Gujarat Election 2022 : સૌરાષ્ટ્રની આ હાઈ પ્રોફાઈલ બેઠકે ગુજરાતને ત્રણ મુખ્યમંત્રી આપ્યા, જાણો શું છે અહીંના મતદારોનો મિજાજ

|

Sep 26, 2022 | 2:13 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election) નજીક આવતા કારમાં પણ ન દેખાતા નેતાઓ હવે પગપાળા પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે, ત્યારે Tv9 ની ટીમે સૌરાષ્ટ્રની હાઈ પ્રોફાઈલની બેઠકના મતદારોનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો.

Gujarat Election 2022 : સૌરાષ્ટ્રની આ હાઈ પ્રોફાઈલ બેઠકે ગુજરાતને ત્રણ મુખ્યમંત્રી આપ્યા, જાણો શું છે અહીંના મતદારોનો મિજાજ
Rajkot West Assembly Seat

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું  (Gujarat Election 2022) રણશિંગુ ફૂંકાયુ છે. રાજકીય પાર્ટીઓએ જોર-શોરથી પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. રાજકીય પાર્ટીના ટોચના નેતાઓ જાત-જાતના વચન અને વાયદાઓની લ્હાણી કરીને મતદારોને રીઝવવા પ્રયત્ન કરી રહ્યા છે. જો કે ગુજરાતના મતદારો (Gujarat voters) કોની વાત સાંભળશે ? ક્યા પાર્ટીના પ્રચારથી મતદાતાઓ પ્રભાવિત થઈ રહ્યા છે ? ત્યારે આ બેઠકના મતદાતાઓના મનને જાણવા TV9 ની ટીમ રંગીલા રાજકોટ (Rajkot) પહોંચી. સૌરાષ્ટ્રના રાજકારણની સૌથી હાઈ પ્રોફાઈલ રાજકોટ (પશ્વિમ) વિધાનસભા બેઠકના (Rajkot west assembly seat) મતદારોનો tv9 ની ટીમે મિજાજ જાણ્યો.

જુઓ વીડિયો

આ બેઠકે ત્રણ મુખ્યપ્રધાન આપ્યા

આ હાઈ પ્રોફાઈલ બેઠકે ગુજરાતને કેશુભાઈ પટેલ, વિજય રૂપાણી અને નરેન્દ્ર મોદી  એમ ત્રણ મુખ્યપ્રધાન આપ્યા છે. તો આ સાથે હાઈ પ્રોફાઈલ બેઠક પર વજુભાઈ વાળાનો (Vajubhai vala) પણ  દબદબો રહ્યો છે. જો વિગતે વાત કરીએ તો 1998 થી 2002 સુધી વજુભાઈ વાળાએ અહીં જીત મેળવી , જે બાદ 2002ની પેટા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ અહીં જીત હાંસલ કરી. જે બાદ 2007 થી 2012 માં ફરી વજુભાઈ વાળાનું વર્ચસ્વ રહ્યું. તો 2014 ની પેટાચૂંટણીમાં પણ વિજય રૂપાણી (Vijay rupani) અહીંથી જીત મેળવી ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા. જે બાદ 2017માં ફરી વિજય રૂપાણીએ અહીં જીત મેળવી હતી.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

જો રાજકોટ પશ્ચિમની હાઈ પ્રોફાઈલ બેઠકની વાત કરીએ તો અહીંથી ગુજરાતને ત્રણ મુખ્યમંત્રી (Chief minister) મળ્યા છે. સ્વ. કેશુ પટેલભાઈ પટેલ ચૂંટણી જીતીને અહીંથી CM બન્યા. જે બાદ 2002માં નરેન્દ્ર મોદી ચૂંટણી જીતીને CM બન્યા અને 2014ની પેટા ચૂંટણીમાં વિજય રૂપાણી જીતીને અહીં જીત મેળવી હતી.

 

(વીથ ઈનપૂટ- મોહિત ભટ્ટ, રાજકોટ)

Published On - 2:05 pm, Mon, 26 September 22

Next Article