Himachal Pradesh Election update: હિમાચલ પ્રદેશમાં CM પદને લઈ ખેંચાખેંચી, પ્રતિભા સિંહે કહ્યું બીજાના નામ વિચારતા જ નહી, મારી પાસે 25 MLA

|

Dec 09, 2022 | 3:39 PM

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત સાથે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંહ મુખ્યમંત્રી પદની રેસમાં આગળ હોવાનું કહેવાય છે. પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સુખવિંદર સિંહ સુખુ અને વર્તમાન વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા મુકેશ અગ્નિહોત્રી પણ આ રેસમાં સામેલ હોવાનું કહેવાય છે.

Himachal Pradesh Election update: હિમાચલ પ્રદેશમાં CM પદને લઈ ખેંચાખેંચી, પ્રતિભા સિંહે કહ્યું બીજાના નામ વિચારતા જ નહી, મારી પાસે 25 MLA
Pratibha Singh

Follow us on

હિમાચલ પ્રદેશ કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદને લઈને ધમાધમ ચાલી રહી છે અને તેનો ઉકેલ લાવવા માટે કોંગ્રેસને હજુ મેહનત કરવી પડે તેમ લાગી રહ્યું છે. હવે પેચ ત્યાં અટક્યો છે કે 25 ધારાસભ્ય વીરભદ્ર પરીવાર સાથે છે. પ્રતિભા સિંહનું કેહવું છે કે અગર તેમના પરિવારમાંથી સીએમ બનાવવામાં નથી આવતા તો પાર્ટીમાં ફૂટ પડી શકે છે. સ્થાનિક સ્તરે બીજા કોઈને પણ સીએમ બનાવવામાં આવે છે તો તે યોગ્ય નથી. પ્રતિભા સિંહે તો ત્યાં સુધી કીધુ કે 25 ધારાસભ્યો વીરભદ્ર પરિવાર સાથે છે. જો ચૂંટણી વીરભદ્રના નામ પર લડવામાં આવી હતી, તો મુખ્યમંત્રીની ખુરશી પરનો અધિકાર વીરભદ્ર પરિવારનો છે.

મળતી માહિતી મળી રહી છે કે હાઈકમાન્ડ હિમાચલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહને સાંસદ પદ પરથી હટાવીને તેમને મુખ્યમંત્રી બનાવવાના પક્ષમાં નથી. મંડી જિલ્લામાં 10માંથી 9 વિધાનસભા બેઠકો પર કોંગ્રેસનો પરાજય થયો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ હાઈકમાન્ડ મંડી લોકસભા સીટ પર લોકસભા પેટાચૂંટણી ઈચ્છતી નથી. તે જ સમયે, ઓબેરોય હોટલની બહાર વીરભદ્રના સમર્થકો દ્વારા જોરથી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા – “રાણી સાહિબા જેવા આપણા મુખ્યમંત્રી કેવા હોવા જોઈએ”, “રાજા વીરભદ્ર સિંહ દીર્ધાયુષ્ય”.

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત સાથે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંહ મુખ્યમંત્રી પદની રેસમાં આગળ હોવાનું કહેવાય છે. પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સુખવિંદર સિંહ સુખુ અને વર્તમાન વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા મુકેશ અગ્નિહોત્રી પણ આ રેસમાં સામેલ હોવાનું કહેવાય છે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

કોંગ્રેસ માટે મુખ્યમંત્રીના ચહેરા તરીકે એવા નેતાની પસંદગી કરવી પડકારજનક છે, જે પક્ષને આગળ લઈ જઈ શકે અને તેને એકજૂટ રાખી શકે. પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની ટૂંક સમયમાં તેમના નેતાની પસંદગી કરવા માટે બેઠક યોજાશે. જોકે પ્રતિભા સિંહે વિધાનસભાની ચૂંટણી લડી ન હતી અને ધારાસભ્ય પણ નથી, તેમણે રાજ્યભરમાં પાર્ટી માટે વ્યાપક પ્રચાર કર્યો હતો. હાલમાં તેઓ મંડીથી સાંસદ છે. તેણીએ જયરામ ઠાકુરના ગૃહ જિલ્લા મંડીથી લોકસભા પેટાચૂંટણી જીતી હતી.

Published On - 3:39 pm, Fri, 9 December 22

Next Article