વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રિપુરામાં છે. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. તમામ પક્ષો જીત માટે પૂરા પ્રયાસ કરી રહ્યા છે. હવે અહીં ભાજપ ગઠબંધનની સરકાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાસામાં ચૂંટણી રેલીને સંબોધી હતી. પીએમે કહ્યું, ત્રિપુરા ચૂંટણીની આ મારી પ્રથમ જાહેર સભા છે અને અહીં હું જોઈ રહ્યો છું કે આટલી મોટી સંખ્યામાં, જ્યાં સુધી મારી નજર જાય છે.. માત્ર લોકો જ દેખાય છે. હું તમારો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પીએમ મોદીને એક વૃદ્ધ મહિલાએ પાઘડી પહેરાવી હતી. પીએમએ પોતાના ભાષણમાં પણ તેનો ઉલ્લેખ કર્યો હતો. જે અંગે પીએમએ કહ્યું હતુ કે, આજે મને મા એ પાઘડી પહેરાવી.
અંબાસામાં એક રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે ત્રિપુરામાં ફરીથી ભાજપની સરકાર બનશે. અહીં ડબલ એન્જિન સરકાર રચાશે. તેમણે કહ્યું કે પહેલા ત્રિપુરામાં માત્ર એક જ શબ્દ ‘ચંદા’ સાંભળવામાં આવતો હતો. તેમણે ત્રણ દાયકા સુધી દાનના નામે લૂંટ ચલાવી હતી જો કે તેઓને લૂંટ ચલાવવાનું લાયસન્સ મળી ગયું હતુ. અમે ત્રિપુરાના લોકોને તેવા લોકોથી મુક્ત કર્યા છે. પીએમએ કહ્યું કે વિપક્ષી પાર્ટીઓએ અહીં વિકાસ અટકાવ્યો હતો. ત્યારે હવે ત્રિપુરામાં ફરીથી ભાજપની સરકાર બનશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રિપુરામાં છે. તેઓ ધલાઈ જિલ્લાના અંબાસા ખાતે ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા છે. પીએમએ કહ્યું કે રાજ્યમાં ફરી એકવાર ભાજપની સરકાર બનશે. ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા પણ મંચ પર હાજર છે. આ પછી તેઓ બપોરે 3 વાગ્યે ગોમતી ખાતે બીજી રેલીને સંબોધિત કરશે.
બીજેપી સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી 13 ફેબ્રુઆરીએ ફરી ત્રિપુરાની મુલાકાત લેશે. ત્રિપુરાની 60 બેઠકો પર 16 ફેબ્રુઆરીએ મતદાન થશે જ્યારે મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. ત્રણેય રાજ્યોમાં મતગણતરી એક સાથે 2 માર્ચે થશે.
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા અને મુખ્યમંત્રી માણિક સાહાએ ગુરુવારે પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યો. આ દરમિયાન, જાહેર સભાને સંબોધિત કરતી વખતે, નડ્ડાએ કહ્યું હતું કે, “જ્યારે ભાજપ ‘સંકલ્પ પત્ર’ લાવે છે, તે માત્ર એક વિઝન દસ્તાવેજ નથી, તે લોકો પ્રત્યેની ભાજપની પ્રતિબદ્ધતા છે.”
Published On - 3:02 pm, Sat, 11 February 23