PM Modi Gujarat Visit : પીએમ મોદી 30 ઓકટોબરથી ગુજરાતના ત્રણ દિવસની મુલાકાતે, પ્રવાસ બાદ ચૂંટણી જાહેર થવાની શક્યતાઓ

PM મોદી 30 ઓક્ટોબરે વડોદરા ખાતે પહોંચશે.જ્યાં PM મોદીનો ભવ્ય રોડ શો અને લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે ઉદ્યોગ ગૃહના કાર્યક્રમમાં PM હાજરી આપશે. 30મી ઓક્ટોબરે વડાપ્રધાન દિલ્હીથી વડોદરા એરપોર્ટ પર આવશે. જ્યાં લેપ્રસી ગ્રાઉન્ડ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં તેઓ આઈએએફ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાનનું ખાત મુહૂર્ત કરશે.

PM Modi Gujarat Visit : પીએમ મોદી 30 ઓકટોબરથી ગુજરાતના ત્રણ દિવસની મુલાકાતે, પ્રવાસ બાદ ચૂંટણી જાહેર થવાની શક્યતાઓ
PM Modi Gujarat Visit
| Edited By: | Updated on: Oct 28, 2022 | 4:49 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે ફરી એક વાર PM મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે.ત્રણ દિવસના પ્રવાસમાં PM મોદી ઝંઝાવાતી પ્રચાર કરી કરોડોના વિકાસ કાર્યોની જનતાને ભેટ આપશે.PM મોદી આ પ્રવાસ દરમિયાન ખાસ ઉત્તર અને મધ્ય ગુજરાત પર ફોક્સ કરશે.PM મોદી 30 ઓક્ટોબરે વડોદરા ખાતે પહોંચશે.જ્યાં PM મોદીનો ભવ્ય રોડ શો અને લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે ઉદ્યોગ ગૃહના કાર્યક્રમમાં PM હાજરી આપશે.

30મી ઓક્ટોબરે વડાપ્રધાન દિલ્હીથી વડોદરા એરપોર્ટ પર આવશે. જ્યાં લેપ્રસી ગ્રાઉન્ડ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં તેઓ આઈએએફ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાનનું ખાત મુહૂર્ત કરશે. જ્યાંથી હેલિકોપ્ટર દ્વારા તેઓ કેવડિયા જશે અને સર્કિટ હાઉસ કેવડિયામાં રાત્રિ રોકાણ કરશે. 31 ઓક્ટોબરે સવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જશે જ્યાં પુષ્પાંજલિ કાર્યક્રમમાં તેઓ ભાગ લેશે. તેઓ રાષ્ટ્રીય એક્તા દિવસ પરેડ સાથે જોડાશે. ત્યાં બાય રોડ પરેડ ગ્રાઉન્ડ સુધી પહોંચશે. આ પછી એક્તાનગર હેલિપેડ પર તેઓ આવશે અને પછી હેલિકોપ્ટર દ્વારા ફરી વડોદરા એરપોર્ટ પહોંચશે. વડોદરાથી તેઓ અમદાવાદ એરપોર્ટ આવવા રવાના થશે અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા થરાદ હેલિપેડ પર પહોંચશે.

બનાસકાંઠા જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના ખાત મુહૂર્તના કાર્યક્રમમાં ભાગ લેશે. આ દિવસે તેઓનું વધુ વ્યસ્ત શિડ્યૂલ છે તેથી તેઓ આ ખાત મુહૂર્તના કાર્યક્રમો પછી ત્યાંથી ફરી અમદાવાદ એરપોર્ટ આવશે અને પછી ગાંધીનગર રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે. પહેલી નવેમ્બરે રાજભવનથી સચિવાલય હેલિપેડ ગાંધિનગર ખાતે સવારના સમયે પહોંચશે જ્યાંથી તેઓ હેલિકોપ્ટરમાં રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર આવેલી માનગઢ હિલ ખાતે જવા રવાના થશે. ત્યાંથી તેઓ જાંબુઘોડા આવવા રવાના થશે. જ્યાં તેઓ ખાત મુહૂર્ત ઉપરાંત કેટલાક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે.

ભાજપના 182 વિધાનસભા બેઠકના કાર્યકરો સાથે દિવાળી મિલનના વર્ચ્યૂઅલ સંબોધન કાર્યક્રમમાં હાજરી આપશે અને કાર્યકરો સાથે કેટલીક ચૂંટણીને લગતી કામગીરી અંગે વાત કરશે.છેલ્લા 3 મહિનાઓમાં પીએમ મોદીએ અનેક વખત ગુજરાતની મુલાકાત લીધી છે.ભાજપ તરફી માહોલ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો છે.માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીના પ્રવાસ બાદ ચૂંટણીની તારીખ જાહેર થઇ શકે છે.

Published On - 4:47 pm, Fri, 28 October 22