Viral Video: કર્ણાટકમાં કોંગ્રેસની જીત પર ‘Pakistan ઝિંદાબાદ’ના લાગ્યા નારા, પોલીસે નોંધી FIR

|

May 14, 2023 | 6:49 PM

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનોના સભ્યોએ આરોપીઓ સામે કાર્યવાહીની માંગ સાથે પોલીસની બહાર ધરણા કર્યા હતા. પોલીસે કેસ નોંધ્યો છે.

Viral Video: કર્ણાટકમાં કોંગ્રેસની જીત પર Pakistan ઝિંદાબાદના લાગ્યા નારા, પોલીસે નોંધી FIR
Image Credit source: Twitter

Follow us on

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ જંગી જીત મેળવી છે. કોંગ્રેસે 224 બેઠકોમાંથી 136 બેઠકો પર પોતાનો ઝંડો લહેરાવ્યો હતો, જ્યારે ભાજપે 65 બેઠકો જીતી હતી. જો વોટ ટકાવારીની વાત કરીએ તો કોંગ્રેસને લગભગ 43% જ્યારે ભાજપને 36% વોટ મળ્યા છે.

આ પણ વાચો: Viral Video: રસ્તા વચ્ચે માતાએ દીકરાને ધોઈ નાખ્યો, દરેક માતા-પિતાએ આ વીડિયો જોવો જ જોઈએ

શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?

આ જંગી જીત બાદ પાર્ટીના કાર્યકરો અને સમર્થકોએ ઉજવણી કરી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન કેટલાક અજાણ્યા લોકોએ બેલાગવી જિલ્લામાં મતગણતરી કેન્દ્રની બહાર વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર કર્યા હતા, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મતગણતરી કેન્દ્રની બહાર અજાણ્યા લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા

આ વીડિયો બેલગવી જિલ્લાના તિલકવાડી પોલીસ સ્ટેશનનો છે. અહીંના મતગણતરી કેન્દ્રની બહાર કેટલાક અજાણ્યા લોકોએ ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો પણ હાજર હતા. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે કોંગ્રેસની જીતવાનું શરૂ થયુ ત્યારે સમર્થકોએ જીતનો જશ્ન મનાવવાનું શરૂ કર્યું, આ દરમિયાન કેટલાક લોકોએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.

 

 

કલમ 153 હેઠળ અજાણ્યા લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનોના સભ્યોએ આરોપીઓ સામે કાર્યવાહીની માંગ સાથે પોલીસની બહાર ધરણા કર્યા હતા. પોલીસે કેસ નોંધ્યો છે. તે જ સમયે, આઈપીસીની કલમ 153 હેઠળ અજાણ્યા લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

મહત્વનું છે કે, કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર બનાવવામાં સફળ રહી છે અને ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, ભાજપે પોતાની હાર સ્વીકારી હતી અને કર્ણાટકના મુખ્યમંત્રીએ રાજ્યપાલને પોતાનું રાજીનામુ રાત્રે સોપી દીધુ હતું. કર્ણાટકમાં ઘણા વર્ષો બાદ આટલી વધારે સીટો કોઈ પાર્ટીને મળી છે આ પહેલા પણ કોંગ્રેસને જ વધારે સીટો મળી હતી.

 

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Next Article