Gujarat Election 2022: પ્રથમ તબક્કામાં 2017ની ચૂંટણી કરતા ઓછું મતદાન નોંધાયુ

|

Dec 01, 2022 | 11:58 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં સૌથી વધુ મતદાન તાપીમાં થયું છે, જેમાં 72.32 ટકા મતદાન છે જ્યારે સૌથી ઓછુ મતદાન અમરેલીમાં થયું છે જ્યાં 52.73 ટકા મતદાન થયું છે.

Gujarat Election 2022: પ્રથમ તબક્કામાં 2017ની ચૂંટણી કરતા ઓછું મતદાન નોંધાયુ
Gujarat assembly elections 2022
Image Credit source: TV9

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે, જેમાં સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીમાં 19 જિલ્લાની 89 બેઠકો પર 60  ટકા મતદાન નોંધાયું છે. ત્યારે જો ગત વિધાનસભાના મતદાનની સરખામણી કરીએ તો સરેરાશ 8 ટકા ઓછુ મતદાન થયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં સૌથી વધુ મતદાન નર્મદામાં થયું છે, જેમાં 73.02 ટકા મતદાન છે, જ્યારે સૌથી ઓછુ મતદાન પોરબંદરમાં થયું છે. જ્યાં 53.84 ટકા મતદાન થયું છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠક પર સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન શાંતિપૂણ માહોલમાં થયું હતું.

ગુજરાતમાં મતદાનની ટકાવારીની સરખામણી

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બપોરે ત્રણ  વાગ્યા સુધીમાં 19 જિલ્લાની 89 બેઠકો પર સરેરાશ 48.48 ટકા મતદાન નોંધાયું  હતું. જેમાં આઠ જિલ્લામાં 50 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. જેમાં તાપી- 63.98 ટકા,નર્મદા- 63.95 ટકા, ડાંગ- 58.55 ટકા, વલસાડ- 53.61 ટકા, ભરુચ- 52.87 ટકા, ગીર સોમનાથ- 50.82 ટકા, મોરબી- 53.86 ટકા અને  નવસારી- 54.79 ટકા મતદાન નોંધાયું હતું.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

પ્રથમ તબક્કામાં 60 ટકા થયું મતદાન

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. ત્યારે પ્રથમ તબકક્કામાં 60 ટકા મતદાન થયું છે. જેમાં કુલ 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પ્રથમ તબક્કામાં કુલ 1,24,33,362 પુરૂષ અને 1,15,43,308 મહિલા મતદારો છે. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર ચૂંટણી મેદાનમાં કુલ 788 ઉમેદવારો છે. કુલ 788 ઉમેદવારોમાંથી 70 મહિલા અને 718 પુરૂષ ઉમેદવારોનો સમાવેશ છે. પ્રથમ તબક્કામાં કુલ 339 અપક્ષ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે.

મતદાન મથકો પર વિશેષ વ્યવસ્થા

પ્રથમ તબક્કા માટે 25 હજાર 430 મતદાન મથકો છે અને કુલ 34,324 EVM અને 38,749 VVPAT મશીનોમાં મતદાન થઇ રહ્યુ છે. ચૂંટણી પંચની દેખરેખમાં તમામ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન માટે કુલ 1 લાખ 6 હજાર 963 કર્મીઓ તહેનાત કરાયા હતા. મતદાન બુથ પર વેબ કાસ્ટીંગ માટે વિશેષ સ્ટાફ પણ ખડેપગે હતો.

સવારથી જ લોકો મતદાન કરવા ઉમટ્યા

લોકશાહીના ઉત્સવને વધાવવા માટે મતદારોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્ર -કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાઈ. ત્યાં વહેલી સવારથી જ મતદારોએ લાઇન લગાવી હતી. ઠંડી હોવા છતાં મતદારો સવારે જ મતદાન મથક પર પહોંચી ગયા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

Published On - 7:02 pm, Thu, 1 December 22

Next Article