્યોનો સંપર્ક કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાર્ટીથી નારાજ ધારાસભ્યોને મનાવવાની જવાબદારી કેશવ પ્રસાદ મૌર્યને આપી છે. આ સાથે જ ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય સતત નારાજ ધારાસભ્યોના સંપર્કમાં છે.
आदरणीय स्वामी प्रसाद मौर्य जी ने किन कारणों से इस्तीफा दिया है मैं नहीं जानता हूँ उनसे अपील है कि बैठकर बात करें जल्दबाजी में लिये हुये फैसले अक्सर गलत साबित होते हैं
— Keshav Prasad Maurya (@kpmaurya1) January 11, 2022
આ સમગ્ર ઘટના બાદ તેમણે ટ્વીટ કર્યું, ‘મને ખબર નથી કે આદરણીય સ્વામી પ્રસાદ મૌર્યએ કયા કારણોસર રાજીનામું આપ્યું છે, હું તેમને બેસીને વાત કરવાની અપીલ કરું છું, ઉતાવળા નિર્ણયો ઘણીવાર ખોટા સાબિત થાય છે.’ સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામા બાદ બિલ્હૌરના ધારાસભ્ય ભગવતી સાગર(Bhagwati Sagar), બાંદાના ધારાસભ્ય બ્રિજેશ પ્રજાપતિ (Brajesh Prajapati) અને શાહજહાંપુરના ભાજપના ધારાસભ્ય રોશન લાલે (Roshan Lal Varma) પણ રાજીનામું આપી દીધું છે.
दलितों, पिछड़ों, किसानों, बेरोजगार नौजवानों एवं छोटे-लघु एवं मध्यम श्रेणी के व्यापारियों की घोर उपेक्षात्मक रवैये के कारण उत्तर प्रदेश के योगी मंत्रिमंडल से इस्तीफा देता हूं। pic.twitter.com/ubw4oKMK7t
— Swami Prasad Maurya (@SwamiPMaurya) January 11, 2022
પુત્રી સંઘમિત્રા મૌર્ય બદાઉન ભાજપ સાથે જ રહેશે
સ્વામી પ્રસાદ મૌર્યએ તેમના રાજીનામા પછી સ્પષ્ટ કર્યું છે કે ભલે તેઓ હવે પાર્ટી સાથે નથી, પરંતુ તેમની પુત્રી સંઘમિત્રા મૌર્ય(Sanghmitra Maurya) બદાઉનથી (Badaun) બીજેપી સાંસદ તરીકે કામ કરવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું કે ભાજપમાં પહેલા પણ ઘણા નેતાઓએ રાજીનામું આપ્યા છે અને હવે હું મારું રાજીનામું આપી રહ્યો છું. તેમણે કહ્યું કે પાર્ટીના ઉપેક્ષિત વલણને કારણે હું આ નિર્ણય લેવા માટે મજબૂર બન્યો છું.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
Published On - 6:36 pm, Tue, 11 January 22