Himachal Pradesh Election 2022: હિમાચલવાસીઓ સર્તક રહો, કોંગ્રેસનો ‘હાથ’ માફિયાઓ સાથે, કોંગ્રેસ પર CM યોગીએ કર્યા તીખા પ્રહાર

|

Nov 07, 2022 | 5:57 PM

જનસભાને સંબોધિત કરતી વખતે સીએમ યોગીએ કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. સીએમ યોગીએ કહ્યું કે જો કોંગ્રેસની સરકાર હોત તો શું કાશ્મીરમાંથી કલમ 370 હટાવી શકતી? જો કોંગ્રેસની સરકાર હોત તો અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ શક્યુ હોત?

Himachal Pradesh Election 2022: હિમાચલવાસીઓ સર્તક રહો, કોંગ્રેસનો હાથ માફિયાઓ સાથે, કોંગ્રેસ પર CM યોગીએ કર્યા તીખા પ્રહાર
Image Credit source: TV9 GFX

Follow us on

હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. પાર્ટીના ઉમેદવારના પ્રચાર માટે તમામ પક્ષોના દિગ્ગજ નેતાઓ હિમાચલ પહોંચી રહ્યા છે. આ કડીમાં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ આજે ભાજપના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર માટે હિમાચલ પ્રદેશ પહોંચ્યા હતા. અહીં તેમણે ઉના જિલ્લાના હરોલી વિધાનસભા ક્ષેત્ર, મંડી જિલ્લાના દારંગ વિધાનસભા ક્ષેત્ર અને સોલન જિલ્લાના દૂન વિધાનસભા ક્ષેત્રમાં જાહેર સભાઓ યોજી હતી.

જનસભાને સંબોધિત કરતી વખતે સીએમ યોગીએ કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. સીએમ યોગીએ કહ્યું કે જો કોંગ્રેસની સરકાર હોત તો શું કાશ્મીરમાંથી કલમ 370 હટાવી શકતી? જો કોંગ્રેસની સરકાર હોત તો અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ શક્યુ હોત? તેમણે વર્ષો સુધી શાસન કર્યું, પરંતુ તેમણે આ કામ વિશે વિચાર્યું પણ નહીં. આજે ભાજપ સરકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી અને અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો રસ્તો સાફ થઈ ગયો.

મુશ્કેલી આવતા જ દેશ છોડીને ભાગી જાય છે ‘ભાઈ-બહેન’

સીએમ યોગીએ કહ્યું કે કોંગ્રેસ ન તો દેશનું સન્માન વધારી શકે છે, ન તો દેશની સુરક્ષા વધારી શકે છે, ન વિકાસના કામોને આગળ વધારી શકે છે, ન ગરીબોની કલ્યાણકારી યોજનાઓને આગળ વધારી શકે છે અને ન તો સુખ-દુઃખમાં સહભાગી બની શકે છે. સીએમ યોગીએ કહ્યું કે કોંગ્રેસનો ‘હાથ’ હંમેશા માફિયાઓ સાથે રહ્યો છે. તેથી તમે લોકો તેમની સાથે સાવચેત રહો. જ્યારે પણ દેશમાં કટોકટી આવે છે, ત્યારે બંને ભાઈ-બહેન દેશ છોડીને જતા રહે છે.

ગુજરાતી સિંગર ઈશાનીના અવાજના પડઘા વિદેશોમાં પડે છે , જુઓ ફોટો
Chana Dal : ચણાની દાળ ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસર જોવા મળશે?
અનિલ અંબાણીએ વર્ષો પછી તોડ્યો કમાણીનો રેકોર્ડ, એક વીકમાં 7,100 કરોડની કમાણી
ગુજરાતનું આ શહેર છે સૌથી ગરીબ શહેર
આ છે પાકિસ્તાનના 'અંબાણી', તમે અનિલ અંબાણીનું નામ ભૂલી જશો
જાણીતા ગુજરાતી ગાયક વિજય સુવાળા વિશે જાણો

તમે પીએમ મોદીના નેતૃત્વ પર વિશ્વાસ કર્યો, તેનું પરિણામ સામે છે

સીએમ યોગીએ કહ્યું કે જ્યારે કોંગ્રેસ ન તો તમને સુરક્ષા આપી શકે છે, ન સન્માન આપી શકે છે અને ન વિકાસ કરી શકે છે તો પછી કોંગ્રેસને કેમ પસંદ કરો? સીએમ યોગીએ કહ્યું કે તમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ પર વિશ્વાસ છે અને 500 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બનાવવામાં આવ્યું છે. આજે દેશમાં જે પરિવર્તન દેખાઈ રહ્યું છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને કારણે છે. એક સમયે ઉપેક્ષિત ભારત આજે વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે. આ બધું પીએમ મોદીના કામોને કારણે છે.

Next Article