First Phase Election: યુપીમાં 58 વિધાનસભા બેઠકો માટે આજે મતદાન, 2.28 કરોડ મતદારો 623 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે

|

Feb 10, 2022 | 7:11 AM

કોવિડ-19ને ધ્યાનમાં રાખીને મતદાન સ્થળો પર થર્મલ સ્કેનર, હેન્ડ સેનિટાઈઝર, ગ્લોવ્સ, ફેસ માસ્ક, ફેસ શિલ્ડ, પીપીઈ કીટ, સાબુ, પાણી વગેરેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

First Phase Election: યુપીમાં 58 વિધાનસભા બેઠકો માટે આજે મતદાન, 2.28 કરોડ મતદારો 623 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે
Symbolic Image

Follow us on

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 (UP Assembly Election 2022) માટે પ્રથમ તબક્કાનું મતદાન ગુરુવારે થવાનું છે. 11 જિલ્લાની 58 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન (First Phase Voting) સવારે 7 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. શામલી, મુઝફ્ફરનગર, બાગપત, મેરઠ, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, હાપુડ, બુલંદશહર, અલીગઢ, મથુરા અને આગ્રામાં મતદાન થવાનું છે. મતદાન માટે પોલિંગ પાર્ટીઓને પણ રવાના કરી દેવામાં આવી છે, આ સાથે ચૂંટણી પંચે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.

ભારતના ચૂંટણી પંચે નિષ્પક્ષ, સલામત અને શાંતિપૂર્ણ ચૂંટણીઓ માટે વિસ્તૃત વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થા કરી છે. કોરોનાને ધ્યાનમાં રાખીને મતદાન સ્થળો પર ફેસ માસ્ક, ફેસ શિલ્ડ, થર્મલ સ્કેનર, હેન્ડ સેનિટાઈઝર, ગ્લોવ્સ, પીપીઈ કીટ, સાબુ, પાણી વગેરેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. મતદારોની સુવિધા માટે મતદાર માર્ગદર્શિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. કોરોનાને જોતા ચૂંટણી પંચે મતદાન સ્થળો પર મહત્તમ મતદારોની સંખ્યા 1250 સુધી પહોંચાડવાનો નિર્દેશ આપ્યો છે.

જો મતદાતાઓની વાત કરવામાં આવે તો 58 વિધાનસભા સીટ પર કુલ 2.28 કરોડ મતદાતા છે જે મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 1.24 કરોડ પુરુષ, 1.04 કરોડ મહિલા અને 1448 ટ્રાન્સજેન્ડર મતદાતા છે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં 58 વિધાનસભા સીટો પર 623 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 73 મહિલા ઉમેદવારો છે. પ્રથમ તબક્કામાં 26027 મતદાન સ્થળો અને 10853 મતદાન મથકો છે. તેમાંથી કુલ 467 આદર્શ મતદાન મથકો અને 139 તમામ મહિલા કાર્યકરો મતદાન સ્થળ છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 7057 ભારે વાહનો, 5559 હળવા વાહનો અને 120,876 મતદાન કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ચૂંટણીમાં તમામ 26,027 મતદાન સ્થળો માટે મતદાન માટે જરૂરી EVM અને VVPAT અને અલગ-અલગ જિલ્લાઓમાં પૂરતી સંખ્યામાં અનામત EVM અને VVPATની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ જિલ્લાઓમાં ટેકનિકલી પ્રશિક્ષિત કર્મચારીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી EVM અથવા VVPATમાં કોઈ સમસ્યા હોય તો તેને તાત્કાલિક ઉકેલી શકાય.

50% મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવશે

મતદાનની દેખરેખ માટે દરેક જિલ્લામાં ઓછામાં ઓછા 50 ટકા મતદાન સ્થળોએ લાઈવ વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જેની દેખરેખ ત્રણેય સ્તરે જિલ્લા ચૂંટણી અધિકારી, મુખ્ય ચૂંટણી અધિકારી અને ભારતના ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે પર્યાપ્ત સંખ્યામાં અર્ધલશ્કરી દળો ખડકી દેવામાં આવ્યા છે.

Published On - 7:11 am, Thu, 10 February 22

Next Article