પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીમાં (Assembly Election 2022) મતદાન પ્રક્રિયા આજે સમાપ્ત થશે. ઉત્તર પ્રદેશમાં આજે સાતમા અને છેલ્લા તબક્કામાં મતદાન (Voting In Uttar Pradesh) ચાલી રહ્યું છે. છેલ્લા તબક્કામાં યુપીના 9 જિલ્લાની 54 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. સોમવારે, રાજ્યના 9 જિલ્લાઓ જ્યાં 54 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. તેમાં વારાણસી, ગાઝીપુર, ચંદૌલી, જૌનપુર, આઝમગઢ, મઉ, મિર્ઝાપુર, સોનભદ્ર અને ભદોહીનો સમાવેશ થાય છે. ચૂંટણી બાદ હવે લોકો એક્ઝિટ પોલની (Exit Poll) રાહ જોઈ રહ્યા છે, જેનાથી અંદાજ લગાવી શકાય કે આ વખતે આ રાજ્યોમાં કોની સરકાર બનવા જઈ રહી છે ?
આમ તો આ પાંચ રાજ્યોની ચૂંટણીની મતગણતરી 10મી માર્ચે હાથ ધરાશે. અને આ વખતે જનતાએ કઈ પાર્ટી અને કયા પક્ષના ઉમેદવાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે તે તો તે જ દિવસે સ્પષ્ટ થઈ શકાશે. જો કે, મતગણતરી પહેલા લોકો એક્ઝિટ પોલની પણ રાહ જોઈ રહ્યા હોય છે, જેમાં ઘણી વખત પરિણામનું ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે કે આ વખતે કોની સરકાર બનવા જઈ રહી છે. જોકે, ઘણી વખત એક્ઝિટ પોલ ખોટા પણ આવ્યા છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે આ પાંચ રાજ્યોમાંથી એક્ઝિટ પોલ ક્યારે આવવાનો છે અને એ પણ જણાવીશું કે આ એક્ઝિટ પોલ કેવી રીતે હાથ ધરવામાં આવે છે, જેના પરથી પરિણામનો અંદાજ લગાવવામાં આવે છે.
જ્યારે પણ કોઈપણ રાજ્યમાં વિધાનસભા અથવા લોકસભાની ચૂંટણીઓ યોજાય છે, ત્યારે એક્ઝિટ પોલ દ્વારા મત ગણતરી પહેલા જ કહેવામાં આવે છે કે આ વખતે ચૂંટણી કોણ જીતશે. આ બાબત જાણવા માટે લોકોને પૂછવામાં આવે છે કે તમે કોને મત આપ્યો છે. જ્યારે ચૂંટણી થાય છે, ત્યારે લોકોનો અભિપ્રાય પૂછવામાં આવે છે કે તેઓએ કોને મત આપ્યો છે અને તે અભિપ્રાયોના આધારે, એક પ્રકારે ગણિત બનાવવામાં આવે છે કે આ વખતે કોણ જીતશે. લોકોના અભિપ્રાયના આધારે બનાવેલા ગણિતને એક્ઝિટ પોલ કહેવાય છે.
સરળ શબ્દોમાં કહીએ તો, જ્યારે ચૂંટણી હોય અને લોકો મતદાન કરી પરત આવે, ત્યારે તેમને પૂછવામાં આવે છે કે તમે કોને મત આપ્યો છે. આ પછી લોકોના જવાબના ડેટા એકત્ર કરીને એક ગણતરી કરવામાં આવે છે અને તેના આધારે અંદાજ લગાવવામાં આવે છે કે કઈ પાર્ટીને કેટલી બેઠકો મળી શકે છે?
એક્ઝિટ પોલ્સ ઘણી ન્યૂઝ ચેનલો અથવા સર્વે એજન્સીઓ આ મતદાન કરે છે. તેમની પાસે સેમ્પલ સાઈઝ હોય છે, ઉદાહરણ તરીકે, ધારો કે તેઓએ એક લાખ લોકો સાથે વાત કરી હોય અને તે એક લાખ લોકો પાસેથી મળેલા અભિપ્રાયના આધારે આખરે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હોય છે. એજન્સીઓ દરેક બેઠક દીઠ, કેટલાક લોકો સાથે વાત કરે છે અને તેના આધારે પરિણામનો અંદાજ લગાવે છે. એક્ઝિટ પોલના સેમ્પલ પેપર વગેરે ઘણી બાબતો પર આધાર રાખે છે અને ભૂતકાળમાં ઘણી વખત એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા છે.
તમે ઉતરપ્રદેશ, ગોવા, ઉતરાખંડ, પંજાબ અને મણિપુર રાજ્ય વિધાનસભાની ચૂંટણી અંગે એક્ઝિટ પોલ આજે 7 માર્ચે સાંજે 6 વાગ્યાથી TV9 ગુજરાતી ન્યૂઝ ચેનલ ઉપર લાઈવ જોઈ શકશો.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ