Gujarat Election : કોંગ્રેસમાં ‘બાર સાંધે ત્યાં તેર તુટે’ જેવી સ્થિતિ,મહીસાગર જિલ્લા ઉપપ્રમુખે આપ્યુ રાજીનામુ

|

Sep 28, 2022 | 12:39 PM

છેલ્લા કેટલાક સમયથી ઉદેસિંહ ચૌહાણ પાર્ટીથી નારાજ હતા. તે નારાજગી વચ્ચે તેમણે રાજીનામું આપી દીધું છે.જેના કારણે બાલાસિનોર વિધાનસભા બેઠકમાં (Balasinor Assembly Seat) કૉંગ્રેસને મોટો ફટકો પડી શકે છે.

Gujarat Election : કોંગ્રેસમાં બાર સાંધે ત્યાં તેર તુટે જેવી સ્થિતિ,મહીસાગર જિલ્લા ઉપપ્રમુખે આપ્યુ રાજીનામુ
Vice President Udesinh Chauhan give resigns

Follow us on

Mahisagar : મહીસાગરમાં કૉંગ્રેસને (Congress) વધુ એક ઝટકો લાગ્યો છે, જિલ્લા ઉપપ્રમુખ ઉદેસિંહ ચૌહાણે રાજીનામું આપી દીધું છે. જેના કારણે બાલાસિનોર વિધાનસભામાં (Balasinor Assembly Seat) કૉંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ઉદેસિંહ ચૌહાણ (Udesinh Chauhan) પાર્ટીથી નારાજ હતા. તે નારાજગી વચ્ચે તેમણે રાજીનામું આપી દીધું છે. પાર્ટીને વફાદાર હોવા છતાં અનાદર કરાતા ઉદેસિંહે પક્ષમાંથી રાજીનામું (Resign) આપ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસને વધુ એક ઝટકો !

વિધાનસભા ચૂંટણી (Assembly elections) નજીક આવતા જ હવે પક્ષપલટાની મૌસમ પણ શરુ થઇ ગઇ છે. ત્યારે હવે કોંગ્રેસની (Congress) વોટબેંકમાં ભાજપે (BJP) ફરી મોટો ખાડો પાડ્યો છે. આ અગાઉ ભરૂચ જિલ્લાના લગભગ 12થી વધુ મુસ્લિમ બહુમતી ધરાવતા ગામોના 300 જેટલા મુસ્લિમ કાર્યકર્તા ભાજપમાં જોડાઇ ગયા હતા. આ તમામ લોકોએ માત્ર કેસરિયો ધારણ જ નહોતો કર્યો, પરંતુ પોતાના ગામોના પ્રવેશદ્વાર પર ભાજપનો ઝંડો પણ ફરકાવ્યો હતો. જેમાં વર્ષોથી કોંગ્રેસમાં (Gujarat Congress) રહેલા બાંબુસર ગામના સરપંચ ગુલામ પટેલનો પણ  સમાવેશ થાય છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા તમામ કાર્યકરોનું ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે તેઓ ખુશ છે કે આ લોકોએ કોંગ્રેસ છોડી દીધી છે અને ભાજપની વિચારધારામાં વિશ્વાસ દર્શાવ્યો છે.

Next Article