વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે મણિપુરમાં જનતાને સંબોધિત કરી રહ્યા છે. તેમને કોંગ્રેસ (Congress) પર નિશાનો સાધતા કહ્યું કે મણિપુરે (Manipur) સોમવારે એક નવો ઈતિહાસ રચ્યો છે. ગઈકાલે પ્રથમ ચરણમાં ચૂંટણીમાં મણિપુરે નક્કી કરી લીધું કે ઉત્તરપૂર્વના હવે વિકાસનો સૂરજ જ ઉગશે. જે લોકોએ મણિપુરને આટલા દાયકા સુધી પાછળ ધકેલ્યુ તેમને હવે લોકો ફરી મોકો નહીં આપે. ભાજપ સરકાર ગો ટુ હિલ્સ, ગો ટુ વિલેજ જેવા કનેક્ટીંગ અભિયાન ચલાવી રહી છે. જેનાથી તેમનું ષડયંત્ર તુટી રહ્યું છે. જેમ કોંગ્રેસની ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિનો નાશ થઈ રહ્યો છે, તેમ કોંગ્રેસનો પણ નાશ થઈ રહ્યો છે.
Congress party focused on looting Manipur. They were so involved in looting the state that they never had time to work for people. The leaders of BJP stay among Manipuri people and work with them for their growth: PM Modi addressing a virtual rally in Manipur pic.twitter.com/zomy7rVuxu
— ANI (@ANI) March 1, 2022
તેમણે કહ્યું કે મણિપુર, જે એક સમયે અહીંની સરકારો દ્વારા બોમ્બ અને નાકાબંધીમાં કેદ હતું, ત્યારે મણિપુર આજે સમગ્ર ભારત માટે નિકાસ અને આંતરરાષ્ટ્રીય વેપારનું પ્રવેશદ્વાર બની રહ્યું છે. મણિપુર હંમેશાથી ભારતની એકતા અને અખંડતાનું પ્રતિનિધિત્વ કરતું રહ્યું છે. અહીંના લોકોએ આઝાદીની લડાઈમાં પોતાનું બલિદાન આપ્યું હતું પણ કોંગેસે મણિપુરના આ ઈતિહાસને આ બલિદાનો અને નેતાજીને ક્યારેય સાચા મનથી શ્રદ્ધાજંલિ આપી નથી. કોંગ્રેસ પર નિશાનો સાધતા વડાપ્રધાન મોદી બોલ્યા કે કોંગ્રેસે મણિપુરનો વિકાસ નથી કર્યો પણ મણિપુરને શાંતિ અને સમૃદ્ધિથી દૂર રાખ્યું.
તેમને કહ્યું કે આજે નવા મણિપુરની ઓળખ સ્કિલ, સ્ટાર્ટઅપ અને સ્પોર્ટસથી થઈ રહી છે. રાજ્ય સરકારે 5,500થી વધારે સ્ટાર્ટઅપને મદદ આપી છે. આવનારા સમયમાં અમારી સરકાર 100 કરોડ રૂપિયાના મણિપુર સ્ટાર્ટ અપ ફંડ પણ બનાવશે. તેમને એ પણ કહ્યું કે ડબલ એન્જિનની સરકાર આગામી કાર્યકાળમાં મણિપુરમાં એઈમ્સની સ્થાપના પણ કરશે. વડાપ્રધાને છેલ્લે મણિપુરની જનતાને 5 તારીખે મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી. તેમને કહ્યું તમે મોટી સંખ્યામાં મતદાન કરો. મણિપુરની શાંતિ માટે મતદાન કરો. વિકાસ માટે મતદાન કરો અને મણિપુરના ભવિષ્ય માટે મતદાન કરો.
આ પણ વાંચો: Russia-Ukraine War: યુદ્ધનાં માહોલ વચ્ચે ભારતીય વિધાર્થીનીના જન્મદિવસની ઉજવણી, Video થયો વાયરલ
આ પણ વાંચો: Surat : ઐતિહાસિક હોપ પુલનો એક સ્પાન જોવા મળશે પાલના લેક ગાર્ડનમાં, લોકો જોઈ રહ્યા છે આતુરતાથી રાહ
Published On - 12:59 pm, Tue, 1 March 22