PM Modi Gujarat Visit : પીએમ મોદીએ મોઢેરા સૂર્યગ્રામનું કર્યું લોકાર્પણ, મહેસાણાને 3092 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી

|

Oct 09, 2022 | 6:18 PM

ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા પીએમ મોદીએ(PM Modi) તેમના પ્રવાસના પ્રથમ દિવસે આજે દેશના સૌ પ્રથમ સોલાર વિલેજ મોઢેરાનું લોકાર્પણ કર્યું છે. તેમજ તેમણે મહેસાણા જિલ્લાને પણ 3000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી છે.

PM Modi Gujarat Visit : પીએમ મોદીએ મોઢેરા સૂર્યગ્રામનું કર્યું લોકાર્પણ, મહેસાણાને 3092 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી
PM Modi Modhera

Follow us on

PM Modi Gujarat Visit : ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા પીએમ મોદીએ(PM Modi) તેમના પ્રવાસના પ્રથમ દિવસે આજે દેશના સૌ પ્રથમ સોલાર વિલેજ(Solar Village)  મોઢેરાનું(Modhera)  લોકાર્પણ કર્યું છે. તેમજ તેમણે મહેસાણા જિલ્લાને પણ 3092 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે. આ લોકાર્પણ કાર્યક્રમ બાદ જનમેદનીને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું  કે, સોલર વિલેજ બનવાથી લોકોને વીજળીના બિલથી છૂટકારો મળશે. પહેલા હોર્સ પાવર માટે આંદોલનો કરવા પડતા હતા તેમાં હવે સોલાર પાઈપ લાઈન નાખી દેતા સમગ્ર ચિત્ર બદલી નાખ્યો. સરકાર લાખો સોલાર પંપ વિસ્તરીત કરી રહી છે. ખેડૂતોની જરૂરત પ્રમાણે સૌર ઊર્જાથી ચાલતા પંપ બનાવીએ.જ્યારે પણ દુનિયામાં સોલાર એનર્જીની વાત થશે, ત્યારે સહુના મુખે મોઢેરા પહેલુ નામ હશે. કારણે કે મોઢેરા સોલાર પાવર વિલેજ બનનાર સૌપ્રથમ ગામ છે. 21મી  સદીના  આત્મનિર્ભર ભારત માટે આપણે આપણી ઊર્જાને જરૂરત સાથે જોડાય તેવા જ પ્રયાસ કરવાના છે.

ભગવાન સુર્યના ધામ મોઢેરામાં છીએ

પીએમ મોદીએ કહ્યું કે, આજે મોઢેરા માટે મહેસાણા માટે અને સમગ્ર ઉત્તર ગુજરાત માટે વિકાસની નવી ઊર્જાનો સંચાર થયો છે. વીજળી પાણી થી લઇ રોડ, રેલવે સુધી અને ડેરીના માધ્યમથી વિકાસ અને આરોગ્યથી અનેક યોજનાઓનું આજે લોકર્પણ અને શિલાન્યાસ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેલવાડામાં સંબોધન કરી રહ્યા છે. દેલવાડામાં પીએમએ રામ રામથી સંબોધનની શરૂઆત કરી હતી.  વડાપ્રધાને જણાવ્યુ કે આજે આપણે ભગવાન સુર્યના ધામ મોઢેરામાં છીએ. તેમજ આજે શરદ પૂર્ણિમા છીએ. તેમજ આજે ઋષિ વાલ્મીકિની જયંતી પણ છે. એટલે કે આજે આ ત્રણનો ત્રિવેણી સંગમ છે. હું તમામને શરદ પૂર્ણિમા અને વાલ્મીકિ જયંતીની શુભેચ્છા પાઠવું છે.

ગ્રામજનોને વીજળીના બિલમાં 60 ટકા  થી 100 ટકા  સુધીની બચત

જ્યારે પણ દુનિયામાં સોલાર એનર્જીની વાત થશે, ત્યારે સહુના મુખે મોઢેરા પહેલુ નામ હશે. કારણે કે મોઢેરા સોલાર પાવર વિલેજ બનનાર સૌપ્રથમ ગામ છે. 21મી  સદીના  આત્મનિર્ભર ભારત માટે આપણે આપણી ઊર્જાને જરૂરત સાથે જોડાય તેવા જ પ્રયાસ કરવાના છે.આ ઉપરાંત આ પ્રોજેક્ટ હેઠળ 1300થી વધુ ઘરો પર લગાવવામાં આવેલી 1 કિલોવોટની રૂફટોપ સોલાર સિસ્ટમોને નિઃશુલ્ક લગાવી આપવામાં આવી છે જેના કારણે ગ્રામજનોને વીજળીના બિલમાં 60 ટકા  થી 100 ટકા  સુધીની બચત પણ થશે અને જો વીજળીની બચત થશે તો ગ્રામજનોને વધારાના પૈસા પણ ચૂકવવામાં આવશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

વડાપ્રધાનના આગમનના પગલે તહેવાર જેવો માહોલ

વડાપ્રધાનની મુલાકાતને લઇને મોઢેરાના ગામલોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોઢેરામાં ઘરે ઘરે દીવા મુકવામાં આવ્યા છે. તો દરેક ઘરોમાં તોરણ પણ લગાવવામાં આવ્યા છે. મોઢેરામાં ગ્રામજનોએ મોટી મોટી રંગોળીઓ પુરીને વડાપ્રધાનના સ્વાગતની તૈયારીઓ કરી છે. મોઢેરાના ગ્રામજનો PMને આવકારવા આતુર જોવા મળી રહ્યા છે. મોઢેરા ગામમાં વડાપ્રધાનના આગમનના પગલે તહેવાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

Published On - 5:40 pm, Sun, 9 October 22

Next Article