મહેસાણા જિલ્લા ચૂંટણી તંત્ર થયુ સજ્જ, જિલ્લાના 941 મતદાન મથકોએ કરાયુ લાઈવ વેબકાસ્ટીંગથી નિરીક્ષણ

|

Dec 03, 2022 | 10:02 PM

Gujarat Election 2022: બીજા તબક્કાના મતદાન માટેના પ્રચાર પડઘમ શાંત થયા છે. આ પહેલા તમામ પક્ષોએ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યુ હતુ. સોમવારે બીજા તબક્કાની 93 બેઠકો માટે મતદાન થવાનુ છે. મહેસાણા જિલ્લા તંત્ર દ્વારા જિલ્લાના 941 મથકોએ લાઈવ વેબકાસ્ટીંગથી નિરીક્ષણ કરાયુ હતુ.

મહેસાણા જિલ્લા ચૂંટણી તંત્ર થયુ સજ્જ, જિલ્લાના 941 મતદાન મથકોએ કરાયુ લાઈવ વેબકાસ્ટીંગથી નિરીક્ષણ
ચૂંટણી પંચ સજ્જ

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાના મતદાન માટેના પ્રચાર પડઘમ શાંત થયા છે. આ પહેલા તમામ પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું અને ચૂંટણીપંચે પણ તમામ તૈયારીને આખરી ઓપ આપ્યો હતો. મહેસાણા જિલ્લાની તમામ સાત વિધાનસભા બેઠકો માટે આગામી 5 ડિસેમ્બરે સોમવારે સવારે 8 વાગ્યાથી 5 વાગ્યા સુધી મતદાન થશે. જિલ્લાના તમામ 1869 મતદાન મથકોમાં શાંતિપૂર્ણ મતદાન માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ બન્યુ છે. જિલ્લા કલેક્ટરે જણાવ્યુ હતુ કે 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાના મતદાનની મહેસાણા જિલ્લામાં તૈયારીઓ પૂર્ણ કરાઈ છે.

જિલ્લામાં 1869 મતદાન મથકો માટે 10 હજાર પોલીંગ સ્ટાફ ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાયો છે. મહેસાણા જિલ્લાના તમામ મતદાન મથકો અને અન્ય જગ્યાઓ માટે પોલીસ સ્ટાફ તેમજ કેન્દ્રીય અર્ધલશ્કરી દળો તૈનાત કરાયા છે. વધુમાં જિલ્લામાં 1869 મતદાન મથકોમાંથી એટલે કે 50 ટકા ઉપર મતદાન મથકો 941 મતદાન મથકો પર વેબકાસ્ટીંગ કરાશે, જેના પરથી જિલ્લા કક્ષાએ તેમજ આર.ઓ કક્ષાએ નિરીક્ષણ કરાશે.

મહેસાણા જિલ્લામાં 1869 મતદાન મથકો

મહેસાણા જિલ્લામાં ચૂંટણીપંચના નવતર અભિગમ અન્વયે 49 સખી મતદાન મથકો, 02 યુવા સંચાલિત મતદાન મથકો, 07 મોડલ પોલીંગ સ્ટેશન અને 07 ઈકો ફ્રેન્ડલી સ્ટેશન તૈયાર કરાયા છે. મહેસાણા જિલ્લામાં 80 વર્ષથી ઉપરના મતદારો તેમજ PWD મતદારોએ મતદાન મથકોએ મત આપવા નિર્ણય કર્યો છે તેવા મતદારોને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવેલ સન્માનપત્રથી સન્માનીત કરવામાં આવશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જિલ્લામાં મુક્ત અને ન્યાયી ચૂંટણી થાય તે માટે દરેક પ્રકારની ફરીયાદો માટે આર.ઓ અને જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે. 04 ડિસેમ્બરે સવારે 08 કલાકથી મહેસાણા જિલ્લાની સાત વિધાનસભા વિસ્તારોમાં આવેલ ડિસ્પેચીંગ સેન્ટરો પરથી પોલિંગ સ્ટાફ મતદાન સામગ્રી અને ઈવીએમ સાથે, ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મતદારોનો અમૂલ્ય મત લેવા માટે વિવિધ મતદાન મથકો પર પ્રસ્થાન કરશે.

EPIC ઉપરાંત મતદાર ચુટણી પંચ દ્વારા માન્ય કરેલ, અન્ય પુરાવા દેખાડી ને મતદાન કરી શકશે. વધુમાં મતદાર માહિતી સ્લિપ (જે સફેદ રંગની મતદાર કાપલી તમારા બીએલઓ મારફતે તમને આપવા મા આવેલી છે, આ ફકત મહિતી આપવા માટે છે,જેને પુરાવા તરીકે દર્શાવી શકાશે નહિ. ચૂંટણીતંત્રની માર્ગદર્શિકા મુજબ મતદાર અને અન્ય કોઇપણ વ્યક્તિ મતદાન મથકે મોબાઈલ ફોન લઇ જઇ શકશે નહિ. જેથી સ્વાભાવિક રીતે, પુરાવા તરીકે મોબાઈલમાં ફોટો પણ બતાવી ને મત આપ શકાશે નહી. જિલ્લા ચૂંટણી અધિકારીએ તમામ મતદારોને મત આપી લોકશાહીના આ પર્વમાં સહભાગી બનવા અપીલ કરી હતી.

Published On - 9:32 pm, Sat, 3 December 22

Next Article