ઉત્તર પ્રદેશમાં ગુરુવારે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીની (Asaduddin Owaisi) ગાડી પર બે લોકોએ ગોળીબાર કર્યો હતો. બંને આરોપીઓની ઉત્તરપ્રદેશ પોલીસે (UP Police) ધરપકડ કરી લીધી છે. ઓવૈસીએ જણાવ્યું કે જ્યારે તેઓ ઉત્તર પ્રદેશમાં પ્રચાર કરીને દિલ્હી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઓવૈસીએ કહ્યું કે અમે બધા સુરક્ષિત છીએ. સાંસદ ઓવૈસીએ કહ્યું કે આ ઘટના પશ્ચિમ ઉત્તર પ્રદેશના હાપુડ પાસે એક ટોલ પ્લાઝા પર બની હતી. શૂટરો હથિયાર છોડીને ભાગી ગયા હતા. બંને આરોપીઓની ઓળખ સચિન અને શુભમ તરીકે થઈ છે. આ બંને આરોપીનોને 12 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આરોપીઓએ પોલીસને જણાવ્યું કે તેઓએ ઓવૈસી પર કેમ ફાયરિંગ કર્યું. હાપુડના એસપી દીપક ભુકરે કહ્યું કે આરોપીઓ ઓવૈસીના વક્તવ્યથી નારાજ હતા. આ પછી તેણે પોતાની કાર પર ગોળીબાર કરવાનું પગલું ભર્યું. ઓવૈસીએ ગુરુવારે જ્યારે મેરઠના કિતાપુરથી પ્રચાર કરીને દિલ્હી પરત ફરી રહ્યા હતા ત્યારે કહ્યું હતું. તે જ સમયે છઝરસી ટોલ પ્લાઝા પાસે તેમના વાહન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઓવૈસીનો દાવો છે કે તેમની કાર પર 3-4 લોકોએ ગોળીબાર કર્યો અને તેઓ તેમના હથિયારો છોડીને ભાગી ગયા.
હુમલા બાદ AIMIMના વડાએ ટ્વીટ કરીને કહ્યું કે થોડા સમય પહેલા છિઝરસી ચોલા ગેટ પર મારી કાર પર ગોળી ચલાવવામાં આવી હતી. ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. 3-4 લોકો હતા. બધા ત્યાં જ હથિયાર છોડીને ભાગ્યા. મારી કારમાં પંકચર થયું પણ હું બીજી કારમાં બેસીને ત્યાંથી નીકળી ગયો. અમે બધા સુરક્ષિત છીએ. ઓવૈસીએ ટ્વીટ કરેલી તસવીરોમાં તેની સફેદ રંગની કાર પર બે બુલેટ હોલ દેખાઈ રહ્યા છે. ત્રીજી ગોળી કારના ટાયરમાં વાગી હતી. જેમાં પંચર પડી ગયું હતું. આ પછી ઓવૈસી બીજી કારમાંથી બહાર નીકળ્યા. ઓવૈસી મેરઠમાં એક સભાને સંબોધીને પરત ફરી રહ્યા હતા.
આ હુમલા બાદ દિલ્હીમાં અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે હું ચૂંટણી પંચને આ ફાયરિંગની ઘટનાની સ્વતંત્ર તપાસનો આદેશ આપવા વિનંતી કરું છું. સ્વતંત્ર તપાસ કરાવવાની જવાબદારી યુપી સરકાર અને મોદી સરકારની છે. હું આ મામલે લોકસભાના અધ્યક્ષને પણ મળીશ. UP ADG કાયદો અને વ્યવસ્થાએ આ મામલે કહ્યું કે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે વીડિયો ફૂટેજ પોતાના કબજામાં લઈ લીધા છે. આ મામલાની તપાસ માટે પાંચ ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓનું કહેવું છે કે ઓવૈસીના હિંદુ વિરોધી નિવેદનોથી દુઃખી થયા બાદ તેઓએ કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો : Gandhinagar: “ઢબુડી મા” સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ, પરિવાર સહિત ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ ફરાર