Gujarat Election : ગૃહપ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ, ઉત્તર ગુજરાતના નેતાઓ સાથે મેરેથોન બેઠક

|

Oct 24, 2022 | 8:52 AM

અમિત શાહ આજે ઉત્તર ગુજરાતના (North Gujarat) ભાજપના સાંસદ, ધારાસભ્યો, પ્રમુખ અને પદાધિકારીઓ સાથે બેઠક કરશે. જેમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર વિસ્તારપૂર્વક વિચાર વિમર્શ થશે.

Gujarat Election : ગૃહપ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ, ઉત્તર ગુજરાતના નેતાઓ સાથે મેરેથોન બેઠક
Amit Shah Gujarat Visit

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) જીતવા તમામ રાજકીય પાર્ટીઓ તનતોડ મહેનત કરી રહી છે. દરેક પક્ષો આગામી ચૂંટણીમાં જીત હાંસલ કરવા એડીચોટી સુધીનું જોર લગાવી રહ્યાં છે. જો કે ચૂંટણીમાં વિપક્ષી પાર્ટીઓ માટે ભાજપના ચૂંટણી રથને રોકવા એ કોઈ પડકારથી ઓછું નથી, ત્યારે ભાજપની જીતને જાળવી રાખવા ખુદ ગૃહપ્રધાન અમિત શાહે (AMit Shah)  મોરચો સંભાળ્યો છે. ગૃહપ્રધાન અમિત શાહ મધ્ય ઝોનની બેઠક પર વિચારવિર્મશ કર્યા બાદ આજે ઉત્તર ઝોનની બેઠક પર મંથન કરશે. અમિત શાહે આજે બનાસકાંઠાના પાલનપુરની મુલાકાતે જશે. અમિત શાહે આજે બનાસકાંઠાના પાલનપુરની મુલાકાતે જશે.. જ્યાં મોરિયા મેડિકલ કૉલેજમાં બેઠકો કરશે..સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધી બેઠકોનો દોર ચાલશે. આ દરમિયાન તેઓ 8 જિલ્લાના 350 જેટલા મહત્વના હોદ્દેદારોને માર્ગદર્શન આપશે. તો ઉત્તર ગુજરાતના (North Gujarat) ભાજપના સાંસદ, ધારાસભ્યો, પ્રમુખ અને પદાધિકારીઓ સાથે બેઠક કરશે. જેમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર વિસ્તારપૂર્વક વિચાર વિમર્શ થશે.

મધ્ય ગુજરાતના નેતાઓ સાથે ચૂંટણી મુદ્દે કરી ચર્ચા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ડાઉન શરૂ થઇ ગયું છે, ગઈકાલે ગૃહ પ્રધાન અમિત શાહે વડોદરાની (Vadodara) ખાનગી હોટેલમાં મધ્ય ઝોનના 7 જિલ્લાઓ 40 વિધાનસભા બેઠકો માટે સમિક્ષા બેઠક યોજી. જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election) મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. અમિત શાહે પક્ષના નેતાઓને ચૂંટણી જીતવા માટે માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે મધ્ય ગુજરાતની તમામ બેઠકો જીતવા લક્ષ્યાંક આપ્યો છે. તો ભાજપ સરકારના (BJP Govt) વિકાસ કાર્યોને ગામે-ગામ પહોંચાડવા નેતાઓ અને કાર્યકરોને સૂચન આપ્યું.

Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી

જીતને જાળવી રાખવા ગૃહપ્રધાન અમિત શાહે મોરચો સંભાળ્યો

તો આ પહેલા દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓની 35 બેઠકો માટે રણનીતિ ઘડવામાં આવી હતી. જેમાં દરેક બેઠક પર પક્ષની સ્થિતિ અંગે ખાસ ચર્ચા કરવામાં આવી. બેઠકમાં ઉમેદવારી પ્રક્રિયાથી લઇને પ્રચાર સુધીની ચર્ચા કરાઇ. આ સાથે ઉમેદવારી પત્ર ભરવાથી લઇને વિજય સરઘસ કાઢવાની તૈયારીઓ અંગે પણ ઉમેદવારોને ખાસ સૂચના અપાઇ છે. અમિત શાહના પ્રવાસને  લઇને સહકારી આગેવાનો પણ હાલ સક્રિય જોવા મળી રહ્યા છે.

Published On - 7:58 am, Mon, 24 October 22

Next Article