NRIs and 2000 BJP campaigners from USA and 1 lakh committed voters reached Gujarat for voting in Gujarat elections
Image Credit source: TV9 Digital GFX
ગુજરાત ચૂંટણી 2022:
ગુજરાતની ચૂંટણીમા આજે એટલે કે 14 નવેમ્બરે ફોર્મ ભરવાનો પ્રથમ તબક્કાનો છેલ્લો દિવસ છે અને મતદાન 1 ડિસેમ્બરે છે તે વચ્ચે પ્રચાર યુદ્ધે વેગ પકડી લીધો છે. નેતાઓના આવાગમન અને ઉડાઉડ વચ્ચે પાર્ટીઓએ વચનની રેવડીઓ પણ વહેંચવામાં લાગી ગયા છે. હજુતો પક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો સામે ક્યાંક ક્યાંક અસંતોષ ચાલી રહ્યો છે. રિસામણા અને મનામણાની ઉઠાપટક વચ્ચે સમાચાર આવી રહ્યા છે વિદેશથી કે જ્યાંથી મોટી સંખ્યામાં વસતા ગુજરાતીઓ પાતોના મતનું અને વતનનું ઋણ ઉતારવા માટે ગુજરાત પહોચી રહ્યા છે. બીજી મોટી વાત અને ન્યૂઝ એ છે કે 2 હજાર જેટલા ભાજપના પ્રચારકો અને સમર્થકો ખાસ પ્રચાર કરવા માટે ગુજરાત પહોચ્યા છે. 1 લાખ જેટલા ગ્રીન કાર્ડ ધારકો વોટ આપવા માટે વિવિધ એરલાઈન્સમાં પહોચી રહ્યા છે અને મોટાભાગના પહોચી ગયા છે.
ગુજરાત ચૂંટણી 2022: ભાજપ અને NRI ગુજરાતી વોટર્સ
ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે અને વિદેશમાં વસનારા ગુજરાતીઓની બે પેઢી એવી છે કે જેણે જુનુ ગુજરાત પણ જોયુ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવ્યા બાદનું પણ ગુજરાત જોયુ છે. વિકાસની રાજનીતિમાં માનનારો વર્ગ અને વિદેશનીતિને પોતાના કાર્યકાળ દરમિયાન તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મજબૂત કરી નાખ્યા બાદ અમેરિકા સાથે ભારતના સંબંધે એક અલગ જ રૂપ અને તાકાત ઉભી કરી દીધી જેનો સીધો ફાયદો સમયાંતરે અમેરિકામાં અને તે સિવાયના દેશમાં વસનારા NRI ગુજરાતીઓને મળવાનો શરૂ થતા જ તેમનું કમિટમેન્ટ પણ પક્ષની સાથે વધવા લાગ્ચું છે. ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપીના નેજા હેઠળ ભાજપે પણ આ મોટા મતદારોને પોતાની વોટબેંકમાં એ રીતે સુરક્ષિત કરી દીધા છે કે જેને લઈને સાંકળા મતોના માર્જીનની હારજીત વાળી સીટ પર આ વખતે આવા મતો ઘણા કામ લાગી શકે છે. પાટીદાર આંદોલન સમયે પણ ભાજપને જીતાડવામાં આવા પાટીદાર મતો ઘણા કામ કરી ગયા હતા.
ગુજરાત ચૂંટણી 2022: લોસએન્જલસથી 1 લાખ ગ્રીનકાર્ડ હોલ્ડર વતનની વાટે
લોસએન્જલસ ખાતે બે દાયકા કરતા વધારે સમયથી વસવાટ કરી રહેલા અને ગુજરાતીઓ સહિત વિદેશમાં કામ કરી રહેલી રાજકીય પાર્ટીઓમાં પણ એક આગવું સ્થાન ધરાવતા ગુજરાતી NRI લીડર્સ સાથે વાત થયા પ્રમાણે આ વખતે મતદારોનું ઝનુન કઈંક અલગ જ લાગી રહ્યું છે. ઈન્ડોકલ્ચરલ સોસાયટી ઓફ નોર્ધન અમેરિકાના પ્રમુખ યોગી પટેલ સાથે આ અંગે વાત કરતા જાણવા મળ્યુ કે 1 લાખ જેટલા ગ્રીનકાર્ડ ધારક ગુજરાતી મતદારો ગુજરાત પહોચવા લાગ્યા છે. અત્યારના તબક્કે વિવિધ એરલાઈન્સમાં હાઉસફુલના પાટીયા લાગી ગયા છે. સિંગાપુર એરલાઈન્સને એક સાથે 15 હજાર લોકોએ ગુજરાત માટે એપ્રોચ કરતા તેમણે 1800 થી 1900 ડોલરની જગ્યાએ 1100 ડોલર સુધીની ટિકીટ પણ કરી આપી હતી. યોગી પટેલ પોતે પણ ઓવરસીઝ ફ્રેન્ડઝ ઓફ બીજેપી લોસએન્જલસના કન્વીનર હોવા સાથે રિપબ્લિક પાર્ટીમાં પણ વર્ચસ્વ ધરાવે છે તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વિકાસના મંત્રને તેમણે સાર્થક કર્યો છે. ગુજરાતમાં નવા નવા લોકોને રાજકારણમાં લાવવાનું શ્રેય આ પાર્ટીને જાય છે. આવા સમયે ગુજરાતમાં એક પાર્ટી દ્વારા કરાઈ રહેલા પ્રચારને ખાળવા માટે આ મતદારો ખાસ મતદાનનનું ઋણ અદા કરવા ગુજરાત પહોચ્યા છે. આ વખતે તેમને ‘આ ગુજરાત મે બનાવ્યું છે સૂત્ર ખુબ આકર્ષિત કરી રહ્યું છે’ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહેનતમાં પોતાનો મત આગળ ધરવા માટે તેમણે મહેનત આદરી છે.
લોસએન્જલસ ખાતે ગુજરાતી સમાજ સાથે જોડાયેલા અને બેન્કીંગ ફાયનાન્સ, તેમજે લોકલ સેરીટોઝ કોલેજમાં આગવું સ્થાન ધરાવતા પરિમલ શાહે ટીવી 9 ડિજિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે લોસએન્જલસથીજ 2000 જેટલા ભાજપના પ્રચારક ગુજરાત પહોચ્યા છે અને સ્તાનિક મતદારો સુધી સત્ય પહોચાડવા માટે ભાજપના પ્રચારમાં જોડાશે. પહેલેથીજ અહીથી કમિટેડ વોટર્સ મોટી સંખ્યામા બેક ટુ બેક નિકળી રહ્યા છે જેથી કોઈ ખોટી પાર્ટીનો ઉમેદવાર ચૂંટાઈને ન આવી જાય.
ગુજરાતમાં ચૂંટણીને લઈ માહોલ બરોબર જામ્યો છે અને ભાજપે તેના NRI મતદારોને હવે મેદાનમાં ઉતાર્યા છે. ટીવી 9 ડિજિટલ સાથે લોસએન્જલસની સી.એન. ટ્રાવેલના સંચાલકોએ પણ વાત કરીને પુષ્ટી કરી છે કે 1 લાખ કરતા વધારે ગ્રીનકાર્ડ ધારકો ગુજરાતમાં મતદાન માટે પહોચ્યા છે અને પોહચી રહ્યા છે ત્યારે બે તબક્કામાં યોજાનારા મતદાનમાં મતદાનની ટકાવવારીથી લઈ પક્ષે ગોઠવેલી સ્ટ્રેટેજીને પણ ખાસ્સી મદદ મળી રહેશે. ગુજરાતમાં ત્રિપાંખીયા જંગના એંધાણ વચ્ચે વતન અને વિચારધારાને એક નવો વેગ આપવાની દિશામાં NRI ગુજરાતીઓની પહેલ આ વખતે ઘણાની દશા અને દિશા ફેરવી નાખે તો નવાઈ નહી.