ગુજરાત પ્રદેશ કોંગ્રેસના (Congress) પ્રભારી રઘુ શર્મા (Raghu Sharma) આજે રાજકોટની (Rajkot) મુલાકાતે છે. રઘુ શર્માએ આજે જિલ્લાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે નાગર બોર્ડિંગમાં બેઠક કરી હતી. અને આગામી વિધાનસભાની ચૂંટણીની સમિક્ષા કરી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રઘુ શર્માએ મિડીયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કોંગ્રેસથી નારાજ નેતાઓને સમજાવવા માટેના પ્રયત્નો થઇ રહ્યા છે. અશ્વિન કોતવાલ અને હાર્દિક પટેલ કોંગ્રેસમાં જ છે અને કોંગ્રેસનું નેતૃત્વ તેમને સમજાવવાના પ્રયત્ન કરી રહ્યું છે. જોકે રઘુ શર્માએ પક્ષ પલટા અંગે એવું પણ કહ્યું હતું કે કોઇ પક્ષ છોડીને જવાનું હોય તે હું કઇ રીતે કરી શકું.
રાજકોટનો કાર્યક્રમ પૂર્વઆયોજિત હોવાથી હાર્દિકના કાર્યક્રમ ન ગયો-રઘુ શર્મા
હાર્દિક પટેલની કોંગ્રેસમાં નારાજગી વચ્ચે આજે સોનગઢ ખાતે યુવા સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગે રઘુ શર્માએ કહ્યું હતું કે આ સંમેલનમાં મને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ મારો કાર્યક્રમ પૂર્વ આયોજિત હોવાને કારણે હું ત્યાં પહોંચી શક્યો ન હતો. મહત્વનું છે કે હાર્દિક પટેલના કાર્યક્રમમાં જગદિશ ઠાકોરના પોસ્ટરમાં ફોટો ન હોવાને લઇને વિવાદ થયો હતો. અને હાર્દિક પટેલે પણ કોંગ્રેસના પ્રદેશ નેતૃત્વ સામે નારાજગી વ્યક્ત કરી હતી.
જિલ્લાના કાર્યકર્તાઓ સાથે કરી ચર્ચા
રઘુ શર્મા આજે સવારથી રાજકોટની મુલાકાતે છે,આજે તેઓએ જિલ્લાના તમામ તાલુકાના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. અને વિધાનસભાની ચૂંટણીની સમિક્ષા કરી હતી. રઘુ શર્માની સાથે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા,ઋત્વિજ મકવાણા,ભીખાભાઇ જોષી પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રદુષણ,ખેડૂત,શિક્ષણ અને આરોગ્યની સ્થિતિની સમિક્ષા કરી
રઘુ શર્માએ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરીને ગ્રામ્ય સ્તરે પડતી મુશ્કેલીની સમિક્ષા કરી હતી. રઘુ શર્માએ કહ્યું હતું કે જેતપૂર પંથકમાં પ્રદૂષણની સ્થિતિ ખરાબ છે જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી પડે છે.આ ઉપરાંત ગ્રામ્ય સ્તરે કથળી ગયેલા શિક્ષણ અને આરોગ્યની સ્થિતિની પણ સમિક્ષા કરી હતી.કોંગ્રેસ આગામી દિવસોમાં આ તમામ મુદ્દાઓને સાથે રાખીને 125થી વધારે સીટો મેળવવાનો લક્ષ્યાંક સાથે આગળ વધશે તેવો દાવો કર્યો હતો.
આ પણ વાંચો :મારું પોતાનું નામ બનાવવું છે, ફક્ત આર. માધવનનો દીકરો નથી બનવું : Vedaant Madhavan
આ પણ વાંચો :Gold Price Today : સસ્તું સોનુ ખરીદવાની મળી તક, આજે સોનુ 800 રૂપિયા સસ્તું થયું , જાણો તમારા શહેરના રેટ