UP Election: પ્રિયંકા ગાંધી વાડ્રાના નેતૃત્વમાં સવાલો ઉઠ્યા, ટિકિટ મળ્યા બાદ પણ નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે

|

Jan 24, 2022 | 9:31 AM

જો તમે જુઓ તો રાજ્યમાં બસપા અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ભાગદોડ ચાલી રહી છે. છેલ્લા છ મહિનામાં કોંગ્રેસ (Congress)ના ઘણા દિગ્ગજ નેતાઓએ યુપીમાં પાર્ટી છોડી દીધી છે અને અન્ય પક્ષોમાંથી ચૂંટણી લડી રહ્યા છે.

UP Election: પ્રિયંકા ગાંધી વાડ્રાના નેતૃત્વમાં સવાલો ઉઠ્યા, ટિકિટ મળ્યા બાદ પણ નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે
Priyanka Gandhi (File Image)

Follow us on

UP Election: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Assembly Elections) પહેલા કોંગ્રેસ (Congress)ની મુશ્કેલીઓ વધી ગઈ છે. રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ નબળી છે અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) રાજ્યમાં પાર્ટીને પુનઃસ્થાપિત કરવા માટે રાજ્યમાં અનેક રાજકીય દાવ રમી રહ્યા છે. આ સાથે જ પાર્ટીમાં પ્રિયંકા ગાંધીના નેતૃત્વ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે, ચૂંટણીમાં ટિકિટ મળ્યા બાદ પણ પક્ષના નેતાઓ અન્ય પક્ષોમાં જોડાઈ રહ્યા છે. જેને પાર્ટી માટે ઝટકો માનવામાં આવી રહ્યો છે.

જો તમે જુઓ તો રાજ્યમાં બસપા અને કોંગ્રેસ (Congress)ના નેતાઓ વચ્ચે ભાગદોડ ચાલી રહી છે. છેલ્લા છ મહિનામાં કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓએ યુપીમાં પાર્ટી છોડી દીધી છે અને અન્ય પક્ષોમાંથી ચૂંટણી લડી રહ્યા છે. આ સાથે જ કોંગ્રેસને સૌથી મોટો ફટકો તે નેતાઓના કારણે પડ્યો છે. જેમની ટિકિટ પાર્ટીએ ફાઈનલ કરી હતી અને ટિકિટ મળ્યા બાદ તેઓએ અન્ય પક્ષોની સભ્યતા પણ લીધી છે.

આ સાથે જ પાર્ટી છોડી ગયેલા નેતાઓ કોંગ્રેસ હાઈકમાન્ડ (Congress High Command)અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વ પર સવાલ ઉઠાવી રહ્યા છે અને હવે કાર્યકરો પણ કહી રહ્યા છે કે કોંગ્રેસની નીતિ ઘડનારાઓ પાસે ઉમેદવારોની ઓળખ નથી. જમીન પર કામ કરી રહેલા નેતાઓને પાર્ટીએ ટિકિટ આપી નથી. જેથી નેતાઓ પાર્ટીને અલવિદા કહી રહ્યા છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

રામપુરમાં પાર્ટીને મોટો ઝટકો

કોંગ્રેસે તાજેતરમાં જ 125 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી અને તેના બીજા જ દિવસે રામપુરની સ્વાર ચમારવા બેઠક પરથી ટિકિટ મેળવનાર યુસુફ અલી યુસુફ સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા. જોકે, તેમને સપામાં ટિકિટ ન મળી અને તેઓ કોંગ્રેસમાં પાછા ફર્યા. સાથે જ કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે આવા નેતાઓને ફરીથી પાર્ટીમાં લેવા જોઈએ નહીં.

કારણ કે તેમના કારણે પાર્ટીમાં ખોટો સંદેશો જઈ રહ્યો છે. આ સાથે કોંગ્રેસને બીજો આંચકો રામપુરમાં જ લાગ્યો હતો અને પાર્ટીના ઉમેદવાર હૈદર અલી ખાન (Haider Ali Khan) ઉર્ફે હમઝા મિયાંએ કોંગ્રેસ છોડીને અપના દળ (સોનેલાલ) સાથે હાથ મિલાવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, અપના દળ તેમને સ્વાર બેઠક પરથી ટિકિટ આપી રહ્યું છે.

બરેલીમાં પણ ગાંધી પરિવારના વફાદારોએ ઝટકો આપ્યો

આટલું જ નહીં, કોંગ્રેસ દ્વારા બરેલીના ઉમેદવાર જાહેર કરાયેલા સુપ્રિયા એરોન પોતાના પતિ અને કોંગ્રેસના પૂર્વ સાંસદ પ્રવીણ સિંહ એરોન સાથે સપામાં જોડાઈ ગયા. જ્યારે હારુન પરિવાર ઘણા દાયકાઓથી ગાંધી પરિવારની નજીક છે. તે સપામાં આવ્યા પછી પાર્ટીએ તેને બરેલી કેન્ટ બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. તાજેતરમાં જ પાર્ટીની પોસ્ટર ગર્લ ગણાતી પ્રિયંકા મૌર્ય પણ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ છે. જ્યારે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને છોડીને અન્ય પક્ષોના ઘણા ઉમેદવારોએ સભ્યપદ લીધું છે.

આ પણ વાંચો: Ukraine Russia War: અમેરિકાએ દૂતાવાસના કર્મચારીઓના પરિવારોને યુક્રેન છોડવાનો આપ્યો આદેશ, રશિયા સાથે યુદ્ધની શક્યતા વધારે

Next Article