Gujarat Election 2022 : વડાપ્રધાન મોદી આજે સૌરાષ્ટ્રમાં પાટીદારોના ગઢમાં કરશે ગર્જના, જામકંડોરણા પોલીસ છાવણીમાં ફેરવાયું

વડાપ્રધાન મોદીના બંદોબસ્તમાં 1500 પોલીસ જવાનો ખડેપગે રહેશે. કન્યા છાત્રાલય પાસે 55 વીઘાની જગ્યામાં વિશાળ ડોમ ઉભો કરવામાં આવ્યો છે.

Gujarat Election 2022 : વડાપ્રધાન મોદી આજે સૌરાષ્ટ્રમાં પાટીદારોના ગઢમાં કરશે ગર્જના, જામકંડોરણા પોલીસ છાવણીમાં ફેરવાયું
PM Modi Rajkot Visit
| Edited By: | Updated on: Oct 11, 2022 | 10:14 AM

ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીના (PM Modi) પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે, આજે  રાજકોટના (Rajkot) જામકંડોરણામાં વડાપ્રધાન મોદીની આજે જાહેર સભા યોજાશે. વડાપ્રધાનના (PM Modi gujarat visit) આગમનને લઈ જામકંડોરણા (Jamkandorana) પોલીસ છાવણીમાં ફેરવાયું છે. વડાપ્રધાનના બંદોબસ્તમાં 1500 પોલીસ જવાનો ખડેપગે રહેશે. કન્યા છાત્રાલય પાસે 55 વીઘાની જગ્યામાં વિશાળ ડોમ ઉભો કરવામાં આવ્યો છે. એક લાખથી વધુ લોકો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થાનું આયોજન કરાયું છે. દોઢ લાખ લોકો માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો સભાસ્થળ પર 1200 ફૂટ લાંબા અને 400 ફૂટ પહોળા ડોમ તૈયાર કરાયા છે. આ ડોમમાં 40 ફૂટ લાબું અને 60 ફૂટ પહોળું AC સ્ટેજ તૈયાર કરાયું છે.

PM  મોદીની સભામાં લોખંડી બંદોબસ્ત હશે

બીજી તરફ 400 વીઘા જગ્યામાં પાર્કિગની (Parking) ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 1 હજાર બસ અને ટ્રક, 4 હજાર બાઈક પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા છે. જયારે ST વિભાગે 240 જેટલી એસટી બસ પીએમ મોદીની સભા (PM Modi gujarat) માટે ફાળવી છે. સવા લાખ લોકો માત્ર બે કલાકમાં ભોજન લઈ શકે તે માટેની સુવિધા ઉભી કરાઈ છે. તો PM  મોદીની સભામાં લોખંડી બંદોબસ્ત હશે.

1300થી વધુ પોલીસ (Gujarat police) જવાનો ખડેપગે રહેશે .IGP રેન્કના 1 અધિકારી, SP રેન્કના 7 અધિકારી, DySP રેન્કના 13 અને PI રેન્કના 30 અધિકારી હશે. જયારે PSI રેન્કના 101 અધિકારી, ASI, HC, PC સહિતના જવાનો સભામાં તૈનાત કરાશે. SRPની એક કંપની, ચેતક કમાન્ડોની 4 અને NSGની 2 ટીમ. જયારે ક્વિક રિસ્પોન્સની 2 ટીમ અને ગ્રામ રક્ષક દળના 500 જવાનો ખડેપગે રહેશે.

Published On - 7:45 am, Tue, 11 October 22