Who will be Karnataka CM: કર્ણાટકના મુખ્યમંત્રી અંગે નિર્ણય માટે 3 નિરીક્ષકો, 3 દિવસમાં ચિત્ર થશે સ્પષ્ટ

|

May 14, 2023 | 5:52 PM

Karnataka CM: 13 મેના રોજ ચૂંટણી પરિણામો અનુસાર કોંગ્રેસ પાર્ટીને બહુમતી મળી છે. આ વર્ષે કોંગ્રેસને 136 બેઠક, ભાજપને 65 બેઠક, જનતા દલને 19 બેઠક અને અન્ય પાર્ટીઓને 4 બેઠક મળી હતી. બહુમતી મળ્યા બાદ હવે કોંગ્રેસ પાર્ટીમાંથી મુખ્યમંત્રી કોણ બનશે તેના માટે મનોમંથન શરુ થયું છે. 

Who will be Karnataka CM: કર્ણાટકના મુખ્યમંત્રી અંગે નિર્ણય માટે 3 નિરીક્ષકો, 3 દિવસમાં ચિત્ર થશે સ્પષ્ટ
Karnataka Assembly Election 2023

Follow us on

કર્ણાટક રાજ્ય માટે ગઈકાલે મહત્વનો દિવસ હતો. 10 મેના રોજ રેકોર્ડતોડ 73.19 ટકા મતદાન થયા બાદ 13 મેના રોજ ચૂંટણી પરિણામો અનુસાર કોંગ્રેસ પાર્ટીને બહુમતી મળી છે. આ વર્ષે કોંગ્રેસને 136 બેઠક, ભાજપને 65 બેઠક, જનતા દલને 19 બેઠક અને અન્ય પાર્ટીઓને 4 બેઠક મળી હતી. બહુમતી મળ્યા બાદ હવે કોંગ્રેસ પાર્ટીમાંથી મુખ્યમંત્રી કોણ બનશે તેના માટે મનોમંથન શરુ થયું છે.

કર્ણાટકમાં 2615 ઉમેદવારોનું ભવિષ્ય EVMમાં કેદ થયું હતું. ભાજપે દરેક સીટ પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા, જ્યારે કોંગ્રેસે 221 સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. JDSએ 208 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા. કોઈપણ એક્ઝિટ પોલના આંકડા સરખા જોવા મળ્યા નથી. જોકે તમામ એક્ઝિટ પોલે કોંગ્રેસને વધારે બેઠક મળશે તેની આગાહી કરી હતી.

મુખ્યમંત્રી અંગે નિર્ણય માટે 3 નિરીક્ષકો

કોંગ્રેસ પાર્ટી એ કર્ણાટકમાં મુખ્યમંત્રીના નિર્ણય માટે 3 નિરિક્ષકોને પસંદ કર્યાં છે. તેઓ સાચું આકંલન કરીને ત્રણ દિવસની અંદર પોતાનો રિપોર્ટ સોંપશે. મળતી માહિતી અનુસાર ત્રણ-ચાર દિવસમાં મુખ્યમંત્રી માટે કોનું શપથગ્રહણ થશે તેનું એલાન થશે. આ બધા વચ્ચે કર્ણાટક આવેલા કોંગ્રેસના મહાસચિવ અને મીડિયા પ્રભારી નેતા જયરામ રમેશએ TV9 સાથે વાતચીત કરી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તેમણે જણાવ્યું કે, આ કોંગ્રેસ અને કર્ણાટકની જનતાની જીત છે. ભારત જોડો યાત્રા સમયે આ જીતનો પાયો નાખવામાં આવ્યો હતો. આ યાત્રાથી પાર્ટી એક થઈ, પાર્ટીમાં અનુશાસન અને કાર્યકત્રાઓમાં જોશ આવ્યો. અમારા અધ્યક્ષનો કર્ણાટકની રાજનીતિમાં 50 વર્ષનો અનુભવ કામ લાગ્યો.

તેમણે આગળ જણાવ્યું કે, કર્ણાટકમાં મુખ્યમંત્રીને લઈને પાર્ટીમાં કોઈ ઝઘડો નથી. સૌ સાથે મળીને તેનો નિર્ણય કરશે. નિરિક્ષકો આવી ગયા છે, સાંજે બેઠક થશે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે દિલ્હી ગયા છે અને સોમવારે સાંજ સુધીમાં પરત ફરશે. આવનારા 3-4 દિવસમાં મુખ્યમંત્રી અને મંત્રીમંડળની તસ્વીર સાફ થશે. કર્ણાટકમાં ભાજપની હાર એ મોદીની હાર છે.

કર્ણાટકમાં 38 વર્ષથી સત્તાનું પુનરાવર્તન થયું નથી

રાજ્યમાં 38 વર્ષથી સત્તાનું પુનરાવર્તન થયું નથી. છેલ્લી વખત રામકૃષ્ણ હેગડેની આગેવાની હેઠળની જનતા પાર્ટી 1985માં સત્તા પર હતી ત્યારે ચૂંટણી જીતી હતી. એ જ સમયે છેલ્લી પાંચ ચૂંટણી (1999, 2004, 2008, 2013 અને 2018)માંથી એક પક્ષને માત્ર બે વાર (1999, 2013) બહુમતી મળી. 2004, 2008, 2018માં ભાજપ સૌથી મોટી પાર્ટી બની. તેમણે બહારના સમર્થનથી સરકાર બનાવી.

કર્ણાટકના મતદાતાઓ એ પોતાના માટે એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. કર્ણાટક ચૂંટણી 2023 માટે અંતિમ મતદાન 73.19 ટકા થયુ હતુ. જે હમણા સુધીનું સૌથી ઊંચુ મતદાન છે. વર્ષ 2018 અને 2013 માં અનુક્રમે 72.36% અને 71.83%  મતદાન થયું હતું.

 

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article