Gujarat Election: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવતીકાલે આવશે ગુજરાત, પોતાના મત વિસ્તારના કાર્યક્રમોમાં આપશે હાજરી

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) આવતીકાલે એટલે કે 25 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવવાના છે. 26 સપ્ટેમ્બરે અમિત શાહ પોતાના મતવિસ્તાર વિરોચન નગર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે.

Gujarat Election: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવતીકાલે આવશે ગુજરાત, પોતાના મત વિસ્તારના કાર્યક્રમોમાં આપશે હાજરી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે
| Edited By: | Updated on: Sep 25, 2022 | 10:19 AM

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections) નજીક આવી રહી છે ત્યારે અવાર નવાર પ્રધાનમંત્રી મોદીથી માંડીને કેન્દ્રીય કક્ષાના વરિષ્ઠ નેતાઓની ગુજરાત મુલાકાતમાં વધારો થયો છે. વિવિધ પક્ષોના નેતાઓ તેમજ કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતની જનતાને આકર્ષવા માટે વારંવાર ગુજરાતની (Gujarat) મુલાકાત લઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના (Amit Shah) ગુજરાત પ્રવાસ સતત વધી રહ્યા છે. ફરી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવવાના છે. આવતીકાલે એટલે કે 25 સપ્ટેમ્બરે અમિત શાહ ગુજરાતમાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે. તેઓ પોતાના મત વિસ્તારમાં અનેક કાર્યક્રમમાં હાજરી આપશે.

મત વિસ્તારોમાં કાર્યક્રમ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલે એટલે કે 25 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવવાના છે. 26 સપ્ટેમ્બરે અમિત શાહ પોતાના મતવિસ્તાર વિરોચનનગર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે. તેઓ સવારે 9 વાગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણમાં હાજરી આપશે. તો બપોરે 1 વાગે બાવળા ખાતે APMCના સંમેલનમાં હાજરી આપશે. ખારીકટ ફતેવાડી કેનાલના પિયત વિસ્તારને સરદાર સરોવર યોજનામા સમાવેશ આભાર કાર્યક્રમ આપશે હાજરી.

ભાજપ દ્વારા હંમેશા દર્શાવવામાં આવે છે કે તે ખેડૂતો માટે કાર્યરત છે. ત્યારે ખેડૂતોના જેટલા પડતર પ્રશ્નો પૂર્ણ થયા છે, ત્યારે તેને લઇને પણ એક સંમેલન યોજવામાં આવશે. તેની સાથે જ 27 સપ્ટેમ્બરના રોજ અમિત શાહ ગાંધીનગરના કલોલમાં રાજ્ય કામદાર વીમા યોજનાની અદ્યતન 150 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવાના છે. સાથે જ 27 સપ્ટેમ્બરે પોતાના વતન માણસાની મુલાકાત લેશે. તેઓ દર વર્ષે નવરાત્રી દરમિયાન પોતાના વતન માણસા જતા હોય છે અને આ વર્ષે પણ તેઓ માણસમાં સહ પરિવાર નવરાત્રી નિહાળશે.

(વીથ ઇનપુટ- કિંજલ મિશ્રા, ગાંધીનગર)

Published On - 6:10 pm, Sat, 24 September 22