Gujarat Election 2022 : ડાંગમાં ચૂંટણી દરમ્યાન 13 ચેકપોસ્ટ ઉભી કરાશે, 2000 થી વધુ પોલીસકર્મીઓ તૈનાત થશે

|

Nov 05, 2022 | 9:18 AM

જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજાએ ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે તે માટે બે હજારથી વધુ પોલીસ અધિકારીઓ, જવાનો અને ૪ જેટલી CRPF કંપનીના જવાનો ફરજઉપર  નિયુક્ત કરાયા હોવાનું જણાવ્યુ હતુ.

Gujarat Election 2022 : ડાંગમાં ચૂંટણી દરમ્યાન 13 ચેકપોસ્ટ ઉભી કરાશે, 2000 થી વધુ પોલીસકર્મીઓ તૈનાત થશે
13 check posts will be set up in Dang

Follow us on

ડાંગ વિધાનસભા મતવિસ્તારની યોજાનારી સામાન્ય ચૂંટણી પુર્ણ પારદર્શકતા સાથે, નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમા યોજાય તે માટે જિલ્લાનુ ચૂંટણી પ્રશાસન સંપૂર્ણ સજ્જ છે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ. ડાંગ જિલ્લા સેવા સદન ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં જિલ્લાકલેકટરે ચૂંટણીલક્ષી વિગતો આપી એપ, હેલ્પલાઇન નંબરો, સ્વીપ એક્ટિવિટી, ગ્રીન મતદાન મથક, મહિલા મતદાન મથક, યુવા મતદાન મથક, પીડબ્લ્યુડી મતદાન મથક, આદર્શ મતદાન મથક, જુદી જુદી સમિતિઓ અને સ્કવોડ જેવી બાબતોની વિગતો રજૂ કરી હતી. કલેકટરે નિષ્પક્ષ, ન્યાયી અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા માટે તમામને સહયોગ આપવાની અપીલ કરી હતી.

13 ચેકપોસ્ટ ઉભી કરાશે

જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજાએ ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે તે માટે બે હજારથી વધુ પોલીસ અધિકારીઓ, જવાનો અને ૪ જેટલી CRPF કંપનીના જવાનો ફરજઉપર  નિયુક્ત કરાયા હોવાનું જણાવ્યુ હતુ. જિલ્લા પોલીસ વડાએ દસ જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટ અને ત્રણ આંતરિક ચેકપોસ્ટ મળી કુલ 13 જેટલી ચેકપોસ્ટ ઉભી કરવામાં કરવામા આવી હોવાનું ઉમેર્યું હતું.  જિલ્લામા અનઅધિકૃત હેરાફેરી ઉપર પણ પોલીસ ચાપતી નજર રાખી રહી છે તેમ જણાવી SP  એ સોશિયલ મીડિયા અને ફેક ન્યુઝ જેવી બાબતોએ પણ વિશેષ તકેદારી દાખવવામા આવી રહી હોવાનું વધુમા ઉમેર્યું હતુ.

બેઠક દરમિયાન ખર્ચના નોડલ ઓફિસર એવા જિલ્લા વિકાસ અધિકારી ડો.વિપિન ગર્ગએ તેમની કામગીરીની બાબતો રજૂ કરી હતી. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેકટર પી.એ.ગાવિત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ. ડી. ચૌધરી, ચૂંટણી મામલતદાર મેહુલ ભરવાડ સહિત મીડિયા કમિટીના નોડલ ઓફિસર અને સહાયક માહિતી નિયામક મનોજ ખેંગાર ઉપસ્થિત રહ્યા હતા.

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામા કુલ 335 જેટલા મતદાન મથકો પર 1 લાખ 93 હજાર 257 મતદારો સહિત 41  સેવા મતદારો મળી કુલ 1 લાખ 93 હજાર 298 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

7 સખી મતદાન મથક ઉભા કરાશે

સ્ત્રી પુરુષ સમાનતાનો સંદેશ અને પર્યાવરણ જાળવણી અંગે લોકોને સંદેશ મળે તે હેતુ સાથે 7 જેટલા સખી બુથ રહેશે જે બુથ 100 ટકા મહિલા સંચાલિત રહેશે સાથે 1 બુથ 100 ટકા ઇકો ફ્રેન્ડલી બુથ હશે જેમાં ઉપયોગમાં આવતી તમામ સામગ્રી ઇકો ફ્રેન્ડલી લેવામાં આવશે.

Next Article