Gujarat Election 2022 : કોંગ્રસે મુરતિયા જાહેર કર્યા, વાગરામાં સુલેમાન પટેલ રિપીટ તો અંકલેશ્વરમાં બે ભાઈઓ ટકરાશે

|

Nov 11, 2022 | 9:16 AM

ટર્મ કરતા વધુ સમયથી બેઠક ઉપર કબ્જો જમાવી રાખનાર ઠાકોરભાઇ પટેલ પરિવારના એક પુત્રને ભાજપાએ ટિકિટ આપતા કોંગ્રેસે ઈશ્વર પટેલના સગા ભાઈની ઉમેદવારી માટે પસંદગી કરી છે. કોંગ્રેસની યાદી જાહેર થયા બાદ તમામની નજર અંકલેશ્વર બેઠક ઉપર ટકી છે જ્યાં ભાઈ સામે ભાઈ ટકરાશે.

Gujarat Election 2022 : કોંગ્રસે મુરતિયા જાહેર કર્યા, વાગરામાં સુલેમાન પટેલ રિપીટ તો અંકલેશ્વરમાં બે ભાઈઓ ટકરાશે
Congress announced the list of candidates

Follow us on

ભરૂચ જિલ્લામાં ભાજપ બાદ કોંગ્રેસે પણ મુરતિયાઓની યાદી જાહેર કરી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી ભરૂચ અને જંબુસરને બાદ કરતા જિલ્લાની અન્ય ત્રણ બેઠકો માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે. વાગરામાં સુલેમાન પટેલને રિપીટ કરાયા છે, ઝઘડીયામાં યુવા અગ્રણી ફતેસિંહ વસાવાને ઉમેદવારીની તક આપી છે. જયારે 6 ટર્મ કરતા વધુ સમયથી બેઠક ઉપર કબ્જો જમાવી રાખનાર ઠાકોરભાઇ પટેલ પરિવારના એક પુત્રને ભાજપાએ ટિકિટ આપતા કોંગ્રેસે ઈશ્વર પટેલના સગા ભાઈની ઉમેદવારી માટે પસંદગી કરી છે. કોંગ્રેસની યાદી જાહેર થયા બાદ તમામની નજર અંકલેશ્વર બેઠક ઉપર ટકી છે જ્યાં ભાઈ સામે ભાઈ ટકરાશે.

ભરૂચ જિલ્લાની 3 વિધાનસભાના કોંગ્રેસ મુરતિયાઓ આ મુજબ જાહેર થયા છે.

  • સુલેમાન પટેલ – વાગરા વિધાનસભા મત વિસ્તાર

ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં સુલેમાન પટેલ જાણીતું નામ છે. આ બેઠક છેલ્લી બે ટર્મથી ભાજપા ખૂબજ પાતળી સરસાઈથી જીતતું આવ્યું છે. આ બેઠક ઉપર મુસ્લિમ અને કોળી મતદાર સૌથી વધુ છે. વર્ષ 2017 ની ચૂંટણીમાં સુલેમાન પટેલ માત્ર 2686 મતથી પરાજિત થયા હતા. આ સમયે નારાજ મુસ્લિમ નેતાઓએ અપક્ષ ઉમેદવારી કરી સુલેમાન પટેલના વધુ મત કાપ્યા હતા. પરાજય બાદ પણ સુલેમાને મનોબળ ન તોડી બીજી ટર્મ માટે ટિકિટ માંગવાનું ચાલુ રાખ્યું હતું. સુલેમાને કોરોનાકાળમાં સારી કામગીરીથી મતદારોનું દિલ જીત્યું હોવાના દાવા સાથે યાદીમાં રિપીટ કરવા માંગ કરી હતી જે સ્વીકારવામાં આવી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
  • વિજયસિંહ(વલ્લભ) પટેલ – અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તાર

અંકલેશ્વર બેઠક ભાજપા જીતે કે કોંગ્રેસ પણ એ વાત નક્કી છે કે આ સીટ ઉપર માજી ધારાસભ્ય ઠાકોરભાઇ પટેલના પરિવારનો જ કબ્જો રહેશે. ભાજપના 4 ટર્મના ધારાસભ્ય અને માજીમંત્રી ઈશ્વર પટેલ સામે તેમના સગાભાઇ વિજયસિંહ પટેલને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. વિજયસિંહ ઘણા સમયથી તેમના સગાભાઇ ઈશ્વર પટેલથી નારાજ છે. વિજયસિંહે કોંગ્રેસનો ખેસ ધારણ કરી તરત ટિકિટ માટે માંગણી કરી હતી. અંકલેશ્વર – હાંસોટના મતદાર ઠાકોરભાઈ પટેલના પરિવારને સારું માન આપે છે. વિજયસિંહ આ લોકચાહનાના દાવા સાથે ઉમેદવારી કરવા જઈ રહ્યા છે.

  • ફતેસિંહ વસાવા – ઝઘડીયા વિધાનસભા મત વિસ્તાર

યુવા આગેવાન ફતેસિંહ વસાવાને કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે. ફતેસિંહ તાલુકાના પ્રમુખ છે. છોટુ વસાવા ચૂંટણીમાં ઉમેદવારી કરવાના નહિ હોવાના BTP ના નિર્ણય બાદ કોંગ્રેસ વધુ જોર લગાવી રહી છે, છોટુ વસાવા ૭ ટર્મ ધારાસભ્ય રહ્યા છે તોબીજી તરફ આ વિધાનસભામાં મોટેભાગે કોંગ્રેસ બીજા ક્રમે જ રહી છે .ગત ચૂંટણીમાં કોંગ્રેસ સાથે BTP એ ગઠબંધન કર્યું હતું.

Published On - 9:12 am, Fri, 11 November 22

Next Article