ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીના (PM Modi) પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે, રાજકોટના (Rajkot) જામકંડોરણામાં વડાપ્રધાન મોદીનીએ જાહેરસભાનું સંબોધન કર્યું. વડાપ્રધાનના (PM Modi gujarat visit) આગમનને લઈ જામકંડોરણા (Jamkandorana) પોલીસ છાવણીમાં ફેરવાયું હતુ. વડાપ્રધાનના બંદોબસ્તમાં 1500 પોલીસ જવાનો ખડેપગે રહ્યા.તો આજે સતત ત્રીજા દિવસે ગુજરાતમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તના વિકાસકામોને આગળ ધપાવશે. PM મોદી (PM Modi Gujarat Visit) આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) 712 કરોડની વિવિધ આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેના કારણે રાજ્યના નાગરિકોને અદ્યતન સુવિધાથી સજ્જ સ્વાસ્થ્ય સેવાઓનો લાભ મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્દોર જવા થયા રવાના
વડાપ્રધાને કહ્યુ ગુજરાતના લોકોએ 20-22 વર્ષ સુધી એ પીડા સહન કરી છે અને પીડામાંથી મુક્તિ માટે જ્યારે તમે ડોક્ટર પાસે જશો તો મોટાભાગના ડોક્ટર ત્રણ સલાહ તો જરૂર આપશે. પહેલા કહે છે દવાથી સારુ થઈ જશે. પછી તેમને એવુ લાગે છે કે દવાવાળુ સ્ટેજ નીકળી ગયુ છે તો તેઓ મજબુરીથી કહે છે કે સર્જરી વિના ચારો નથી. દવા હોય કે સર્જરી તેની સાથે તેઓ સ્વજનોને સમજાવે છે કે હું તો મારુ કામ કરી લઈશ પરંતુ સંભાળની જવાબદારી તમારી છે. તમે દર્દીની સારી રીતે સંભાળ રાખજો, તેના માટે પણ તેઓ સલાહ આપે છે. આ જ વાતને અલ઼ગ રીતે કહીએ તો ગુજરાતની ચિકિત્સા વ્યવસ્થાને સુધારવા માટે અમારી સરકારે ઈલાજના આ ત્રણેય તરીકાઓનો ઉપયોગ કર્યો. જે ડોક્ટરો દર્દીઓ માટે કરે છે હું રાજ્ય વ્યવસ્થા માટે પણ એવુ જ કરતો હતો.
મેડિકલ ટુરિઝમના ક્ષેત્રે ગુજરાતનું જે અપાર સામર્થ્ય છે તેા પણ હવે વૃદ્ધિ થશે. આપણે ઘણીવાર સાંભળીએ છીએ સ્વસ્થ શરીર માટે સ્વસ્થ મન જરૂરી હોય છે. આ વાત સરકારો પર પણ લાગુ થાય છે જો સરકારોનું મન સ્વસ્થ નહી હોય, નિયત સાફ નહીં હોય, જેના મનમાં જનતા જનાર્દન માટે સંવેદના નહીં હોય તો રાજ્યનો સ્વાસ્થ્ય ઢાંચો પણ નબળો પડી જાય છે. ગુજરાતના લોકોએ 20-22 વર્ષ સુધી એ પીડા સહન કરી છે.
પીએમએ કહ્યુ આજે અમદાવાદમાં હાઈટેક મેડિસિટી અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બીજી સેવાઓએ ગુજરાતની ઓળખને એક નવી ઉંચાઈ આપી છે. આ માત્ર એક સેવા સંસ્થાન જ નથી, સાથે જ એ ગુજરાતના લોકોની ક્ષમતાનું પ્રતિક પણ છે. મેડિસિટીમાં ગુજરાતના લોકોને સારુ સ્વાસ્થ્ય પણ મળશે, અને એ ગર્વ પણ થશે કે વિશ્વની ટોચની મેડિકલ સુવિધા હવે આપણા રાજ્યમાં સતત વધી રહી છે.
પીએમએ કહ્યુ જો શિક્ષણ સંસ્થાઓની વાત કરીએ તો એક એકથી ચડિયાતી યુનિવર્સિટીની વાત હોય તો આજે ગુજરાતનો કોઈ મુકાબલો નથી. ગુજરાતમાં પાણીની સ્થિતિ, વીજળીની સ્થિતિ, કાયદો વ્યવસ્થા સહિત બધુ સુધરી ગયુ છે. આજે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસવાળી સરકાર સતત ગુજરાતની સેવા માટે કામ કરી રહી છે.
પીએમએ કહ્યુ આજે જ્યારે વાત થાય છે હાઈટેક હોસ્પિટલની તો ગુજરાતનું નામ સૌથી ઉપર રહે છે. પીએમએ કહ્યુ હું જ્યારે અહીં મુખ્યમંત્રી હતો ત્યારે સિવિલ હોસ્પિટલ પણ અનેકવાર આવતો હતો. ત્યારે મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારો, રાજસ્થાનના કેટલાક વિસ્તારો, મોટી સંખ્યામાં સારવાર માટે અહીં આવવાનુ પસંદ કરતા હતા.
વડાપ્રધાને કહ્યુ આ દરેક બિમારીઓના મૂળમાં સૌથી મોટી બિમારી હતી વોટબેંકની રાજનીતિ. જે વડીલો અહીં હાજર છે, ગુજરાતની જૂની પેઢીના જે લોકો છે તેમને આ દરેક વાતો સારી રીતે યાદ છે. 20-25 વર્ષ પહેલાના ગુજરાતની આ જ સ્થિતિ હતી. સારા શિક્ષણ માટે યુવાનોને બહાર જવુ પડતુ હતુ. સારી સારવાર માટે લોકોને ભટકવુ પડતુ હતુ. વીજળી માટે પણ લોકોને રાહ જોવી પડતી હતી. ભ્રષ્ટાચાર અને ખસ્તાહાલ કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે દરરોજ જૂજવુ પડતુ હતુ. પરંતુ આજે ગુજરાત આ દરેક બિમારીઓને પાછળ છોડી દઈ આગળ વધી રહ્યો છે. આથી જેવી રીતે નાગરિકોને બિમારીઓથી મુક્ત કરાયા તેમ રાજ્યને પણ બિમારીઓથી મુક્ત કરવાનો આ મુક્તિયજ્ઞ અમે ચલાવી રહ્યા છીએ અને મુક્ત કરવાનો હરસંભવ પ્રયાસ કરી રહ્યા છીએ.
પીએમએ કહ્યુ આજે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા આ કાર્યક્રમમાં હું ગુજરાતની એક મોટી યાત્રા વિશે વાત કરવા માગુ છુ. આ યાત્રા છે વિવિધ બિમારીઓમાંથી સ્વસ્થ થવાની. વડાપ્રધાને કહ્યુ મારા મુખ્યમંત્રીકાળ દરમિયાન અનેક પ્રકારની બિમારીઓ મારે ઠીક કરવી પડતી હતી. 20-25 વર્ષ પહેલા ગુજરાતની વ્યવસ્થાઓને અનેક બિમારીઓએ જકડેલી હતી. એક બિમારી હતી સ્વાસ્થ્ય ક્ષેત્રે પછાતપણુ. બીજી બિમારી હતી શિક્ષણમાં કુવ્યવસ્થા. ત્રીજી બિમારી હતી વીજળીનો અભાવ. ચોથી બિમારી હતી પાણીની તંગી. પાંચમી બિમારી હતી દરેક તરફ ફેલાયેલુ કુશાસન. છઠ્ઠી બિમારી હતી ખરાબ કાયદો અને વ્યવસ્થા.
પીએમએ કહ્યુ હંમેશાની જેમ એવુ ઘણુ બધુ છે જે દેશમાં પ્રથમવાર ગુજરાત કરી રહ્યુ છે. પીએમએ કહ્યુ હું દરેક ગુજરાતવાસીઓને આ ઉપલબ્ધિઓ માટે શુભેચ્છા આપુ છુ. વિશેષ રીતે તેમણે મુખ્યમંત્રી અને તેમની ટીમને આ યોજનાઓને સફળ બનાવવા માટે અભિનંદન પાઠવ્યા
પીએમએ કહ્યુ આ દેશની પ્રથમ સરકારી હોસ્પિટલ હશે જ્યાં સાયબર નાઈબ જેવી આધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ હશે. જ્યારે વિકાસની ગતિ ગુજરાત જેવી તેજ હોય તો કામ અને ઉપલબ્ધિઓ એટલી વધુ હોય છે કે તેને ક્યારેક ગણાવવી પણ મુશ્કેલ થઈ જાય છે.
વડાપ્રધાને કહ્યુ 3.5 વર્ષ પહેલા મે અહીં મેટરનલ અને ચાઈલ્ડ હેલ્થ અને સુપર સ્પેશ્યિાલિટી સર્વિસ શરૂ કરી હતી. આજે આટલા ઓછા સમયમાં જ મેડિસિટી કેમ્પસ પણ આટલા ઓછા સમયમાં પણ આટલા ભવ્ય સ્વરૂપમાં આપણી સમક્ષ તૈયાર થઈ ચુક્યુ છે. સાથે ઈન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડિસીસ અને યુએન મહેતા ઈન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિયોલોજીની ક્ષમતાવાર વિસ્તાર થઈ રહ્યો છે. ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટની નવી બિલ્ડિંગ સાથે અપગ્રેડેડ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સુવિધાઓ પણ શરૂ થઈ રહી છે.
વડાપ્રધાને કહ્યુ આજે બહુ ઓછા સમયમાં મેડિસીટી સેન્ટર આપણી સામે તૈયાર થઈ ગયુ છે. સાથે જ કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ પણ શરૂ કરવામાં આવી છે. આ દેશની પ્રથમ એવા સરકારી હોસ્પિટલ છે જ્યાં સાયબર નાઈબ જેવી સુવિધા ઉપલબ્ધ હશે
વડાપ્રધાને કહ્યુ જે લોકો ખાનગી હોસ્પિટલમાં નથી જઈ શકતા તેવા લોકો માટે આ સરકારી હોસ્પિટલ અને સરકારી ટીમ 24 કલાક ખડેપગે સેવામાં હાજર રહેશે.
વડાપ્રધાને તેમના સંબોધનમાં જણાવ્યુ કે આપણી સિવિલ હોસ્પિટલ પણ જાણે નાનકડા ગામ જેટલી છે. વડાપ્રધાને કહ્યુ ગુજરાતની સ્વાસ્થ્ય સેવાઓ માટે આજે ઘણો મોટો દિવસ છે.
વડાપ્રધાને સુરતના દર્દી મનોજભાઈ સાથે વાતચીત કરી. દર્દીઓ સાથે સીધો સંવાદ કરી તેમની મુશ્કેલીઓ જાણી. તેમને મળતી સારવાર, સુવિધા અંગે જાણકારી મેળવી. પીએમએ તેમને પડતી અગવડતા અને મુશ્કેલીઓ અંગે પણ જાણકારી મેળવી હતી.
વડાપ્રધાને જૂનાગઢના કેન્સરના દર્દી મુકેશભાઈ સંઘવી સાથે વાતચીત કરી. તેમની સારવારની વિગત મેળવી હતી. જઠરના કેન્સરના દર્દીને કઈ કઈ સુવિધાઓ મળે છે, અત્યાર સુધી ક્યા ક્યા સારવાર લીધી, જૂનાગઢમાં જ કિમોથેરાપી સહિતની સારવાર મળી રહે છે કે કેમ તે અંગે પણ પીએમએ ખરાઈ કરી હતી પીએમએ મુકેશભાઈના ડૉક્ટર સાથે વાતચીત કરી , સાથોસાથ પીએમએ કહ્યુ કેન્સરના દર્દી જલ્દી સાજા થાય તે અંગે હૈયાધારણા બંધાવી. સાથોસાથ પીએમએ સૌરાષ્ટ્રના લોકોને ખાસ અપીલ કરી કે ગુટકા અને માવા ખાવાનુ બંધ કરો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર્દીઓ સાથે સીધો સંવાદ કર્યો. મોરવાહડફના ડાયાલિસીસના દર્દી ભીમશીભાઈ સાથે વાતચીત કરી. તેમની સમસ્યાઓ જાણી. સિવિલમાં ડાયાલિસીસની નિયમિત સુવિધા મળે છે કે કેમ તે અંગે પીએમએ ખાતરી પણ કરી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસારવા સિવિલ હોસ્પિટલમાં વિવિધ આરોગ્ય સુવિધાઓના લોકાર્પણ અને ખાતમુહુર્તની આધારશીલા રાખી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત મુલાકાતનો ત્રીજો દિવસ છે. થોડીવારમાં PM મોદી અમદાવાદ એરપોર્ટ પહોચશે. વિશેષ MI 17 હેલિકોપ્ટર મારફતે નરેન્દ્ર મોદી એરપોર્ટ પહોચશે. એરપોર્ટથી સીધા તેઓ સિવિલ જવા રવાના થશે.
આ સાથે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગુજરાતને બદનામ પ્રયાસો થયા પરંતુ સોનામાં તપીને ગુજરાત નિખર્યું છે. આ સાથે તેણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ નવી ચાલ ચાલી રહ્યું છે. હોબાળો કરવાનો કોન્ટ્રાક્ટ તેમણે બીજાને સોંપી દીધો છે. અને તેમણે ગામડામાં ખાટલા બેઠકો કરવાનુ શરૂ કર્યું છે. આથી ગુજરાતની જનતાને હું સાવચેત કરૂ છુ. વધુમાં તેણે કહ્યું કે, દરેક ચૂંટણીમાં મારા માટે અપશબ્દો વપરાય છે. આપણે ગુજરાતને આગળ લઈ જવુ છે. ગુજરાતના બાળકોને પઢાઈ, યુવાઓે કમાઈ અને વડીલોને દવાઈ. આ માટે આપણે કામ કરવુ છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દિલ્હીથી ગુજરાત માટે કેવા ખેલ ચાલે છે, તે મને ખબર પડે છે. દિલ્હી બેઠા બેઠા મને દૂરનું દેખાય છે.
‘I can see clearly every activity while sitting in #Delhi: PM @narendramodi compares this with an example of a cricket match in stadium #Rajkot #Gujarat #TV9News pic.twitter.com/uDkdXYuvB5
— Tv9 Gujarati (@tv9gujarati) October 11, 2022
આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ કહ્યું કે , ખેતરો સુધી પાણી આપીને ખેડૂતોને પાણીદાર બનાવ્યા. મા નર્મદાના પાણીથી જમીન સોનુ આપે છે.આજે કપાસ અને મગફળીના ઉંચા ભાવ મળી રહ્યા છે. મેં એવુ વાતાવરણ ઉભુ કર્યું છે, હવે તમારે તો ખાલી લણવાનુ છે. ગુજરાતીઓ તો ગણતરીબાજ હોય છે, એ મોકાને જવા દેતા નથી.
ઓટોહબ સહિતના ક્ષેત્રમાં ગુજરાત નવા શિખરો સર કરી રહ્યું છે. રાજકોટને વિશ્વ સાથે જોડવા આંતરાષ્ટ્રીય એરપોર્ટ બનાવાયુ. હવે લોકો રાજકોટથી ગમે ત્યારે સુરત જઈ શકે છે. પહેલા સુરત ભરૂચ જવા માટે 2 દિવસ રોકાવુ પડતુ હતુ.
વધુમાં વડાપ્રધાન મોદીએ ઉમેર્યું કે, ગુજરાત અને વિકાસને અતુટ નાતો છે.ગુજરાત એટલે વિકાસ અને વિકાસ એટલે ગુજરાત. 20 વર્ષ પહેલા 26 એન્જનિયરિંગ કોલેજ હતી, અત્યારે 130 એન્જનિયરિંગ કોલેજ છે.તો 09 MCA કોલેજ હતી, આજે 65 કોલેજ છે. તો MBA ની 30 કોલેજ હતી, આજે 100 કોલેજ છે. તો ફાર્મસીની પહેલા 12 કોલેજ હતી અને અત્યારે 75 છે. તો ITI 300 કોલેજ હતી અને અત્યારે 600 કોલેજ છે.
Today, students across the country feel blessed when they get a chance to study in #Gujarat just because Gujarat provides one of the best options in the education sector: PM @narendramodi #Rajkot #TV9News pic.twitter.com/4PZsyfjgcS
— Tv9 Gujarati (@tv9gujarati) October 11, 2022
વધુમાં વડાપ્રધાને કહ્યું કે, પહેલી વાર-તહેવારે લોહીની નદીઓ વહેતી હતી. લોકોએ ભયના વાતાવરણમાં જીવવુ પડતુ હતુ. પહેલા ગુજરાતીઓ બહાર જતા હતા આજે ગુજરાતમાં લોકો આવી રહ્યા છે. આ સાથે ફરી વડાપ્રધાને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે, કેટલાક લોકો હજુ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા નથી જતી.
વધુમાં PM મોદીએ કહ્યું કે, પહેલા જે લોકોએ સહન કર્યું છે, ઘરમાં પાણી અને વીજળી મળે તેવા લોકો સપના જોતા હતા.આજે આ વિકાસ જોઈને તેમની આંખોમાં આંસુ આવી જાય છે. ગુજરાતના વડીલોના આશીર્વાદ અમારા પર છે.
It is difficult to believe but today, every day #Gujarat is seen on top heights in all possible sectors: PM @narendramodi
#Rajkot #TV9News pic.twitter.com/PQeWuz8zZl— Tv9 Gujarati (@tv9gujarati) October 11, 2022
આ સાથે વડાપ્રધાને કહ્યું કે, સરકાર ભ્રષ્ટચાર સામે પગલા લે છે, તો ચોક્કસ ટોળુબુમો પાડે છે, પણ જેમણે લુટ્યું તેણે પાછુ આપવુ જ પડશે. વધુમાં તેણે કહ્યું કે, આ જલારામ બાપા, મા ખોડિયારની ભૂમિ છે. હું કાઠિયાવાડ અને રાજકોટની ધરતીને નમન કરૂ છુ.
વધુમાં વડાપ્રધાને કહ્યું કે, આજે બે મહાપુરુષના જન્મ દિવસ છે. જયપ્રકાશ નારાયણ અને નાનજી દેશમુખને નમન કરૂ છુ. આ બંને મહાપુરુષોનું જીવન અમને કામ કરવાની તાકાત આપે છે.
વડાપ્રધાન મોદીએ સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે, આ ભૂમિ પર આવુ એટલે વિઠ્ઠલભાઈની યાદ આવે જ.જામકંડોરણામાં આવુ દ્રશ્ય ક્યારેય જોવા નહી મળ્યુ હોય.
વડાપ્રધાન મોદીના સંબોધન પહેલા જનમેદનીમાંથી મોદી મોદીના નારા લાગ્યા.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્રના લોકોએ પ્રથમવાર નરેન્દ્ર મોદીને મુખ્યપ્રધાન બનાવીને ગાંધીનગર મોકલ્યા હતા. આ સાથે તેણે વિકાસકાર્યોની પ્રશંશા કરતા કહ્યું કે, પાણી લોકો સુધી પહોંચાડવાનુ પહેલાની સરકાર પાસે વિઝન જ નહોતુ. વડાપ્રધાનના નેતૃત્વવાળી આ સરકાર તમામ વર્ગના કલ્યાણ માટે ઉતકૃષ્ઠ પ્રયત્ન કરી રહી છે.આ સાથે તેણે ગુજરાતની આ સફળ વિકાસયાત્રાને આપણે હજુ પણ આગળ લઈ જવાનુ આહ્વાન કર્યું.
આ સાથે ભાજપ પ્રદેશ પ્રમુખે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. કોંગ્રેસ પાર્ટીના કોંગ્રેસનું કામ બોલે છે ના બેનર પર તેઓએ કહ્યું કે, કોંગ્રેસના કામ નહિ પણ તેના કારનામા બોલે છે.
જામકંડોરણામાં જનસંબોધનની શરૂઆત કરતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું કે, હજુ તો પ્રચારના શ્રીગણેશ કર્યા નથી, ત્યાં વડાપ્રધાન અનેક વિકાસકાર્યોની ભેટ આપી રહ્યા છે. ડાપ્રધાન મોદી આપેલા વચનો પુરા કરવા પ્રતિબદ્ધ છે. વધુમાં કહ્યું કે, આ જનમેદની ભાજપ પ્રત્યેનો વિશ્વાસ દર્શાવે છે. લોકો કહે છે મોદી હે તો મુંકિન છે, તો ભાજપ છે તો ભરોસો છે, આ લોકો માને છે.
જામકંડોરણા પહોંચેલા વડાપ્રધાન મોદીએ જનસભામાં બેઠેલી જનમેદનીનું અભિવાદન ઝીલ્યુ. તો જયેશ રાદડિયા સહિતના BJP નેતાઓએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું.
પાટીદારના ગઢ ગણાતા જામકંડોરણામાં વડાપ્રધાન મોદી પહોંચ્યા છે, થોડીવારમાં તેઓ જનસંબોધન કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજા દિવસે ગુજરાતમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તના વિકાસકામોને આગળ ધપાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 712 કરોડની વિવિધ આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેના કારણે રાજ્યના નાગરિકોને અદ્યતન સુવિધાથી સજ્જ સ્વાસ્થ્ય સેવાઓનો લાભ મળશે.
આણંદમાં PM મોદીએ દાવા સાથે હૂંકાર કર્યો કે 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ નવી ચાલ ચાલી રહી છે. PM મોદી આરોપ લગાવ્યો કે, કોંગ્રેસવાળા બોલતા નથી, પરંતુ ઠંડી તાકાતથી ગામેગામ ગોઠવણ કરી રહ્યા છે. અને જૂની ચાલાકીઓનો ચૂંટણીમાં ભરપૂર પ્રયોગ કરી રહ્યા છે. PM મોદીએ કોંગ્રેસની નવી ચાલ સામે કાર્યકરોને સતર્ક રહેવાની પણ અપીલ કરી.
આણંદમાં PM મોદીએ નામ લીધા વિના આપ પર પ્રહાર કર્યા. વડાપ્રધાને કહ્યું કે, કે હવે અર્બન નક્સલીઓ નવા રૂપમાં આવી રહ્યા છે અને યુવાનોને ભરમાવી રહ્યા છે.
ગુજરાતમાં પાટીદાર સમાજની વસ્તી 15 ટકા છે. એકલો લેઉવા પાટીદાર સમાજ સૌરાષ્ટ્ર, સુરત અને મધ્ય ગુજરાતમાં કુલ 50 સીટો પર સીધી રીતે અસર કરી શકે છે, ત્યારે લેઉવા પાટીદાર સમાજના એપી સેન્ટર સમાન જામકંડોરણામાં આ મોદીની સભાનું આયોજન કરીને ભાજપે એક તીરે અનેક નિશાન સાધ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની સૌથી વધારે અસર થઇ હતી અને તેમાં પણ ગ્રામ્ય સ્તરે લેઉવા પાટીદાર સમાજના મતો ભાજપ વિરુદ્ધ જોવા મળ્યા હતા ત્યારે આ વખતે આ મતનો લાભ ભાજપને મળે અને લેઉવા પાટીદાર સમાજ ભાજપ તરફ આકર્ષાય તેવા ભાજપ પ્રયત્ન કરી રહ્યું છે, એટલા માટે જામકંડોરણાની આ સભા ખૂબ જ મહત્વની છે.
વડાપ્રધાન મોદી આજે સૌરાષ્ટ્રમાં પાટીદારોના ગઢમાં ગર્જના કરશે. રાજકોટના જામકંડોરણામાં વડાપ્રધાન ચૂંટણી પ્રચારની જંગી સભા ગજવશે. વડાપ્રધાનના કાર્યક્રમને લઈ જામકંડોરણામાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે અને ભાજપના નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Published On - 10:30 am, Tue, 11 October 22