Rajasthan Politics: ‘જો આપણે સાથે મળીને લડીશું તો ચૂંટણી જીતીશું’, સચિન પાયલટના અલ્ટીમેટમ પર બોલ્યા સીએમ અશોક ગેહલોત

|

May 24, 2023 | 11:52 PM

બીજેપી સરકાર પર નિશાન સાધતા સીએમ ગેહલોતે કહ્યું કે કર્ણાટક ચૂંટણીએ બતાવ્યું છે કે ચૂંટણી માત્ર દાન અને પૈસાના આધારે નથી જીતાતી. અમારી પાસે પૈસા પણ નથી, પરંતુ જનતા બધું જોઈ રહી છે.

Rajasthan Politics: જો આપણે સાથે મળીને લડીશું તો ચૂંટણી જીતીશું, સચિન પાયલટના અલ્ટીમેટમ પર બોલ્યા સીએમ અશોક ગેહલોત
Image Credit source: Google

Follow us on

રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી છે. ગેહલોત સરકાર ફરી પાછા ફરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. 26 મેના રોજ દિલ્હીમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસની એક મોટી બેઠક છે. રાજ્યોની આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની રણનીતિને લઈને આ બેઠક યોજાવા જઈ રહી છે. દિલ્હીમાં યોજાનારી આ બેઠકને લઈને સીએમ અશોક ગેહલોતે કહ્યું કે પાર્ટીના અન્ય મોટા નેતાઓ સાથે અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહેશે.

આ પણ વાચો: Rajasthan Politcs: વસુંધરા રાજેએ 2020માં સરકાર બચાવવામાં મદદ કરી, અશોક ગેહલોતના દાવા પર પૂર્વ સીએમએ કહ્યું- આ એક કાવતરું છે

તેમણે કહ્યું કે અમારી પાર્ટીમાં અનુશાસન ચાલે છે. અમારી પાર્ટી શિસ્તની પાર્ટી છે. જે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે કહ્યું તેમ. દરેક વ્યક્તિ તેવું જ માનશે. સાથે જ સીએમ ગેહલોતે કર્ણાટક ચૂંટણીનું ઉદાહરણ આપતા કહ્યું કે અમને ડોનેશન નથી મળતું. દાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કોઈ દાન આપે છે તો તેની સામે ઈડી, સીબીઆઈ લગાવવામાં આવે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

અમારી પાસે પૈસા નથી, પણ જનતા બધું જોઈ રહી છે: ગેહલોત

બીજેપી સરકાર પર નિશાન સાધતા સીએમ ગેહલોતે કહ્યું કે કર્ણાટકની ચૂંટણીએ બતાવ્યું છે કે ચૂંટણી માત્ર દાન અને પૈસાના આધારે નથી જીતાતી. અમારી પાસે પૈસા પણ નથી, પરંતુ જનતા બધું જોઈ રહી છે. પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટના અલ્ટીમેટમ અને મંત્રીઓના નિવેદનો પર સીએમ અશોક ગેહલોતે કહ્યું કે જો બધા સાથે મળીને ચૂંટણી લડશે તો તેઓ જીતશે.

આ પણ વાચો: Rajasthan: રાજસ્થાનમાં પણ કર્ણાટક જેવો પ્રયોગ, વિધાનસભા ચૂંટણી જીતવા કોંગ્રેસે બનાવ્યો મેગા પ્લાન

કર્ણાટકના પરિણામો સાથે દેશમાં એક નવી શરૂઆત

પીએમ મોદી પર પ્રહાર કરતા સીએમ ગેહલોતે કહ્યું કે રાજસ્થાનમાં અત્યારે ચૂંટણી છે. એટલા માટે મોદી રાજસ્થાન આવતા જ રહેશે. તેમણે કહ્યું કે દેશના વડાપ્રધાન મોદીજી નાની નાની ચૂંટણીઓમાં પણ સામેલ થઈ જાય છે. હૈદરાબાદની મ્યુનિસિપલ ચૂંટણીમાં લોકોએ પીએમ મોદીને પણ જોયા હતા. કર્ણાટકની જનતાએ પીએમ મોદી અને ભાજપને જડબાતોડ જવાબ આપ્યો છે. કર્ણાટકના પરિણામો દેશમાં એક નવી શરૂઆત કરશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article