તેલંગાણામાં કોંગ્રેસે મારી બાજી, જાણો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું હતું આ રાજ્ય

|

Dec 03, 2023 | 6:59 PM

તેલંગાણાના લોકોએ અલગ રાજ્યની માન્યતા અને સ્વાયત્તતા માટે દાયકાઓ સુધી લડત ચલાવી હતી. સામાજિક-આર્થિક અસમાનતાઓ, ઉપેક્ષા અને રાજકીય હાંસિયાએ અલગ રાજ્યની માંગને જન્મ આપ્યો. આ ફરિયાદોને દૂર કરવા અને લોકોના અધિકારો અને આકાંક્ષાઓને સુરક્ષિત કરવા માટે એક ચળવળ ઉભરી આવી, જે તેલંગાણાની રચનામાં પરિણમ્યું.

તેલંગાણામાં કોંગ્રેસે મારી બાજી, જાણો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું હતું આ રાજ્ય
Telangana

Follow us on

તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવી લીધી છે. કેસીઆરની પાર્ટી બીઆરએસ રાજ્યમાં જીતની હેટ્રિકથી ચૂકી ગઈ છે. તેલંગાણામાં પણ ભાજપે 8 સીટો જીતી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે તેલંગાણા રાજ્ય કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું હતું અને રાજ્યની રચના માટે કેવી રહી જનતાની લડાઈ અને કોણે ભજવી મહત્વની ભૂમિકા.

તેલંગાણાની રચના માટે દાયકાઓ સુધી ચાલી હતી લડત

તેલંગાણાના લોકોએ અલગ રાજ્યની માન્યતા અને સ્વાયત્તતા માટે દાયકાઓ સુધી લડત ચલાવી હતી. સામાજિક-આર્થિક અસમાનતાઓ, ઉપેક્ષા અને રાજકીય હાંસિયાએ અલગ રાજ્યની માંગને જન્મ આપ્યો. આ ફરિયાદોને દૂર કરવા અને લોકોના અધિકારો અને આકાંક્ષાઓને સુરક્ષિત કરવા માટે એક ચળવળ ઉભરી આવી, જે તેલંગાણાની રચનામાં પરિણમ્યું.

તેલંગાણા ક્યારે અને કેવી રીતે અલગ થયું?

1 નવેમ્બર 1956ના રોજ રાજ્યોના પુનર્ગઠન આયોગની ભલામણો પર, તેલંગાણા (અગાઉનું હૈદરાબાદ) ભાષાના આધારે આંધ્ર પ્રદેશમાં વિલીન થયું. જો કે, તેની અસર આંધ્રપ્રદેશ સાથે વિલીનીકરણ પછી તરત જ દેખાવા લાગી અને તેલંગાણા ક્ષેત્ર રાજ્યના અન્ય ભાગોની સરખામણીમાં પછાત બનવાનું શરૂ થયું, તેલંગાણા પ્રદેશ આર્થિક, શૈક્ષણિક અને અન્ય તમામ સ્તરે પછાત જોવા મળ્યું.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

ત્યાર બાદ તેલંગાણાને અલગ રાજ્ય બનાવવાની માંગ ઉઠવા લાગી, પરંતુ આ લડાઈ લાંબા સમય સુધી ચાલી અને ઘણા દાયકાઓ બાદ તેલંગાણાને પોતાની ઓળખ મળી. તેલંગાણાને અલગ કરવાની માંગ વર્ષ 1969માં ઉગ્ર બની હતી. તેલંગાણા અને આંધ્રપ્રદેશ વચ્ચે ઘણા તફાવત હતા.

વર્ષ 1969માં તેલંગાણાને અલગ કરવાની માંગ બાદ 1972 અને 2009માં બે મોટા આંદોલનો થયા. આ આંદોલનોએ જ તેલંગાણાને અલગ કર્યું. 1969માં તેલંગાણાને અલગ કરવાની ચળવળમાં લગભગ 300 લોકોના મોત થયા હતા. આ પછી આ માંગ વધુ ઉગ્ર બની હતી.

વર્ષ 2009માં કે ચંદ્રશેખર રાવ (KCR) તેલંગાણાની રચના માટે ભૂખ હડતાળ પર બેઠા હતા. જે બાદ તેલંગાણા પહેલીવાર અસ્તિત્વમાં આવશે એ દિવસો નજીક આવવા લાગ્યા અને તેલંગાણાને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો. વર્ષોના અથાક સંઘર્ષ અને શાંતિપૂર્ણ વિરોધ વિજયની ઐતિહાસિક ક્ષણમાં પરિણમ્યો. 2 જૂન, 2014ના રોજ તેલંગાણાની સ્વતંત્ર રાજ્ય તરીકે રચના થતાં લોકોના સપના પૂરા થયા. તેલંગાણાના દરેક રહેવાસી માટે તે અપાર આનંદ, ગર્વ અને ઉજવણીની ક્ષણ હતી.

આ પણ વાંચો જનતા-જનાર્દનને નમન! લોકોએ ફરી એકવાર વિશ્વાસ મુક્યો, ત્રણ રાજ્યોમાં ભવ્ય જીત પર PM મોદીનું ટ્વીટ

તેલંગાણાની રચનામાં કેસીઆરની ભૂમિકા

તેલંગાણા ચળવળનું નેતૃત્વ કે ચંદ્રશેખર રાવે કર્યું હતું. તેલંગાણા ક્ષેત્રની ચિંતાઓને દૂર કરવામાં કેસીઆરે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ નેતાની મક્કમતા અને અતૂટ પ્રતિબદ્ધતા ચળવળ માટે પ્રેરક બળ બની હતી અને હજારો લોકોને એક સામાન્ય ધ્યેય પ્રાપ્ત કરવા માટે એક થવાની પ્રેરણા આપી હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article