PM મોદી પોતાના મિશન ગુજરાતના બીજા દિવસે (PM Modi gujarat visit) પણ અનેક લોકાર્પણ તથા જાહેર સભાને સંબોધશે. PM મોદી આજે આમોદ ખાતે જાહેર સભાને સંબોધી. જેમાં તેણે નામ લીધા વિના AAP પર નિશાન સાધ્યુ હતુ. PM મોદી પોતાના ગુજરાત મિશનના બીજા દિવસે ખાસ સૌરાષ્ટ્ર પર ફોક્સ કરશે. તમને જણાવી દઈએ કે, PM મોદી જામનગરમાં સૌરાષ્ટ્રના (Saurashtra) તમામ ભાજપ આગેવાનોને (BJP Leaders) ચૂંટણીલક્ષી માર્ગદર્શન પણ આપશે. તો PM મોદી બીજા દિવસનું રાત્રિ રોકાણ પણ જામનગરમાં જ કરશે.
બધી યોજનાઓ તેજ રફતારથી ચાલી રહી છે: પીએમ નરેન્દ્ર મોદી;
જામનગરની ધરતીને અભિનંદન, આપ સૌને અભિનંદન: પીએમ નરેન્દ્ર મોદી#TV9News pic.twitter.com/iRRqV6KZ99— Tv9 Gujarati (@tv9gujarati) October 10, 2022
Live: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે જામનગર ખાતે વિકાસના વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત-લોકાર્પણ. https://t.co/SsEHxx2m3z
— CMO Gujarat (@CMOGuj) October 10, 2022
હાલારવાસીઓએ પીએમનું ઉમંળકાભેર સ્વાગત કર્યુ. પીએમના રોડ શો રૂટ પર કરી પુષ્પોની વર્ષા.
જામનગરની જનતાએ સ્નેહ અને સન્માન સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું કર્યું ભવ્ય સ્વાગત.#VishwasSeVikas pic.twitter.com/irZJwopmdP
— CMO Gujarat (@CMOGuj) October 10, 2022
જામનગરમાં દિગ્જામ સર્કલથી સાત રસ્તા સુધી વડાપ્રધાન મોદીનો યોજાયો રોડ શો, પીએમને નિહાળવા ઉમટી જનમેદની
માનનીય વડાપ્રધાનશ્રીને જામનગરે આપેલા જોશીલા આવકારની વધુ એક ઝલક..#VishwasSeVikas pic.twitter.com/0KMcDvhDin
— CMO Gujarat (@CMOGuj) October 10, 2022
પીએમ વેપારીઓને નડતા 2000 કાયદાઓ ખતમ કર્યા-પીએમ જેમ ધ્યાનમાં આવશે એમ મારુ સ્વચ્છતા અભિયાન ચાલુ જ રહેશે-પીએમ નરેન્દ્ર મોદી #TV9GujaratiNews pic.twitter.com/0E3E0MRP6O
— Tv9 Gujarati (@tv9gujarati) October 10, 2022
જામનગર હિંદુસ્તાનના ખૂણેખૂણે જોડાયેલુ હોવુ જોઈએ. 26000 કરોડના ખર્ચે જામનગર, અમૃતસર, ભટીન્ડા કોરિડોરનું નિર્માણ થઈ રહ્યુ છે : PM Narendra Modi #Tv9GujaratiNews pic.twitter.com/RUWKM7eYNE
— Tv9 Gujarati (@tv9gujarati) October 10, 2022
આજે સૌની યોજના દ્વારા ગુજરાતના ખૂણે ખૂણે નર્મદાના નીર પહોંચાડવામાં આવી રહ્યા છે : PM નરેન્દ્ર મોદી #TV9GujaratiNews pic.twitter.com/nus5PMN9g6
— Tv9 Gujarati (@tv9gujarati) October 10, 2022
જામનગરમાં પ્રદર્શની મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જનસભા: જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1500 કરોડના વિકાસ કાર્યોની આપી ભેટ #TV9GujaratiNews pic.twitter.com/TbQBgR8S5l
— Tv9 Gujarati (@tv9gujarati) October 10, 2022
સમુદ્રની પટ્ટી પર જે લોકોએ ગેરકાયદે બાંધકામ કર્યા હતા તેનો મુખ્યમંત્રીએ ચુપચાપ સફાયો કરાવી નાખ્યો.
આ દબાણ ઝુંબેશને આખા ગુજરાતના સંતો મહંતોએ પણ આવકાર્યુ.
કાયદો વ્યવસ્થાના પાલનમાં સહુનું ભલુ છે
ગુજરાતે ગયા 20 વર્ષમાં શાંતિ જોઈ છે અને તેના કારણે સમૃદ્ધિના દ્વાર ખૂલ્યા છે.
ગુજરાતે છેલ્લા 20 વર્ષમાં ભાઈચારો જોયો છે.
આજે ગુજરાતમાં બધી યોજનાઓ તેજ ગતિથી ચાલી રહી છે.
જામનગરના અને સૌરાષ્ટ્રના વિકાસના કામો મજબુત પાયો બની રહ્યો છે.
Live: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે જામનગર ખાતે વિકાસના વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત-લોકાર્પણ. https://t.co/SsEHxx2m3z
— CMO Gujarat (@CMOGuj) October 10, 2022
એવી ઈન્ડસ્ટ્રીયલ પોલિસી લાવ્યા છે જે ગુજરાતને ક્યાંય અટકવા જ નહીં દે-પીએમ
ગુજરાતના વધુ વધુ યુવાનો એન્ટરપ્રેન્યોર બને, લાખો નવા રોજગાર ઉભા થશે
આપણા જામનગરની કોસ્ટલાઈન, સમુદ્રકિનારો જૈવ વિવિધતાની ભરમાર છે
જામનગરમાં ડોલ્ફીનના સંરક્ષણ માટે મોટી યોજના બની રહી છે. પ્રોજેક્ટ ડોલ્ફીન શરૂ કર્યો છે.
પહેલા અંગ્રેજોના જમાનાના કાયદા ચાલતા-પીએમ
ગુલામીની માનસિક્તામાંથી મુક્તિ અપાવવાનુ અભિયાન ચલાવ્યુ છે. -પીએમ
2014 પહેલા ભારત 142માં નંબરે હતુ.- પીએમ
વેપારીઓને નડતા 2000 કાયદાઓ ખતમ કર્યા-પીએમ
જેમ ધ્યાનમાં આવશે એમ મારુ સ્વચ્છતા અભિયાન ચાલુ જ રહેશે-પીએમ
જામનગરમાં સૌભાગ્ય નગરી તરીકે પણ ઓળખાય છે. જામનગર કંકુ, ચુડી, ચાંદલા, બાંધણી આ બધા માટે વખણાય છે.-PM
જામનગર હિંદુસ્તાનના ખૂણેખૂણે જોડાયેલુ હોવુ જોઈએ. 26000 કરોડના ખર્ચે જામનગર, અમૃતસર, ભટીન્ડા કોરિડોરનું નિર્માણ થઈ રહ્યુ છે.
એક જમાનો હતો જ્યારે ધારાસભ્ય પોતાના વિસ્તારમાં હેન્ડ પંપ મંજૂર કરાવવાની માગ કરતા હતા. આજે સૌની યોજના દ્વારા ગુજરાતના ખૂણે ખૂણે નર્મદાના નીર પહોંચાડવામાં આવી રહ્યા છે. પહેલાના ધારાસભ્યો કાચી માટીના રોડની માગ કરતા હતા. આજે ફોરલેન અને પેવર રોડની માગ કરે છે.
નર્મદા હવે ગુજરાતના ખૂણે ખૂણે પરીક્રમા કરીને આશિર્વાદ આપે છે.
વડાપ્રધાને કહ્યુ ગુજરાતે એવા પણ દિવસો જોયા છે જ્યારે 2 બેડા પાણી માટે કલાકો સુધી ટેન્કરની લાઈનમાં ઉભા રહેવુ પડતુ હતુ. એક ઘડો પાણી માટે ત્રણ ત્રણ કિલોમીટર દૂર જવુ પડતુ હતુ.
20-25 વર્ષ પહેલા ખેતરમાં પાણી માટે વલખાં મારવા પડતા હતા
આખા કાઠિયાવાડની આ દશા હતા.
યુક્રેનથી આપણા વિદ્યાર્થીઓ પરત આવ્યા.પોલેન્ડ સરકારે જે મદદ કરી તે જામ સાહેબના દયાળુ સ્વભાવની મૂડી હતા. જામનગર ક્રિકેટની દુનિયામાં આજે પણ ભારતનો ત્રિરંગો રોપ્યા કરે છે. જામનગરના ખેલાડીઓએ ક્રિકેટમાં મોટુ કાઠુ કાઢ્યુ છે. આટલી બધી પ્રતિભાઓથી ભરેલ, સેવાભાવનાઓથી ભરેલ આ ધરતી છે.
જામસાહેબ મહારાજા દિગ્વિજય સિંહને શત શત નમન. મહારાજાએ બીજા વિશ્વયુદ્ધ સમયે જે કામ કર્યુ તેનો લાભ આજે પણ ભારતને મળે છે.
વડાપ્રધાને કહ્યુ છોટે કાશીના આશિર્વાદ મળ્યા. પીએમએ ભૂકંપના દિવસોને યાદ કરતા કહ્યુ બે દાયકા પહેલા સૌરાષ્ટ્ર-કચ્છને ભૂકંપે રગદોળી નાખ્યુ હતુ.
ભૂકંપ બાદ એવુ કહેવાતુ હતુ કે હવે ગુજરાત બેઠુ નહીં થાય, પરંતુ આ ગુજરાતની ખમીરવંતી પ્રજા છે. ખ ખમીરનો ખ જ ભણ્યા છે. આજે ગુજરાત દેશને ગતિ આપી રહ્યુ છે. ગુજરાતના વિકાસને વિસ્તાર આપવાનો અનુભવ થયો-PM
જામનગરમાં પ્રદર્શની મેદાનમાં વડાપ્રધાનની જંગી જનસભા. આજે અહીં 8 પ્રોજેક્ટનું લોકાર્પણ અને શીલાન્યાસ કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1460 કરોડથી વધુના વિકાસકામોની જામનગરને આપી ભેટ, સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ કરવામાં આવ્યુ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર પહોંચ્યા, પ્રદર્શની મેદાનમાં વડાપ્રધાન મોદીની જંગી જનસભા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવારમાં જ જામનગર પહોંચશે. અહીં પ્રદર્શની મેદાનમાં તેઓ જંગી જનસભા સંબોધશે. આ સાથે તેઓ 1460 કરોડથી વધુના વિકાસકામોની જામનગરવાસીઓને ભેટ આપશે
વડપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ઍરપોર્ટથી જામનગર જવા રવાના થયા છે. જામનગરમાં પીએમના અનેક વિકાસકામોની ભેટ આપશે. રૂ. 1460 કરોડથી વધુના પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સ સિંચાઈ, વીજળી, પાણી પુરવઠા અને શહેરી માળખાકીય સુવિધાઓ સાથે સંબંધિત છે. સાંજે 5 કલાકે જામનગરમાં જનસભા સંબોધશે અને જામનગરમાં જ રાત્રિ રોકાણ કરશે.
Prime Minister Narendra Modi inaugurates Rs 20 crore educational complex at Chharodi; complex can accommodate a stay of 400 students pic.twitter.com/1YTyI0sSdy
— Tv9 Gujarati (@tv9gujarati) October 10, 2022
Prime Minister Narendra Modi’s address at Chharodi ; PM inaugurated the educational complex#TV9News pic.twitter.com/txpP3jyT0E
— Tv9 Gujarati (@tv9gujarati) October 10, 2022
સમાજે મને એક પ્રકારે મોટો ટેકો આપ્યો છે, મોટી તાકાત આપી છે. મારુ સૌભાગ્ય રહ્યુ છે કે મારુ કુટુંબ પણ મારાથી જોજનો દૂર રહ્યુ છે.- વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Prime Minister appreciated the contribution and help of the community at Chharodi; Strength of skill-based individuals is going to increase : PM Modi#TV9News pic.twitter.com/x7EhMZwJMF
— Tv9 Gujarati (@tv9gujarati) October 10, 2022
ગઈકાલે મા મોઢેશ્વરીના દર્શન કર્યા અને આજે સમાજ દેવતાના દર્શન કરી રહ્યો છુ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Prime Minister Narendra Modi’s address at Chharodi ; PM inaugurated the educational complex#TV9News pic.twitter.com/txpP3jyT0E
— Tv9 Gujarati (@tv9gujarati) October 10, 2022
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદ ખાતે મોદી શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન કર્યુ.
Live: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે અમદાવાદ ખાતે મોદી શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન. https://t.co/2PTBh62BJB
— CMO Gujarat (@CMOGuj) October 10, 2022
વડાપ્રધાને કહ્યુ મારે વ્યક્તિગત રીતે સમાજનો આભાર માનવો છે, આ સમાજનો દીકરો સૌથી લાંબા સમય સુધી સીએમ રહ્યો, આ સમાજના દીકરાને બીજી વખત પીએમ બનાવ્યો. અમે ક્યારેય કોઇને નડ્યા નથી. સમાજનો કોઇ પણ વ્યક્તિ મારી પાસે કામ લઇને નથી આવ્યો. મારૂ કુટુંબ જોજનો દૂર રહ્યું. ભલે આપણે મોડા પડ્યા પરંતુ દિશા સાચી છે. આ ભલે નાની વાત લાગે પરંતુ નાની વાત નથી. આપણા સમાજમાં પોતાની મેળે આગળ વધનારા લોકો છે. મને ખુશી છે કે બધા ભેગા મળીને ચિંતા કરી છે.
વડાપ્રધાને કહ્યુ મારે વ્યક્તિગત રીતે સમાજનો આભાર માનવો છે. આ સમાજનો એક દીકરો સૌથી લાંબા કાળ માટે મુખ્યમંત્રી રહ્યો, બીજી વાર વડાપ્રધાન બન્યો છતા સમાજનો એકપણ વ્યક્તિ એકપણ કામ લઈને મારી પાસે નથી આવ્યો. આ કોઈ નાની વાત નથી. આ સમાજના સંસ્કાર છે. મારે આ સમાજનું ઋણ સ્વીકાર કરવો છે. એટલા માટે હું આ સમાજને સો-સો સલામ કરુ છુ. આ સમાજને આદરપૂર્વક વંદન કરુ છુ.
મોદી સમાજ વિશે પીએમ મોદીએ કહ્યુ ભાગ્યે જ એવુ બન્યુ હશે કે આ સમાજ ક્યારેય કોઈને નડ્યો હશે. આપણા સમાજમાં પોતાની રીતે આગળ આવનારા લોકો છે. મારા માટે સમાજના આશિર્વાદ લેવા એ ધન્ય ઘડી છે.
20 કરોડના ખર્ચે તૈયાર થયેલ સંકુલમાં 400 વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શૈક્ષણિક હેતુ માટે બજારથી અડધા ભાવે જમીન અપાવી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના છારોડી પહોંચ્યા છે. અહીં તેમણે ‘મોદી શૈક્ષણિક સંકુલ’નું લોકાર્પણ કર્યુ. અને હોસ્ટેલ બિલ્ડિંગને પણ ખુલ્લુ મુક્યુ છે.
સર્વસમાવેશી વિકાસના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓ બન્યા છે કોસ્મોપોલિટન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
સર્વસમાવેશી વિકાસના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓ બન્યા છે કોસ્મોપોલિટન : માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી#VishwasSeVikas pic.twitter.com/wwKy2YciPX
— CMO Gujarat (@CMOGuj) October 10, 2022
વધુમાં વડાપ્રધાને કહ્યું કે, આવનારી ચૂંટણીમાં સતર્ક રહેવાની જરૂર છે. કારણ કે કોંગ્રેસ જુની ચાલાકીથી ગોઠવણ કરી રહ્યા છે. કોંગ્રેસ વાળા બોલતા નથી ઠંડી તાકાતથી ગામેગામ ગોઠવણ કરી રહ્યા છે. મારે એમની ટીકા કરવી નથી, પણ સતર્ક રહેવાની જરૂર છે. આ કોંગ્રેસ આજે પણ ગુજરાતને અપનામિત કરવનો કોઈ મોકો છોડતી નથી .
વધુમાં સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે વાતોના વડા કરનાર લોકો નથી.અમે કામ કરીને બતાવનારા છીએ. ગુજરાતનું ગૌરવ એ દરેક ગુજરાતીની વિરાસત છે. પહેલા અમે વિપક્ષમાં હતા ત્યારે નક્કી કર્યું હતુ કે સરદાર સાહેબને સન્માન અપાવીશુ. આજે સરદાર પટેલને વિશ્વ ફલક પર સન્માન મળ્યુ.
વધુમાં વડાપ્રધાને ઉમેર્યું કે, ભારતીય જનતા પાર્ટી ગુજરાતવા વિકાસનો ધ્વજવાહક બની. છેલ્લા 8 વર્ષમાં સરકારે ખેતી અને પશુપાલન ક્ષેત્રે કામ કર્યા. છેલ્લા 20 વર્ષમાં ગુજરાતે વિકાસની છલાંગ લગાવી છે. નવી શિક્ષણ સંસ્થાઓ વધતા નવી સીટો ઉભી થઈ છે. પહેલા એન્જિનિયરોની 20,000 સીટો હતી હવે 70,000 સીટો છે. વધુમાં તેણે કહ્યું કે, હવે દોડવાનો સમય પુરો થઈ ગયો છે. હવે છલાંગ લગાવવાનો સમય છે.
આ ઉપરાંત વડાપ્રધાને આણંદમાં જનસંબોધન કરતા PM મોદીએ કહ્યું કે, છેલ્લા 20 વર્ષમાં ગુજરાત વિકાસની રેસમાં આગળ રહ્યું. ગુજરાતમાં ગામડાઓ સુધી ઉદ્યોગ લઈ જવામાં આવ્યા. તેમજ ગુજરાતે પ્રાકૃતિક ખેતીનું બીડુ ઝડપ્યુ તે પ્રશંશનીય. અવનારા દસ વર્ષમાં મારૂ આ ગુજરાત ગાજી ઉઠશે. આવનારા વર્ષોમાં ગુજરાત હાઈડ્રોજન હબ તરીકે ઓળખાશે.
આ ઉપરાંત કોંગ્રેસ પર આડકતરી રીતે પ્રહાર કરતા PM મોદીએ કહ્યું કે, તમે કોંગ્રેસ ને પુછજો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયા ? કોંગ્રેસ સરદાર પટેલના શરણોમાં માથું નહિ નમાવે. એમને કેજો કે હવે તો ઉદ્દારતા બતાવો, સરદાર પટેલના આશીર્વાદ મેળવો.
સંબોધનમાં વધુમાં PM મોદીએ કહ્યું કે, પહેલા આણંદથી જાન નીકળે અને વડોદરા પહોંચે ત્યાં મૂર્હત નીકળી જતુ. હવે વીજળી, પાણી, રસ્તા સહિતની સુવિધા ઉભી કરાઈ છે. જ્યારે હું CM બન્યો ત્યારે લોકો કહેતા કે વાળુ ટાણે તો વીજળી આપો. હવે 24 કલાક વીજળી મળી રહી છે.
PM મોદી આણંદ પહોંચ્યા છે. થોડીવારમાં તેઓ શાસ્ત્રી મેદાનમાં જનસભા સંબોધશે.
ભરૂચમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યા બાદ હવે વડાપ્રધાન મોદી થોડીવારમાં આણંદ પહોંચશે.
ભરૂચ અને આમોદમાં PM મોદીએ 8200 કરોડની કિંમતના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું. તો સંબોધન દરમિયાન તેમણે AAP નું નામ લીધા વિના પ્રહાર પણ કર્યા.
હવે ગુજરાતમાં દવાનું ઉત્પાદન કરતા ઉદ્યોગોને એક જ સ્થળેથી મળશે જરૂરી તમામ સુવિધા. ભરૂચના જંબુસરમાં ઔદ્યોગિક પાર્ક બનશે. તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જંબુસરમાં બલ્ક ડ્રગ પાર્ક બનાવવાની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાને કહ્યું કે બલ્ક ડ્રગ પાર્ક માટે રાજ્ય સરકાર 450 કરોડનો સહયોગ આપશે. કુલ 2 હજાર 506 કરોડના ખર્ચે બલ્ક ડ્રગ પાર્ક બનાવવામાં આવશે. 2 હજાર એકરથી વધુ વિસ્તારમાં બ્લક ડ્રગ પાર્ક પથરાયેલો હશે. આ પાર્ક બન્યાં બાદ દવા ઉત્પાદન કરતા ઉદ્યોગકારોને એક જ સ્થળેથી તમામ સુવિધા મળી રહેશે. એટલું જ નહીં ઉદ્યોગકારોને ખૂબ જ ઓછા ભાવે જમીન અને શરૂઆતમાં મૂડીરોકાણ કરવામાં રાહત અપાશે. મહત્વનું છે કે બલ્ક ડ્રગ પાર્ક માટે કેન્દ્ર સરકાર અગાઉથી જ 1000 કરોડ સહાયની જાહેરાત કરી ચૂકી છે.
વધુમાં વડાપ્રધાને આડકતરી રીતે AAP પર પ્રહાર કરતા કહ્યું કે, ‘અર્બન નકસલીઓ નવા રૂપમાં આવી રહ્યા છે. હવે અર્બન નક્સલીઓ નવા રંગરૂપ સાથે પ્રવેશવાની કોશિશ કરી રહ્યા છે, એમણે વાઘા બદલ્યા છે ભોળા યુવાનોને ભરમાવી રહ્યા છે. પણ મારે ગુજરાતની યુવા પેઢીને બરબાદ થવા નથી દેવી. નકસલીઓએ આદિવાસીઓની જીંદગી ખતમ કરી હતી અને હવે તેઓ આ અર્બન નકસલીઓને પણ ઘૂસવા નહિ દે…’
આ ઉપરાંત PM મોદીએ તેના સંબોધનમાં જણાવ્યું કે, 2014માં જ્યારે તમે મને વડાપ્રધાન બનાવીને દિલ્હી મોકલ્યો ત્યારે ભારત અર્થતંત્રમાં 10 માં નંબરે હતુ. આજે ભારત પાંચમાં નંબરે પહોંચી ગયુ છે. આજે ભારત એવા દેશોથી આગળ છે જેણે આપણા દેશ પર રાજ કર્યું હતુ.
મેક ઈન્ડિયાના મંત્રને સાકાર કરવા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણે ભારતમાં બનતા ફડાકડા લઈએ. એ કદાચ થોડો ઓછો અવાજ કરશે તો ચાલશે, પણ તેનાથી ગરીબોનું ઘર ચાલશે.
વધુમાં PM મોદીએ જણાવ્યું કે, ડબલ એન્જિનની સરકારને પગલે આજે ગુજરાત ઉત્પાદનનું હબ બન્યું છે. ભરૂચ જિલ્લો પણ વાયબ્રન્ટ બની રહ્યો છે. આજે GACL ના પ્લાન્ટથી 2500 કરોડનું રોકાણ વધુ ઉમેરાશે.
પહેલા ગુજરાતમાં લોકોને ગરબા કરવામાં પણ તકલીફ પડતી હતી. પરંતુ અમારી સરકારે કાયદો વ્યવસ્થા જાળવવા મોટા ગૂંડાઓને જેલની સલિયા પાછળ મોકલ્યા.આજે ભરૂચમાં પણ લોકો ચિંતામુક્ત થઈને ફરી શકે છે.
વધુમાં વડાપ્રધાને જણાવ્યું કે, છેલ્લા 20 વર્ષમાં મહેનત કરીને ગુજરાતે ઉદ્યોગ ક્ષેત્રે હરણફાળ ભરી છે. આજે ગુજરાતની બદલાયેલી તસવીર જોવા મળે છે. એક સમય હતો જ્યારે ભરૂચ ખાલી થઈ રહ્યું હતુ, આજના યુવાનોને ખબર નહિ હોય પણ ભરૂચમાં જીવવા લોકો વલખા મારતા હતા, આજે ભરૂચમાં લોકો સુખ-શાંતિથી જીવે છે. વધુમાં જણાવ્યું કે, વિકાસ માટે સાનુકુળ વાતાવરણ જોઈએ. ગુજરાતના યુવાઓ માટે આજે સ્વર્ણિમ કાળ છે.
આમોદમાં જન સંબોધનની શરૂઆત કરતા PM મોદીએ કહ્યું કે, આજે સવારે એક દુ:ખદ સમાચાર મળ્યા, મુલાયમસિંહ યાદનું નિધન થયુ. તેમની વિદાય એ દેશ માટે મોટી ખોટ છે. મુલાયમસહિંહ સાથે મારે વિશેષ નાતો રહ્યો છે.
Former Uttar Pradesh CM #MulayamSinghYadav ji passed away today, his death is a big loss for the country: PM @narendramodi #Bharuch #Gujarat #TV9News pic.twitter.com/6TRJIhbXPE
— Tv9 Gujarati (@tv9gujarati) October 10, 2022
ભરૂચના કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આજે ગુજરાતને જે સિદ્ધિ મળી છે, તેનો પાયો PM મોદીએ નાખ્યો હતો. વડાપ્રધાન બન્યા બાદ મોદીએ મેક ઈન ઈન્ડિયા નો મંત્ર આપ્યો. નરેન્દ્ર મોદીની નિતીના કારણે ગુજરાતનો વિકાસ થયો. વધુમાં ઉમેર્યું કે, આત્મનિર્ભર યોજનાથી MSME સહિત ઉદ્યોગોને ફાયદો થશે. આ વિવિધ વિકાસ પ્રોજેક્ટથી આદિવાસી વિસ્તારમાં આર્થિક અને સામાજીક પરિવર્તન આવશે. તો વધુમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગુજરાતનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે અને આજનો દિવસ ગુજરાતની વિકાસગાથામાં સુવર્ણ અક્ષરે લખાશે.
વડાપ્રધાન મોદી હાલ ભરૂચ પહોંચ્યા છે, તેઓ ભરૂચમાં 8200 કરોડના વિકાસકાર્યોનું ભૂમિપૂજન તથા ખાતમુહૂર્ત કરશે. તો આમોદમાં પણ તેઓ વિવિધ યોજનાઓનું લોકાર્પણ-ભૂમિપૂજન કરશે.
વડાપ્રધાન મોદી આજે અમદાવાદમાં શૈક્ષણિક સંકુલના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે, જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટેનું શૈક્ષણિક સંકુલ છે. આ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓને સર્વગ્રાહી વિકાસ માટે સુવિધાઓ પ્રદાન કરવામાં મદદ કરશે.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસની આજે બીજો દિવસ છે. આજે તેઓ ભરૂચ, આણંદ, અમદાવાદ તથા જામનગરમાં સભાઓ ગજવશે.સવારે 11 વાગે ભરૂચ માં 8200 કરોડના વિકાસ કર્યોનું ભૂમિપૂજન તથા ખાતમુહૂર્ત કરશે. તો 1 વાગે આણંદના શાસ્ત્રી મેદાનમાં જનસભા સંબોધશે. તો 3 વાગ્યે અમદાવાદ મોદી શૈક્ષણિક સંકુલની મુલાકાત લેશે. સાંજે 5:30 વાગે જામનગરમાં અંદાજે 1448 કરોડના પ્રકલ્પોનું કરશે ખાત મુહૂર્ત અને લોકાર્પણ કરશે અને જનસભા પણ સંબોધશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવનથી થોડીવારમાં વિધાનસભા સચિવાયલમાં હેલિપેડ પહોંચશે. જ્યાં હેલિપેડથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરૂચ જવા રવાના થશે.
વિધાનસભા ચૂંટણી પહેલા PM મોદીના પ્રવાસનું રાજકીય મહત્વ ઘણુ વધારે છે. ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રની બેઠકો પર તેની અસર થઈ શકે છે.વર્ષ 2017ની ચૂંટણીમાં ઉત્તર અને સૌરાષ્ટ્રમાં ભાજપને નુકસાન થયુ હતુ. જેમાં સૌરાષ્ટ્રમાં ભાજપને કોંગ્રેસ કરતા ઓછી બેઠકો મળી હતી. તો ઉત્તર ગુજરાતમાં પણ ભાજપનું નબળુ પ્રદર્શન રહ્યું હતું. ભરૂચમાં પણ BTP અને કોંગ્રેસનો દબદબો રહ્યો છે, ત્યારે ત્રણેય ઝોનમાં પક્ષને મજબુત કરવા PM મોદીનું ફોકસ રહેશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપ પણ એક્શનમાં જોવા મળી રહી છે. વડાપ્રધાન મોદી પણ આગામી ચૂંટણીને લઈ ગુજરાત મુલાકાતે છે,ત્યારે આ દરમિયાન તેઓ સૌરાષ્ટ્ર પર વધારે ફોકસ કરશે. સાંજે 5 કલાકે જામનગરમાં જનસભાને સંબોધશે.જ્યાં તેઓ સૌરાષ્ટ્રના ભાજપ આગેવાનોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે. તો વડાપ્રધાન રાત્રિ રોકાણ પણ જામનગરમાં જ કરશે. આ ઉપરાંત આવતી કાલે PM મોદી સવારે 9.30 કલાકે જામકંડોરણા જવા રવાના થશે. તેમજ જામકંડોરણામાં જંગી જનસભા પણ સંબોધશે.
ગુજરાત મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીએ ગઈકાલે જાહેરસભા સંબોધી મોઢેશ્વરી માતાજીના દર્શન કર્યા હતા બાદમાં ત્યાંથી મોઢેરા સૂર્ય મંદિર પહોંચી લાઈટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ કર્યું હતું. PM મોદી પોતાના મિશન ગુજરાતના બીજા દિવસે પણ અનેક લોકાર્પણ તથા જાહેર સભાને સંબોધશે.તો આજે તેઓ રાત્રિ રોકાણ જામનગર જ કરશે.
રાજકોટમાં PMના આગમન પહેલા વિસ્ફોટક પદાર્થ ગણાતી જીલેટીન સ્ટીકની ચોરી થતા પોલીસ દોડતી થઇ ગઇ છે. રાજકોટના આજીડેમ વિસ્તારમાં આવેલી રાજહંસ કંપનીમાંથી 7 પેટી જીલેટીન સ્ટીક એટલે કે 1600 સ્ટીક ,બ્લાસ્ટીંગ કેપ અને બ્લાસ્ટીંગના વાયર સહિતની ચીજવસ્તુઓની ચોરી થઇ હોવાની આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. વિસ્ફોટક પદાર્થની ચોરીની ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાન્ચ, SOG સહિતની બ્રાન્ચોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આજે જામનગરમાં વડાપ્રધાન મોદી 1460 કરોડથી વધુના પ્રોજેક્ટનુ લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ્સ સિંચાઈ, વીજળી, પાણી પુરવઠા અને શહેરી માળખાકીય સુવિધાઓ સાથે સંબંધિત છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું હવે કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે, ત્યારે આજે વડાપ્રધાન મોદી તેના ગુજરાત પ્રવાસના બીજા દિવસે ખાસ સૌરાષ્ટ્ર પર વધારે ફોકસ કરશે. PM મોદી જામનગરમાં સૌરાષ્ટ્રના તમામ ભાજપ આગેવાનોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે.
વડાપ્રધાન મોદી આજે સવારે 9 કલાકે ગાંધીનગર સચિવાલય હેલીપેડથી આમોદ જશે, જ્યાં તેઓ વિવિધ વિકાસકાર્યોને ખુલ્લા મુકશે.
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીએ પ્રથમ દિવસે મહેસાણા જિલ્લાને 3092 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી.
Published On - 7:19 am, Mon, 10 October 22