હવે તારો જ સહારો, પરિણામ પહેલા વસુંધરા રાજેએ ભગવાનના ચરણોમાં નમાવ્યું શીશ, બળવાખોરો સાથે કરી મુલાકાત

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામ પહેલા પૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે સિંધિયા ખૂબ જ સક્રિય થઈ ગયા છે. વસુંધરા રાજે પાર્ટીના નેતાઓ, આરએસએસના નેતાઓને મળી રહી છે. વસુંધરા રાજેએ રાજ્યપાલ સાથે બેઠક પણ કરી છે. વસુંધરા રાજે આજકાલ મંદિરની મુલાકાત લઈ રહી છે અને પરિણામો પહેલા ભગવાન પાસેથી આશીર્વાદ માંગી રહી છે.

હવે તારો જ સહારો, પરિણામ પહેલા વસુંધરા રાજેએ ભગવાનના ચરણોમાં નમાવ્યું શીશ, બળવાખોરો સાથે કરી મુલાકાત
Vasundhara Raje
| Edited By: | Updated on: Dec 02, 2023 | 2:01 PM

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવામાં હવે ગણતરીના થોડાક જ કલાકો જ બાકી રહ્યાં છે. મતગણતરી પૂર્વે રાજ્સ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા સંપૂર્ણ રીતે સક્રિય છે. મતદાન બાદથી એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ જયપુરમાં કેમ્પ કરી રહ્યા છે. તેઓ સતત પાર્ટીના અનેક નેતાઓને મળી રહી છે અને તેમની નજીકના અપક્ષ અને બળવાખોર ઉમેદવારો સાથે પણ મીટિંગ ચાલુ રાખી રહી છે. મતગણતરી પહેલા તે ઋષિ-મુનિઓના આશીર્વાદ પણ લઈ રહી છે. આજે તે બાલાજીના દર્શન માટે મહેંદીપુર પહોંચી હતી.

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતીકાલ રવિવારે 3 ડિસેમ્બરે જાહેર થવા જઈ રહ્યા છે. મત ગણતરી પહેલા પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેની ગતિવિધિઓને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. શુક્રવારે વસુંધરા રાજે, રાજ્યપાલ કલરાજ મિશ્રાને મળી હતી. આ મુલાકાત દરમિયાન બન્ને વચ્ચે વિવિધ પાસાઓ પર ચર્ચા થઈ હોવાનું કહેવાય છે. આ બેઠકને લઈને રાજકીય અટકળો પણ ચાલી રહી છે, પરંતુ પૂર્વ મુખ્યમંત્રીવસુંધરા રાજેએ આ અટકળો પર કોઈ ટિપ્પણી કરી નથી.

રાજે આરએસએસના નેતાઓને પણ મળ્યા હતા

વસુંધરા રાજેએ જયપુરમાં ભારતી ભવનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. ખાસ કરીને ચૂંટણી પરિણામોને ધ્યાનમાં રાખીને આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આજે શનિવારે સવારે પુષ્ય નક્ષત્રના શુભ અવસર પર રાજેએ મોતીડુંગરી ગણેશ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે ભગવાન ગણેશના આશીર્વાદ લીધા અને પ્રાર્થના કરી. દર્શન દરમિયાન મંદિરના મહંત પંડિત કૈલાશ શર્માએ તેમને ખેસ ઓઢાડીને તેમનું સન્માન કર્યું હતું. માલવીયા નગરના ધારાસભ્ય કાલીચરણ સરાફ અને સાંસદ રામચરણ બોહરાની હાજરીએ મોતીડુંગરી ગણેશ મંદિરની મુલાકાતનું મહત્વ વધાર્યું.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો