ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Election) પડઘમ વચ્ચે PM મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાત લેશે. PM મોદી આ વખતે આદિવાસી સમાજની અસ્મિતા અને આસ્થા સાથે જોડાયેલા સ્થળ માનગઢની (mangadh hill) મુલાકાત લેશે. PM મોદી આ મુલાકાત વખતે માનગઢને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરે તેવી શક્યતા છે. રાજ્યકક્ષાના પ્રધાન કુબેર ડીંડોરે PMના કાર્યક્રમને લઇને માહિતી આપી છે. મહત્વપૂર્ણ છે કે માનગઢ હીલ પર આદિવાસી સમાજ સુધારક ગોવિંદ ગુરુની (Govind guru) ધૂણી આવેલી છે.
માનગઢ હિલ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશની બોર્ડર પર સ્થિત છે. અહીં 17 નવેમ્બર 1913ના રોજ 1507 જેટલા આદિવાસી સૂરમાઓએ અંગ્રેજો સામે લડતા લડતા શહીદી વહોરી હતી. આ હત્યાકાંડને જલિયાવાલા બાગ હત્યાકાંડ કરતા પણ મોટો માનવામાં આવે છે. આદિવાસી સમાજના લોકોમાં માનગઢ હીલ એક વિશેષ સ્થાન ધરાવે છે, ત્યારે ચૂંટણી સમયે તેનું રાજકીય મહત્વ પણ ઘણું વધી જાય છે.
30 ઓક્ટોબરે PM મોદી વડોદરાની સંભવિત મુલાકાત લે તેવી શક્યતા છે. વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે તંત્રએ તૈયારીઓ આરંભી દીધી છે. લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે 5 હજાર ઉદ્યોગપતિઓ સાથે PM મોદીના સંવાદનું તંત્ર દ્વારા આયોજન કરાઇ રહ્યું છે. લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે વિશાળ ડોમ અને સ્ટેજ બનાવવામાં આવી રહ્યું છે. આ સાથે વીજ પુરવઠાને લઇને કોઇ સમસ્યા ન સર્જાઇ તે માટે હંગામી ઈલેક્ટ્રીક ટ્રાન્સફોર્મર સ્ટ્રક્ચર પણ ઉભું કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં માદરે વતન આવશે. કાર્યક્રમની વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદી દિવાળી પછી 31 મી ઓક્ટોબરના રોજ સવારે નર્મદાના કેવડિયા ખાતે એકતા પરેડમાં હાજરી આપશે. 31 ઓક્ટોબરને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ રુપે ઉજવવામાં આવે છે.
Published On - 11:04 am, Wed, 26 October 22