
ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election) હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે મહતમ બેઠકો હાંસલ કરવા દરેક રાજકીય પાર્ટીઓ (Political party) એડી ચોટીનુ જોર લગાવી રહી છે.રાજ્યમાં આ વખતે AAP પણ મેદાનમાં છે, ત્યારે ત્રિપાંખિયો જંગ જામશે.આ બધાની વચ્ચે ગુજરાતમાં 27 વર્ષથી શાસન કરી રહેલી ભાજપ (BJP) પણ એક્શનમાં જોવા મળી રહી છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ સહિતના નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. મળતી માહિતી મુજબ PM મોદી (PM Modi Gujarat visit) ફરી એકવાર ગુજરાત આવશે.
નવરાત્રી શરૂ થતાં જ PM મોદીનો ઝંઝાવાતી ગુજરાત પ્રવાસ (PM Modi gujarat visit) શરૂ થઈ જશે. 5 દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ 12 થી વધુ જનસભા સંબોધી શકે છે. જો વિગતે વાત કરીએ તો 29,30 સપ્ટેમ્બર અને 9 થી 11 ઓકટોબર દરમિયાન વડાપ્રધાન મોદી ગુજરાતમાં ધામા નાખશે. જેમાં29-30 સપ્ટેમ્બરએ PM મોદી સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીનો (Ambaji) પ્રવાસ કરશે. 9 ઓક્ટોબરે મોડાસામાં (modasa) વડાપ્રધાનનો સંભવિત પ્રવાસ માનવામાં આવી રહ્યો છે. તો 10 ઑક્ટોબરએ જામનગર અને ભરૂચ અને 11 ઑકટોબરએ રાજકોટના જામ કંડોરણાની મુલાકાત કરશે.આ દરમિયાન રાજ્યને અનેક વિકાસ કાર્યોની વડાપ્રધાન મોદી PM મોદી ભેટ આપશે.
આ પહેલા 27 અને 28 ઓગસ્ટે વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા.આ દરમિયાન કચ્છના (Kutch) ભુજમાં ભવ્ય રોડ શો યોજ્યા બાદ તેમણે (Prime Minister Modi) સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું. જે બાદ પીએમ મોદીએ કચ્છ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં જનસભાને સંબોધિત કર્યુ હતુ.કચ્છ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં કચ્છી ભાષાથી વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનની શરુઆત કરી હતી. સંબોધનની શરુઆતમાં વડાપ્રધાને જણાવ્યુ હતુ કે, આજે મારુ મન ઘણી બધી ભાવનાઓથી ભરેલુ છે. કચ્છમાં બનેલુ સ્મૃતિવન આખા દેશની વેદનાનું પ્રતીક છે. અનેક લોકોના આંસુથી સ્મૃતિવનના પથ્થરો સિંચાયા છે. રોડ શોમાં જે સ્વાગત થયુ અને ત્યાર બાદ સ્મૃતિવનના મેમોરિયલમાં હું ગયો તો ત્યાથી બહાર આવવાની ઇચ્છા જ નહોંતી થતી.’
Published On - 11:52 am, Sun, 18 September 22