રીવાબાએ કહ્યું , જામનગરે મને પુત્રવધૂ તરીકે સ્વીકારી, હું મારી તમામ ફરજો નિભાવીશ

|

Dec 09, 2022 | 10:06 AM

જામનગર જિલ્લાની જામનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉપર રીવાબા જાડેજાએ કોંગ્રેસના બિપેન્દ્ર સિંહ જાડેજાને માત આપી હતી. રિવાબા જાડેજાએ  બી.ઇ. મિકેનીકલ સુધીનો અભ્યાસ  કરેલો છે.

રીવાબાએ કહ્યું , જામનગરે મને પુત્રવધૂ તરીકે સ્વીકારી, હું મારી તમામ ફરજો નિભાવીશ
Reeva baa win in jamnagar

Follow us on

જામનગર ઉત્તર બેઠક ઉપરથી ભાજપના રીવા બા જાડેજાએ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો તો ભાજપના અન્ય ઉમેદવાર દિવ્યેશ અકબરીએ પણ જીત પ્રાપ્ત કરી હતી. ત્યારે રીવાબાએ પોતાને મળેલી જીત બાદ જામનગરની જનતાનો આભાર માન્યો હતો અને નિવેદન આપ્યું હતું કે જામનગરની જનતાએ મને પુત્રવધૂ તરીકે સ્વીકારી તેનો આનંદ છે અને હું નવી નવી બાબતો શીખી રહી છું ત્યારે હવે જીત બાદ હું મારા જનસેવાના કાર્યમાં જોડાઈ જઈશ તે જ સાચો ઋણસ્વીકાર ગણાશે. નોંધનીય છે કે   જામનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉપર જાડેજા સામે જાડેજાનો જંગ હતો કોંગ્રેસના બિપેન્દ્ર સિંહ જાડેજાની હાર થઇ હતી અને રીવાબા જાડેજા જામનગર ઉત્તર બેઠક પરથી 18,914 મતથી જીત નોંધાવી છે.

રીવા બા તેમજ   જામનગર દક્ષિણના ઉમેદવાર દિવ્યેશ અકબરીએ  ભવ્ય જીત મેળવ્યા બાદ શેહરેના મુખ્ય માર્ગો ઉપર  રેલી યોજી હતી  તેમજ  ચાંદીબજાર ચોકમાં જાહેર સભાને સંબોધન   પણ કર્યું હતું . જામનગર જિલ્લાની જામનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉપર રીવાબા જાડેજાએ  કોંગ્રેસના બિપેન્દ્ર સિંહ જાડેજાને માત આપી હતી.  રિવાબા જાડેજાએ  બી.ઇ. મિકેનીકલ સુધીનો અભ્યાસ  કરેલો છે.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

વર્ષ 2017માં હતી આ પરિસ્થિતિ

જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસ ઉમેદવાર જીવણ કુંભારવડિયાને ને હરાવીને જંગી બહુમતીથી જીત મેળવી હતી. જેમાં આ બેઠક પર ભાજપના વિજેતા ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજાને 84,327 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જીવણ કુંભારવડિયાને 43,364 મત મળ્યા હતા.

ભાજપમાં મહિલાની જીતનો દબદબો

તો બીજી તરફ ગોંડલમાં  ગીતાબા જાડેજા એ  43,313 મતથી જીત નોંધાવી હતી અને કોગ્રેસના યતિશભાઇ દેસાઇને હરાવ્યા હતા.

વડોદરા શહેરમાંથી ભાજપે આ વખતે મનીષાબેન રાજીવભાઈ વકીલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. આ વખતે મનીષા વકીલે જીત મેળવી છે જ્યારે કોંગ્રેસની કારમી હાર થઈ છે. મનિષા વકીલ વડોદરા સિટી બેઠક પરથી 130,705 મતથી જીત નોંધાવી છે.

Published On - 10:03 am, Fri, 9 December 22

Next Article