વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈ તડામાર તૈયારી, સુરક્ષા વ્યવસ્થા વધારાઇ

|

Apr 17, 2022 | 9:06 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) ગુજરાત પ્રવાસના પગલે ગુજરાતમાં (Gujarat) વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાનના આગમનના પગલે તેમની કાર્યક્રમના તમામ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈ તડામાર તૈયારી, સુરક્ષા વ્યવસ્થા વધારાઇ
PM Modi (File Photo)

Follow us on

વિધાનસભા ચૂંટણી (Assembly elections 2022) પહેલા ભાજપે (BJP) વધુ મત મેળવવા માટેની રણનીતિ બનાવવાનું શરુ કરી દીધુ છે. જેના ભાગ રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે તેમના ગુજરાત (Gujarat) પ્રવાસ પણ વધારી દીધા છે. આગામી 18 થી 20 એપ્રિલ 2022 દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના પગલે ગુજરાતમાં વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાનના આગમનના પગલે તેમની કાર્યક્રમના તમામ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. સાથે જ પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યુ છે.

વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ ચુક ન રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરાઈ રહી છે. જામનગરમાં વડાપ્રધાન સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિશિનનો શિલાન્યાસ કરશે. આ ઉપરાંત પીએમ મોદી ગાંધીનગર કંન્ટ્રોલરૂમની પણ મુલાકાત લેશે. જેને લઈને સુરક્ષા વ્યવસ્થા વધુ સજ્જ બનાવાઈ છે. આ ઉપરાંત બનાસકાંઠામાં બનાસડેરીના નવા સંકૂલનું ઉદ્ધાટન કરી મહિલાઓને સંબોધિત કરશે. જેને લઈને બનાસકાંઠામાં પણ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તો દાહોદમાં પણ વડાપ્રધાન મોદીનો એક કાર્યક્રમ છે. જેને લઈને આસપાસના વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ વધાર્યું છે. સાથે જ ડોગ સ્ક્વોર્ડની મદદથી પણ ચેકિંગ કરાઈ રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની વાત કરીએ તો 18 એપ્રિલના રોજ સાંજે લગભગ 6 વાગ્યે પ્રધાનમંત્રી મોદી ગાંધીનગરમાં આવેલા શાળાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. 19 એપ્રિલના રોજ સવારે લગભગ 9:40 કલાકે તેઓ બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં એક કાર્યક્રમ દરમિયાન વિકાસની બહુવિધ પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરશે અને શિલાન્યાસ કરશે. ત્યારપછી, લગભગ 3:30 કલાકે તેઓ જામનગરમાં WHO વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્રનો શિલાન્યાસ કરશે. 20 એપ્રિલના રોજ સવારે લગભગ 10:30 વાગે પ્રધાનમંત્રી ગાંધીનગર ખાતે વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલનનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ, બપોરે લગભગ 3:30 કલાકે પ્રધાનમંત્રી દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે અને વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન તેમજ શિલાન્યાસ કરશે.

આ પણ વાંચો-Devbhumi Dwarka: હનુમાન જયંતી પર ઓખાના યુવાને દર્શાવી અનોખી આસ્થા, દરિયામાં તરીને હનુમાનદાંડીની યાત્રા પૂર્ણ કરી

આ પણ વાંચો-વડાપ્રધાન મોદી 18 એપ્રિલે ગુજરાતની મુલાકાતે આવશે, ગાંધીનગરમાં શાળાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article