કર્ણાટકની બે ચૂંટણી વચ્ચે કેવા રહ્યા PM મોદીના ભાષણ, બજરંગબલીને લઇને શું કહ્યુ, જાણો તમામ વિગત

|

May 13, 2023 | 4:06 PM

Karantaka Election Result 2023: કર્ણાટકમાં 10 મેના રોજ યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે, જેમાં કોંગ્રેસ 117 બેઠકો પર આગળ છે, જ્યારે ભાજપ 76 સીટો પર પોતાની જગ્યા બનાવી છે. કર્ણાટકમાં યોજાયેલી ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચારમાં ભાગ લેતા રોડ શો અને રેલીઓને સંબોધી હતી.

કર્ણાટકની બે ચૂંટણી વચ્ચે કેવા રહ્યા PM મોદીના ભાષણ, બજરંગબલીને લઇને શું કહ્યુ, જાણો તમામ વિગત
PM Narendra Modi

Follow us on

PM મોદીના કર્ણાટકમાં પ્રચાર દરમિયાન 2018ની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં આ વખતના ભાષણોમાં ઘણો ફેરફાર જોવા મળ્યો હતો. આ વખતે કેટલાક નવા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તો કેટલાક શબ્દોને ભાષણમાં સામેલ જ નહોતા કર્યા.

પીએમના ભાષણમાં કેવા-કેવા ફેરફારો થયા

આ વખતના ભાષણમાં પીએમ મોદીએ બજરંગ બલીનો ઘણી વખત ઉલ્લેખ કર્યો. કેમ કે કોંગ્રેસ પાર્ટીના કર્ણાટક મેનિફેસ્ટોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા અને બજરંગ દળ જેવા સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવાનું વચન આપવામાં આવ્યું હતું અને જેના જવાબમાં પીએમ મોદીએ તેમના ભાષણમાં બજરંગ બલીનો ઘણી વખત ઉપયોગ કર્યો હતો. આ વખતે પીએમ મોદીએ Armed Forcesનો ઉલ્લેખ કર્યો નથી. વર્ષ 2018માં તેમના ભાષણોમાં સર્જિકલ સ્ટ્રાઈક જેવા શબ્દો વધારે બોલાયા હતા. તો આ વખતે તેમના ભાષણમાં Armed Forcesનો કોઈ ઉલ્લેખ જ કર્યો નહોતો.

આ વખતે પીએમે પોતાના ભાષણમાં કર્ણાટકને નંબર વન રાજ્ય બનાવવાની ઘણી વખત વાત કરી. તો બીજી તરફ ડબલ એન્જિન સરકાર જેવા શબ્દોનો ઉલ્લેખ વધારે કરવામાં આવ્યો હતો. પીએમએ તેમના ભાષણમાં જનતાને કેન્દ્ર અને રાજ્યમાં સમાન સરકાર હોવાના ફાયદા વિશે પણ જણાવ્યું.

Chanakya Niti : તમારા આ રહસ્યો ક્યારેય કોઇને ન જણાવતા, નહીંતર પસ્તાવુ પડશે
Plant in pot : મરચાના છોડનો વિકાસ અટકી ગયો છે ? આ ટીપ્સ અપનાવો
Ambani Surname History : એશિયાના સૌથી ધનવાન પરિવાર એવા અંબાણી સરનેમનો ઈતિહાસ જાણો
1000 રુપિયામાં મળી રહ્યું હરતુ-ફરતુ Cooler ! ગમે ત્યાં લઈને ફરી શકશો
કોન્ડોમ અસ્તિત્વમાં આવતા પહેલા લોકો કેવી રીતે ગર્ભાવસ્થા અટકાવતા હતા?
Vastu Tips: ઘરમાં ચામાચીડિયાનું આવવું શુભ કે અશુભ? કઈ વાતનો મળે છે સંકેત

આ પણ વાંચો: Karnataka Election Result: ઈતના સન્નાટા ક્યું હૈ ભાઈ, કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતા સોશિયલ મીડિયા પર મીમ્સ વાયરલ

આ વખતે વડાપ્રધાનના ભાષણમાં ‘સ્પેસ રિસર્ચ’ અને ‘રોકેટ ટેક્નોલોજી’ જેવા શબ્દો આવ્યા. પીએમ મોદીએ તેમના ભાષણમાં ખેડૂતોના કલ્યાણ, મહિલા સશક્તિકરણ અને યુવાનો માટે વધુ તકો સુનિશ્ચિત કરવાની વાત કરી હતી. પીએમએ સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા માટે સરકારના પ્રયાસો પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે એક ભાષણમાં કહ્યું, ડેટા દર્શાવે છે કે તાજેતરના વર્ષોમાં બેંગલુરુ સ્ટાર્ટઅપ્સનું હબ રહ્યું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 3:09 pm, Sat, 13 May 23