
Karnataka Election 2023: કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કર્ણાટકમાં ફરી એકવાર ભાજપે કમળને ખીલવવા માટે જોરદાર પ્રચાર શરૂ કર્યા છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023ને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવાર (29 એપ્રિલ)થી ચૂંટણીનું બ્યુગલ વગાડવા જઈ રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન બે દિવસમાં 6 રેલી અને બે રોડ શો કરશે. પીએમ મોદી ઉપરાંત ભાજપના દિગ્ગજ નેતાઓ અમિત શાહ, જગત પ્રકાશ નડ્ડા, રાજનાથ, શિવરાજ સિંહ ચૌહાણ અને યોગી આદિત્યનાથ પણ કર્ણાટકમાં રોડ શો અને રેલીઓ કરશે.
PM મોદી શનિવારે (29 એપ્રિલ) બે દિવસીય પ્રવાસ પર કર્ણાટક પહોંચી રહ્યા છે. વડાપ્રધાન તેમના કાર્યક્રમ મુજબ શનિવારે સવારે 11 વાગે હુમનાબાદ પહોંચશે. ત્યારબાદ બપોરે 1 વાગ્યે વિજયપુરા અને 2.45 વાગ્યે કુડાચીમાં રેલીને સંબોધશે. આ રેલીઓ પછી પીએમ મોદી સાંજે બેંગ્લોર જશે, જ્યાં તેઓ મેગા રોડ શો કરશે.
આ પણ વાંચો :Brij Bhushan Sharan Singh: Pocso Act હેઠળ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે FIR, વિદેશ સુધી થશે તપાસ
30 એપ્રિલના રોજ સવારે 11.30 વાગ્યે કોલારમાં વડાપ્રધાન મોદીની જાહેર સભા છે. આ પછી બપોરે 1.30 વાગ્યે રામનગર જિલ્લાના ચન્નાપટનામાં રેલી યોજાશે. રામનગર બાદ પીએમ હાસનના બેલુર જશે જ્યાં તેઓ બપોરે 3.45 કલાકે લોકોને સંબોધિત કરશે. પીએમ મોદી રવિવારે સાંજે ટીપુ સુલતાનના શહેર મૈસૂરમાં હશે. મૈસૂરમાં વડાપ્રધાન રોડ શો દ્વારા ભાજપ માટે વોટ માંગશે.
કર્ણાટકમાં પીએમ મોદીની રેલીઓ એવા સમયે શરૂ થઈ રહી છે, જ્યારે વોટિંગને માત્ર 10 દિવસ બાકી છે. આવી સ્થિતિમાં ભાજપને આશા છે કે તેમનું આ ટ્રમ્પ કાર્ડ આ વખતે પણ ચૂંટણી જંગને તેના પક્ષમાં ફેરવશે. કર્ણાટકમાં 224 સીટોવાળી વિધાનસભા માટે એક જ તબક્કામાં મતદાન થવાનું છે. ચૂંટણીના પરિણામો 13 મેના રોજ જાહેર કરવામાં આવશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…