ગુજરાતની આગામી ચૂંટણીને લઈને રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે તેમને વિશ્વાસ છે કે ચૂંટણીમાં કોંગ્રેસ જીતશે. એક ચર્ચામાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ લોકોમાં મોટાપાયે એન્ટિ-ઈન્કમ્બન્સી છે અને આમ આદમી પાર્ટી જાહેરાતોના આધારે ધૂમ મચાવી રહી છે. આમ આદમી પાર્ટીને કોઈ ગ્રાઉન્ડ સપોર્ટ નથી. તેમણે કહ્યું કે, ‘અમે એક મજબૂત પાર્ટી તરીકે ગુજરાતમાં છીએ.’ રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન તેલંગાણામાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાત કહી.
રાહુલ ગાંધીએ પત્રકારો સાથેની ચર્ચા દરમિયાન કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ગુજરાતની ચૂંટણી પુરી તાકાતથી લડશે અને જીત પણ મેળવશે. આ સાથે જ આમ આદમી પાર્ટીના સવાલ પર તેમણે કહ્યું કે, ‘આમ આદમી પાર્ટી માત્ર હવામાં છે, ગ્રાઉન્ડ પર તેમની પાસે કંઈ નથી.’ તેમણે વધુમાં કહ્યું કે, ‘ગુજરાતમાં મોટા પાટે એન્ટી-ઈન્કમ્બન્સી છે. આમ આદમી પાર્ટી માત્ર તેની જાહેરાતોથી ધૂમ મચાવી છે. કોંગ્રેસ એક મજબૂત પાર્ટી છે અને ગુજરાતની ચૂંટણીમાં જીત કોંગ્રેસ જ જીત મેળવશે’
રાહુલે કહ્યું, દેશમાં બે વિચારધારાઓ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. એક જે દેશના ભાગલા પાડવાની રાજનીતિ કરી રહ્યા છે અને બીજા દેશને એક કરવાની કોશિશ કરી રહ્યા છે. આ બંને વચ્ચેની રેખા ખૂબ જ સ્પષ્ટ છે. એ જરૂરી છે કે વિપક્ષે એકસાથે મળીને કામ કરવુ પડશે, જેથી આરએસએસ અને ભાજપની વિચારધારાને હરાવી શકાય.
રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે ભાજપ સામાન્ય રીતે જોશો તો આમ તો એક રાજકીય પાર્ટી છે. આ પાર્ટીને જોવાનો આ એક સાર્વત્રિક રીત છે. પરંતુ વાસ્તવમાં ભાજપ એક મજબુત લાગણી છે જે ભાજપ અને આરએસએસની નેતૃત્વમાં જોવા મળે છે. તેને ધ્યાનથી જોવામાં આવે તો તે નફરત ફેલાવનારી લાગણી છે. તે માત્ર નફરતની વિચારધારાનો પ્રચાર કરે છે.
રાહુલે પ્રેસ કોન્ફરન્સમાં સાવરકર અને ગોલવેલકરનું નામ પણ લીધું હતું. તેણે કહ્યું, ‘મેં સાવરકર અને ગોલવેલકર વિશે વાંચ્યું છે. તમે પણ વાંચશો તો ખબર પડશે કે આ નફરત નથી. પરંતુ ભય છે. તે એ ભયથી ડરેલા છે.