MP Political Breaking: ટિકિટની વહેંચણી પહેલા જ સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે જામી ગઈ

મધ્ય પ્રદેશ કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં 230માંથી 150થી વધુ સીટો પર 10 કલાકની મેરેથોન ચર્ચા થઈ જો કે સૌથી મોટી વાત એ છે કે 100 બેઠકો માટે માત્ર એક જ નામ કેન્દ્રીય ચૂંટણી સમિતિને મોકલવાનું છે. મતલબ કે 230 સીટોમાંથી સ્ક્રીનીંગ કમિટીએ 100 સીટો માટે ઉમેદવાર નક્કી કર્યા છે.

MP Political Breaking: ટિકિટની વહેંચણી પહેલા જ સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે જામી ગઈ
Madhya Pradesh: Clash between two veteran Congress leaders in screening committee meeting (File)
| Edited By: | Updated on: Oct 04, 2023 | 7:34 AM

મધ્યપ્રદેશમાં ચૂંટણીઓના પડઘમ વાગી ચુક્યા છે ઓઅને જીતના પડકારો વચ્ચે કોંગ્રેસ માટે આજકાલ ટિકીટ વહેંચણીનો નવો પડકાર સામે આવ્યો ચે કે જેમાં કોંગ્રેસના જ બે દિગ્ગજો વચ્ચે જામી પડી હોવાનો સમાચાર બહાર આવી રહ્યા છે. કોંગ્રેસની સ્ક્રિનીંગ કમિટીની બેઠકમાં ભીડી ગયેલા બે સિનિયર કોંગ્રેસીઓ વચ્ચે સ્ક્રીનિંગ કમિટીના ચેરમેન જીતેન્દ્ર સિંહે મધ્યસ્થી કરાવવી પડી હતી. કહેવાની જરૂર નથી કે આ નેતાઓ કમલનાથ અને દિગ્વિજય સિંહ હતા.

મંગળવારે દિલ્હી વોર રૂમમાં યોજાયેલી સ્ક્રીનિંગ કમિટીની બેઠક દરમિયાન  સૂત્રોના જણાવ્યા અનુસાર, વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે અન્ય નેતાઓએ કમલનાથ-દિગ્વિજય સિંહ જૂથની સામે પ્રદેશ મુજબ ટિકિટ વિતરણની માંગ ઉઠાવી. જણાવવું રહ્યું કે કોંગ્રેસ રાજકીય બેઠકો તેની 15 ગુરુદ્વારા રકાબગંજ રોડ પર આવેલા વોર રૂમમાં યોજતું રહ્યું છે.

મંગળવારે વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ ફાઇનલ કરતા પહેલા ઉમેદવારોના નામ પર ચર્ચા થવાની હતી. પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ, સાંસદ દિગ્વિજય સિંહ, વિપક્ષના નેતા ગોવિંદ સિંહ, પ્રભારી રણદીપ સુરજેવાલા, કાર્યકારી અધ્યક્ષ જીતુ પટવારી, અજય સિંહ, સ્ક્રીનિંગ કમિટીના અધ્યક્ષ ભવર જિતેન્દ્ર સિંહ અને અન્ય મોટા નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી.

9 કલાક કરતા વધારે સમય સુધી ચાલેલી આ બેઠકની શરૂઆતમાં જ કારોબારી અધ્યક્ષ જીતુ પટવારી એ પોતાની ફરિયાદોનું પોટલું કમિટિ સમક્ષ ખોલ્યું હતું અને હંગામાની શરૂઆત થઈ હતી. તેમણે તો ત્યાં સુધી કહી દીધુ કે ટિકિટ વિતરણમાં તેમના રાજકીય કદ મુજબ તેમને મહત્વ આપવામાં આવતું નથી. રાજ્યભરમાં ટિકિટ માટે તેમના નામોની યાદી સબમિટ કર્યા બાદ તેઓ ઈન્દોર જવા રવાના થયા હતા.

આ વિવાદ વચ્ચે સિનિયર કોંગ્રેસી નેતા કમલનાથે કહ્યું કે પ્રદેશ નેતાઓએ પોતપોતાના વિસ્તારમાંથી ઉમેદવારોની યાદી જ આપવાનું રાખવું જોઈએ તેનાથી વધારે વિચારવું જોઈએ નહી જે સામે વિપક્ષના નેતા ગોવિંદ સિંહ અને પૂર્વ રાષ્ટ્રપતિ અરુણ યાદવે આ બાબત સામે વિરોધ દર્શાવ્યો હતો.

કમલનાથ અને દિગ્વિજય સિંહની એક જ પીચ પર બેટીંગ

જણાવવાની જરૂર નથી કે કમલનાથ અને દિગ્વિજય સિંહની જોડી, જે એક જ પીચ પર બેટિંગ કરી રહી હતી તે બંને ટિકિટ વિતરણમાં પ્રભુત્વ મેળવવા અને દબદબો કાયમ રાખવા માટે મહેનત કરતા જોવા મળ્યા હતા. કમલનાથ અને દિગ્વિજય ત્યારે ચોંકી ગયા જ્યારે અર્જુન સિંહના પુત્ર અને શક્તિશાળી નેતા, ભૂતપૂર્વ વિપક્ષી નેતા અજય સિંહ ઉર્ફે રાહુલ ભૈયાએ બેઠકમાં પ્રસ્તાવ મૂક્યો.

અજય સિંહે કહ્યું કે જો અમને રાજ્યમાં કોઈ ચોક્કસ પ્રદેશના નેતા તરીકે ગણવામાં આવે છે, તો તે મુજબ ઓછામાં ઓછી ટિકિટોની વહેંચણી થવી જોઈએ અને તેમાં કોઈ દખલ ન થવી જોઈએ. રાજકીય ચાલ બેકફાયર થઈ રહી છે તે જોઈને કમલનાથે આનો વિરોધ કર્યો. જે બાદ સભાનું વાતાવરણ ગરમાયું હતું.

સ્ક્રીનિંગ કમિટીના ચેરમેન જીતેન્દ્ર સિંહે બધાને શાંત કર્યા

બગડતું વાતાવરણ જોઈને સ્ક્રીનિંગ કમિટીના ચેરમેન જીતેન્દ્ર સિંહે બધાને શાંત કર્યા અને વચ્ચેનો રસ્તો કાઢવાનો પ્રયાસ કર્યો. તેમણે કમલનાથ અને અન્ય નેતાઓને ઠંડક આપી હતી. આ અંગે ખુલાસો કરતાં તેમણે કહ્યું કે, દરેકને તેમના નામ આપવા દો, બાકીનો નિર્ણય જીતના આધારે થશે.

સૂત્રો પાસેથી મળેલી એક્સક્લુઝિવ માહિતી અનુસાર, મધ્ય પ્રદેશ કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં 230માંથી 150થી વધુ સીટો પર 10 કલાકની મેરેથોન ચર્ચા થઈ જો કે સૌથી મોટી વાત એ છે કે 100 બેઠકો માટે માત્ર એક જ નામ કેન્દ્રીય ચૂંટણી સમિતિને મોકલવાનું છે. મતલબ કે 230 સીટોમાંથી સ્ક્રીનીંગ કમિટીએ 100 સીટો માટે ઉમેદવાર નક્કી કર્યા છે.

આ 100 નામોને મંજૂરી આપવા માટે 7 ઓક્ટોબરે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાશે, જેમાં અધ્યક્ષ ખડગે, સોનિયા અને અન્યો સહિત સ્ક્રીનિંગ કમિટીના સભ્યો હાજર રહેશે.

Published On - 7:33 am, Wed, 4 October 23