Punjab Assembly Election 2022: કોંગ્રેસે ઉમેદવારોના નામ પર મારી મહોર, આજે થશે જાહેરાત, બે સીટ પરથી લડી શકે છે CM ચન્ની

|

Jan 14, 2022 | 9:00 AM

માનવામાં આવે છે કે આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે. આ યાદીમાં સીએમ ચરણજીત સિંહ ચન્ની સહિત અનેક દિગ્ગજોના નામ સામેલ કરવામાં આવ્યા છે.

Punjab Assembly Election 2022: કોંગ્રેસે ઉમેદવારોના નામ પર મારી મહોર, આજે થશે જાહેરાત, બે સીટ પરથી લડી શકે છે CM ચન્ની
Congress to soon release list of candidates for Punjab polls

Follow us on

સત્તાધારી કોંગ્રેસે પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 (Punjab Assembly Election 2022) માટે ઉમેદવારોના નામ ફાઈનલ કરી દીધા છે. કોંગ્રેસ પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)માં આ નામો પર સહમતિ બની છે. સમિતિએ ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજી હતી. માનવામાં આવે છે કે આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે. આ યાદીમાં સીએમ ચરણજીત સિંહ ચન્ની ( CM charanjit singh Channi) સહિત અનેક દિગ્ગજોના નામ સામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય કેટલાક ધારાસભ્યોને ફરીથી ટિકિટ આપવા અંગે પણ સહમતિ નથી. તેથી કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી નથી.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર કોંગ્રેસ ટૂંક સમયમાં 70 ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે મંત્રી સહિત ઘણા વર્તમાન ધારાસભ્યોને પાર્ટી તરફથી ચૂંટણી લડવા માટે ટિકિટ મળી નથી. પાર્ટીએ કોને ટિકિટ આપવી અને કોને નહીં તે તેમના પ્રદર્શન અને સર્વેમાંથી મળેલા પ્રતિભાવના આધારે નક્કી કર્યું છે. સૂત્રોએ જણાવ્યું છે કે ઉમેદવારની પસંદગી કરતી વખતે પાર્ટીએ માત્ર તેમની જીતની શક્યતાઓ પર નજર રાખી છે.

સીએમ ચન્ની બે સીટ પરથી લડશે

એટલું જ નહીં, મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પંજાબના બે અલગ-અલગ પ્રદેશોમાંથી બે બેઠકો પરથી ચૂંટણી લડી શકે છે. ચન્ની માઝામાં ચમકૌર સાહિબ ઉપરાંત તે જલંધરના આદમપુરથી પણ ચૂંટણી લડી શકે છે. આ બેઠક પર દલિત મતદારો મોટી સંખ્યામાં છે. જેની અસર ક્ષેત્રના પરિણામો પર પણ પડી શકે છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પંજાબમાં 14 ફેબ્રુઆરીએ મતદાન થશે. પંજાબમાં એક તબક્કામાં ચૂંટણી યોજાશે અને પરિણામ 10 માર્ચે આવશે.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

પંજાબ વિધાનસભામાં કુલ 117 બેઠકો

જણાવી દઈએ કે પંજાબ વિધાનસભામાં કુલ 117 વિધાનસભા સીટો છે. જેમાંથી 34 બેઠકો અનામત છે. ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 34 અનામત બેઠકોમાંથી 21 બેઠકો જીતી હતી. કેપ્ટન અમરિન્દર સિંહની આગેવાનીમાં કોંગ્રેસે 117માંથી 77 બેઠકો જીતીને સત્તા પર કબજો જમાવ્યો હતો. બીજા નંબરે આમ આદમી પાર્ટી હતી, જેણે 2017માં પહેલીવાર પંજાબ વિધાનસભાની ચૂંટણી લડી હતી અને મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉભરી હતી. આ દરમિયાન પાર્ટીએ 20 સીટો જીતી હતી.

આ પણ વાંચો : Punjab Election: નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું- કોંગ્રેસ હાઈકમાન્ડ નહીં, પરંતુ પંજાબના લોકો પસંદ કરશે મુખ્યમંત્રી

આ પણ વાંચો : Punjab Election: ભાજપ-કોંગ્રેસના મત તોડી શકે છે આમ આદમી પાર્ટી, તો ખેડૂત આંદોલનની શું હશે અસર ?

Next Article