ચૂંટણીની તારીખોની જાહેરાત થતા જ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh Assembly Election) રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાજ્યના મોટા નેતા અને રાજ્ય સરકારમાં મંત્રી રહેલા સ્વામી પ્રસાદ મૌર્ય (Swami Prasad Maury) મંગળવારે ભાજપ છોડીને સમાજવાદી પાર્ટીમાં (Samajwadi Party) જોડાયા હતા. તેમની સાથે બીજેપીના વધુ ત્રણ ધારાસભ્યોએ ભારતીય જનતા પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.
માનવામાં આવે છે કે આ ત્રણેય પણ સમાજવાદી પાર્ટીમાં જોડાશે. મૌર્યનું કહેવું છે કે એક ડઝન ધારાસભ્યો તેમના સંપર્કમાં છે અને તેઓ પણ ભાજપ છોડી શકે છે. મૌર્યના નિવેદનના થોડા સમય પછી, જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારને (Sharad Pawar) આ વિષય પર પ્રશ્ન કરવામાં આવ્યો, ત્યારે તેમણે તે જ મુદ્દાને પુનરાવર્તિત કર્યો. પવારે પત્રકાર પરિષદમાં કહ્યું કે 13 ધારાસભ્યો સમાજવાદી પાર્ટીમાં જોડાશે.
તેમનું કહેવું છે કે આ વખતે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. આ દરમિયાન સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામા સાથે જોડાયેલા સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે 13 ધારાસભ્યો સમાજવાદી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. એનસીપીના વડા શરદ પવાર પહેલા, મૌર્યએ પણ આવો જ દાવો કર્યો હતો અને કહ્યું હતું કે એક ડઝનથી વધુ ધારાસભ્યો ભાજપ છોડી શકે છે.
13 MLAs are going to join Samajwadi Party (SP): NCP chief Sharad Pawar on Uttar Pradesh minister Swami Prasad Maury resigning and joining SP pic.twitter.com/ZZJnAQRvba
— ANI (@ANI) January 11, 2022
મળતી માહિતી મુજબ દિલ્હીમાં બીજેપી કોર ગ્રુપની બેઠકમાં સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામાના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે આ મુદ્દે વાતચીત કરવાની જવાબદારી નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને સોંપી હતી. સાથે જ કેશવ પ્રસાદ મૌર્યએ પણ સ્વામી પ્રસાદ મૌર્ય સાથે વાતચીત શરૂ કરી છે.
સ્વામી પ્રસાદ મૌર્ય બીજેપી છોડીને સમાજવાદી પાર્ટીમાં જોડાયા બાદ કેશવ પ્રસાદ મૌર્યએ ટ્વીટ કરીને કહ્યું હતું કે મને ખબર નથી કે આદરણીય સ્વામી પ્રસાદ મૌર્યજીએ કયા કારણોસર રાજીનામું આપ્યું છે. ટ્વીટમાં કેશવ પ્રસાદ મૌર્યએ આગળ અપીલ કરતા કહ્યું કે, “તેમને (સ્વામી પ્રસાદ મૌર્ય) અપીલ છે કે બેસીને વાત કરો, ઉતાવળમાં લીધેલા નિર્ણયો ઘણીવાર ખોટા સાબિત થાય છે.”
આ પણ વાંચો : Punjab Election: નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું- કોંગ્રેસ હાઈકમાન્ડ નહીં, પરંતુ પંજાબના લોકો પસંદ કરશે મુખ્યમંત્રી