ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022ના પરિણામ જાહેર થઇ ચુક્યા છે. ભાજપે અભૂતપૂર્વ બેઠકો સાથે ફરી એકવાર સત્તા મેળવી છે. ગુજરાતમાં 156 બેઠકો સાથે ભાજપે સત્તા મેળવ્યા બાદ સાતમી વાર રાજ્યમાં પોતાની સરકાર રચી રહ્યુ છે. ભૂપેન્દ્ર પટેલે ફરી એકવાર રાજ્યના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમના બાદ મંત્રીમંડળના 16 સભ્યોએ પણ શપથ લીધા હતા. જેમાં 8 કેબિનેટ, 2 રાજ્ય કક્ષા (સ્વતંત્ર હવાલો) અને 6 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા હતા. આ મંત્રીમંડળમાં ભાનુબેન બાબરિયા એક માત્ર મહિલા મંત્રી તરીકે શપથ લીધા છે. આમ, મંત્રીમંડળના કુલ 17 સભ્યોએ શપથ ગ્રહણ કર્યા હતા.
નવા મંત્રીમંડળમાં જેમનો સમાવેશ થયો છે એવા કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લાની પારડી બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા છે, જેમને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં બીજી વખત કેબિનેટ મંત્રી બનાવવામા આવ્યા છે. આગાઉ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કનુભાઈ દેસાઈને નાણા વિભાગ જેવું મહત્વનું ખાતુ ફાળવવામા આવ્યું હતું. તેમને નાણા ઉપરાંત ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ પણ સોંપવામા આવ્યા હતા.
Rushikesh Patel, Raghavji Patel & Balvantsinh Rajput took oath as the cabinet ministers @BJP4Gujarat #Gujarat #TV9News pic.twitter.com/8KZHJDM6Qo
— Tv9 Gujarati (@tv9gujarati) December 12, 2022
કનુભાઈ દેસાઈએ ભાજપના મહામંત્રી પદથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. તેઓ વર્ષ 2012માં પારડી બેઠક પરથી 34 હજાર કરતા વધુ મતથી જીત મેળવી ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2017માં પણ પારડી બેઠક પરથી 54 હજારથી વધુ મતે જીત મેળવી હતી. કનુ દેસાઈ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ પદે 7 વર્ષ સુધી રહ્યા હતા. પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસના ગઢ સમાન ધરમપુર વિધાનસભા બેઠક પર ભાજપે જીત મેળવી હતી.
વલસાડ જિલ્લામાં ભાજપને મજબૂત બનાવી કનુ દેસાઈએ પ્રમુખ પદે રહી વલસાડ જિલ્લામાં ભાજપને મજબૂત કરવામા મહત્વનું યોગદાન આપ્યું છે. કનુભાઈ દેસાઈના યોગદાનને ધ્યાન પર લઈ તેને સીધા જ કેબિનેટ મંત્રી બનાવવામા આવ્યા હતા અને આ વખતે ફરી તેમણે કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા હતા.
પારડીની બેઠક પર ભાજપે કનુભાઇ દેસાઇને ટિકિટ આપી છે. 71 વર્ષના કનુભાઇએ B.Com સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 18 લાખ રુપિયાનું મકાન છે. તો 12 લાખ રુપિયાની જમીન છે. તેમની પાસે 4 કરોડ 45 લાખ જેટલી રકમ બેંકમાં છે અને રોકડ 1 લાખ 25 હજાર રુપિયા છે. તેમની પાસે 8 કરોડ 29 લાખ 38 હજા 15 રુપિયા જંગમ મિલકત છે.
Published On - 3:28 pm, Mon, 12 December 22