
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને ચૂંટણીપંચે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં મહેસાણા જિલ્લાની સાત વિધાનસભા બેઠકમાં ચૂંટણીઓ શાંતિપુર્ણ યોજાય તે માટે તંત્ર કટિબધ્ધ બન્યુ છે. આ જિલ્લામાં ચૂંટણી ખર્ચના મોનીટરીંગ માટે જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનથી ટીમો કાર્યરત બની છે. જિલ્લા કક્ષાએ ચૂંટણી ખર્ચ દેખરેખ નિયંત્રણ તેમજ ચૂંટણી આદર્શ આચાર સંહિતાના અસરકારક અમલીકરણ માટે 194 જેટલી નિમણૂક થયલે ટીમો જિલ્લામાં કાર્યરત બની છે. આગામી 05 ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે.
મહેસાણા જિલ્લાની સાત વિધાનસભામાં 20 ખેરાલુ માં 04 એફ.એસ.ટી,10 એસ.એસ.ટી,02 વી.એસ.ટી,02 વીવીટી,01 એ.ટી.12 એમ.સી.સી મળી 31 ટીમો કાર્યરત છે તેમજ 21- ઊંઝામાં 04 એફ.એસ.ટી,10 એસ.એસ.ટી,04 વી.એસ.ટી,04 વીવીટી,01 એ.ટી 08 એમ.સી.સી મળી 31 ટીમો કાર્યરત છે.22 વિસનગરમાં 04 એફ.એસ.ટી,10 એસ.એસ.ટી,02 વી.એસ.ટી,02 વીવીટી,01 એ.ટી 06 એમ.સી.સી મળી 25 ટીમો કાર્યરત છે.23 બેચરાજીમાં 04 એફ.એસ.ટી,10 એસ.એસ.ટી,03 વી.એસ.ટી,02 વીવીટી,01 એ.ટી 09 એમ.સી.સી મળી 29ટીમો કાર્યરત છે.
24 કડી (અ.જા)માં 04 એફ.એસ.ટી,10 એસ.એસ.ટી,05 વી.એસ.ટી,02 વીવીટી,01 એ.ટી 06 એમ.સી.સી મળી 28 ટીમો કાર્યરત છે. 25 મહેસાણામાં 04 એફ.એસ.ટી,10 એસ.એસ.ટી,02 વી.એસ.ટી,02 વીવીટી,01 એ.ટી 06 એમ.સી.સી મળી25ટીમો કાર્યરત છે તેમજ 26 વિજાપુરમાં 04 એફ.એસ.ટી,10 એસ.એસ.ટી,02 વી.એસ.ટી,02 વીવીટી,01 એ.ટી 06 એમ.સી.સી મળી 25 ટીમો કાર્યરત છે.
મહેસાણા જિલ્લાની સાત વિધાનસભા બેઠકો માટે 1730345 મતદારો જિલ્લાના 1869 મતદાન મથકો પરથી મતદાન કરશે. ભારતના ચૂંટણી આયોગ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 ની જાહેરાત બાદ મહેસાણા જિલ્લા ખાતે પાંચમી ડિસેમ્બર 2022 ના રોજ ચુંટણી યોજાનાર છે. જે માટે જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પૈકી ખેરાલુ, ઊંઝા ,વિસનગર, બેચરાજી, કડી ,મહેસાણા અને વિજાપુર બેઠકો માટે જિલ્લાના કુલ 1730345 મતદારો પોતાનો કિંમતી મત જાહેર થયેલા ઉમેદવારો માંથી પસંદ કરતા ઉમેદવારોને આપશે. જિલ્લામાં 894709 પુરુષ મતદારો છે જ્યારે 835593 સ્ત્રી મતદારો છે અને 43 ત્રીજી જાતિના મતદારો છે અને 1605 સેવા મતદારો છે.
આ મતદારો જિલ્લાના 1866 મતદાન મથકો તેમજ 3 મતદાન મથકો પરથી થઈ કુલ 1021 સ્થળો પરથી મતદાન કરશે. આદર્શ ચૂંટણી આચાર સંહિતા હેઠળ મહેસાણાના ઉમેદવારોને પોતાનો કિંમતી મત આપીને મતદાતાઓ લોકશાહીના આ પવિત્ર અવસરનો ઉપયોગ પોતાનો કિંમતી મત આપીને કરશે.
Published On - 6:40 pm, Thu, 10 November 22