Gujarat Election 2022: પાટણમાં પોલીસ બંદોબસ્ત સાથે EVM મોકલાયા, 8500થી વધુ ચૂંટણી ફરજ પરના કર્મચારી રહેશે ખડેપગે

|

Dec 04, 2022 | 4:23 PM

Gujarat assembly election 2022: પાટણ જિલ્લા વહીવટી તંત્રએ પણ બીજા તબક્કાના મતદાનને લઇ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર મતદાન યોજાવાનું છે જેને લઇ વિતરણ કેન્દ્રમાંથી પોલીસ બંદોબસ્ત સાથે મતદાન મથકો પર EVM પહોંચાડવામાં આવી રહ્યાં છે.

Gujarat Election 2022: પાટણમાં પોલીસ બંદોબસ્ત સાથે EVM મોકલાયા, 8500થી વધુ ચૂંટણી ફરજ પરના કર્મચારી રહેશે ખડેપગે
પાટણમાં પોલીસ બંદોબસ્ત સાથે EVM મોકલાયા

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. મહત્વનું છે કે બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન થશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકો માટે ખરાખરીનો જંગ જોવા મળશે. આ ચૂંટણીમાં 2 કરોડ 51 લાખથી પણ વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. બીજા તબક્કાની તમામ બેઠકો પર ભારે રસાકસી જોવા મળશે, પાટણ જિલ્લામાં બીજા તબક્કાના મતદાન માટે વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે.

પાટણ જિલ્લા વહીવટી તંત્રએ પણ બીજા તબક્કાના મતદાનને લઇ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર મતદાન યોજાવાનું છે જેને લઇ વિતરણ કેન્દ્રમાંથી પોલીસ બંદોબસ્ત સાથે મતદાન મથકો પર EVM પહોંચાડવામાં આવી રહ્યાં છે. કુલ 8 હજાર 500થી વધુ ચૂંટણી પર કર્મચારી તૈનાત રહેશે. તો પાંચ હજારથી વધુનો પોલીસ સ્ટાફ પણ ફરજ બજાવશે. મતદારો માટે કુલ 1231 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યાં છે.

બીજા તબક્કા માટે છેલ્લા કેટલાક સમયથી તમામ પાર્ટીઓ પોતાની એડીચોટીનું જોર લગાવી રહી છે અને તેને લીધે 61 બેઠકોનો જંગ મહાજંગ સમાન બની રહેશે. ગુજરાતની ચૂંટણીમાં શહેરી મતદારો પ્રમાણમાં વધારે હોવાને લીધે ભાજપનો જીતનો સીલસીલો 27 વર્ષથી યથાવત રહ્યો હતો. પરંતુ આ વખતે મુદ્દાઓ અલગ છે. જાતિગત મુદ્દાઓ નહી પરંતુ વાસ્તિવકતા મુદ્દાઓને આધારે મતદાન થવા જઈ રહ્યુ છે અને એટલે જ આ વખતનો ચૂંટણી જંગ રસપ્રદ બની રહેશે.

બીજા તબક્કાની તૈયારી અંગે માહિતી આપતા મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ કહ્યું હતુ કે, ચૂંટણી પંચે વિશેષ તૈયારી પૂર્ણ કરી છે. સમગ્ર ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન દરમિયાન કુલ 1 લાખ 13 હજાર કર્મચારીઓ ખડેપગે રહેશે. 37 હજાર 432 બેલેટ અને 36 હજાર 157 કંટ્રોલ યૂનિટનો ઉપયોગ કરાશે. સાથે સાથે 40 હજાર 66 જેટલા VVPATનો પણ ઉપયોગ કરવામાં આવશે. એટલું જ નહીં 13 હજાર 319 મતદાન મથકો પર વેબ કાસ્ટીંગ કરાશે. તો મતદાન સમયે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવાઇ છે. મહત્વનું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કુલ 93 બેઠક પર બીજા તબક્કાનું મતદાન થવાનું છે.

Next Article