Karnataka: બાળકો સાથે રમૂજ કરતા જોવા મળ્યા વડાપ્રધાન મોદી, બાળકોને પૂછ્યુ કોઈને વડાપ્રધાન નથી બનવું?

આ પછી પીએમ મોદીએ બાળકોને પોતાના હાથથી કોઈ ખાસ આકાર બનાવવા કહ્યું. જે બાદ બાળકો તેમને જોઈને આવું કરવા લાગ્યા. આ પછી પીએમે બાળકોને પૂછ્યું કે શું તેઓ બધા ભણશે?

Karnataka: બાળકો સાથે રમૂજ કરતા જોવા મળ્યા વડાપ્રધાન મોદી, બાળકોને પૂછ્યુ કોઈને વડાપ્રધાન નથી બનવું?
Karnataka PM Modi had a light hearted interaction with children
| Edited By: | Updated on: May 02, 2023 | 11:18 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ભાજપ કોઈપણ સંજોગોમાં કર્ણાટકમાં સત્તામાં પાછા ફરવા માંગે છે. આવી સ્થિતિમાં પાર્ટીના તમામ નેતાઓ પુરી તાકાતથી ચૂંટણી પ્રચારમાં દિવસ-રાત લગાવી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીનો એક વીડિયો સામે આવી રહ્યો છે, જેમાં તેઓ નાના બાળકો સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે.

પીએમ નરેન્દ્ર મોદી રસ્તાની બાજુમાં વાયરની બાઉન્ડ્રી પર ઉભેલા નાના બાળકો પાસે પહોંચ્યા. આ દરમિયાન તેમણે બાળકો સાથે રમુજી રીતે વાત કરી. પીએમ મોદીએ સૌથી પહેલા નાના બાળકોને જોયા અને પૂછ્યુ કે તમે બધા શાળાએ જાવ છો? બાળકોએ પીએમને ઉત્સાહથી જવાબ આપ્યો કે હા બધા શાળાએ જઈએ છીએ.

આ પછી પીએમ મોદીએ બાળકોને પોતાના હાથથી કોઈ ખાસ આકાર બનાવવા કહ્યું. જે બાદ બાળકો તેમને જોઈને આવું કરવા લાગ્યા. આ પછી પીએમે બાળકોને પૂછ્યું કે શું તેઓ બધા ભણશે? તેના પર બાળકોએ કહ્યું કે તેઓ તમામ અભ્યાસ કરશે તો PM એ બાળકોને ફરી એક મોટો સવાલ પૂછ્યો કે, તેઓ મોટા થઈને શું બનવા ઈચ્છે છે?

આ પણ વાંચો: IAFના સુખોઈ-30MKI અને રાફેલ આંતરરાષ્ટ્રીય યુદ્ધ અભ્યાસમાં સામેલ, આ દેશો સાથે ઉડાન ભરશે

આ સવાલના જવાબમાં એક-બે બાળકો પહેલા તો શાંત રહ્યા, પરંતુ પાછળથી કેટલાક બાળકોએ જવાબ આપ્યો કે તેઓ પોલીસ, ડોક્ટર બનશે. એક બાળકે પીએમને કહ્યું કે તે મોટો થઈને પીએમ મોદીનો સિક્યુરિટી ગાર્ડ બનશે. આ સવાલના જવાબની વચ્ચે પીએમ મોદીએ ફરીથી બાળકોને પૂછ્યું કે શું તેમને પીએમ બનવાનું મન નથી થતું? તેના પર એક બાળકે કહ્યું કે તે પીએમ મોદી જેવો બનવા માંગે છે.

તમને જણાવી દઈએ કે આ પછી પીએમ મોદીએ અહીં રોડ શો કર્યો, જેમાં હજારો લોકો એકઠા થયા હતા. રોડ શોમાં લોકોએ પીએમ મોદી પર ફૂલોની વર્ષા કરી હતી, જેમાં પીએમ મોદીએ હાથ મિલાવીને સૌનું અભિવાદન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ જનસભાને પણ સંબોધી હતી અને રાજ્યમાં ભાજપની સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…