‘સિંહ ક્યારેય ઘાસ ન ખાય, હું ભાજપમાં ક્યારેય નહિં જોડાઉ’ કહેનાર હર્ષદ રિબડિયાએ કર્યા કેસરિયા !

|

Oct 06, 2022 | 1:01 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ પૂરબહારમાં જામી છે, ત્યારે કોંગ્રેસનો છેડો ફાડનાર હર્ષદ રિબડિયાએ આજે વિધિવત રીતે ભાજપનો (BJP) કેસરીયો ખેસ ધારણ કર્યો છે.

સિંહ ક્યારેય ઘાસ ન ખાય, હું ભાજપમાં ક્યારેય નહિં જોડાઉ કહેનાર હર્ષદ રિબડિયાએ કર્યા કેસરિયા !
Harshad Ribadiya Join BJP

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીની (Gujarat Election 2022) ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે, આ બધાની વચ્ચે હાલ પક્ષપલટાની મોસમ પણ પૂરબહારમાં જામી છે.કોંગ્રેસના (Congress) ધારાસભ્ય અને સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા હર્ષદ રિબડીયાએ (Harshad ribadiya) કોંગ્રેસના સભ્યપદેથી અને ધારાસભ્યના પદ પરથી રાજીનામું આપ્યું હતું. અને રિબડિયાએ આજે વિધિવત રીતે ભાજપનો (BJP) કેસરીયો ખેસ ધારણ કર્યો છે. કમલમ ખાતે પ્રદિપસિંહ વાઘેલાએ હર્ષદ રિબડિયાને ભાજપનો ખેસ પહેરાવ્યો છે. જો કે એક સમયે હર્ષ રિબડિયાએ નિવેદન આપ્યું હતુ કે ‘સિંહ ક્યારેય ધાસ ન ખાય, હું ક્યારેય ભાજપમાં નહીં જોડાઉ’.

સૌરાષ્ટ્રના કદાવર પાટીદાર નેતા છે હર્ષદ રીબડિયા

હર્ષદ રીબડિયાએ સૌરાષ્ટ્રના કદાવર પાટીદાર નેતા (Patidar leader)  છે. સ્થાનિક વિસ્તારમાં ખેડૂત આગેવાનની છબી ધરાવતા આ નેતા વિસાવદર ગ્રામ્ય વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે.2007માં કોંગ્રેસમાં તેઓ સક્રિય રીતે જોડાયા હતા. જેની સામે કનુ ભાલાળા ચૂંટણી હાર્યા હતા. 2012માં હર્ષદ રિબડીયાને ટિકીટ આપવામાં આવી નહોતી. 2014 માં કેશુ પટેલના રાજીનામા બાદ પેટાચૂંટણી યોજાઇ હતી. જેમાં હર્ષદ રીબડિયાએ જીત મેળવી હતી. 2017 માં ભાજપના ઉમેદવાર સામે 23 હજાર મતે વિજય મેળવ્યો હતો.

ગુજરાત વિધાનસભાની આજની સ્થિતિ

જો 2017 થી વાત કરીએ તો પક્ષપલટાને કારણે ભાજપની બેઠકો 99 થી વધીને 111 થઇ ગઇ છે. તો કોંગ્રેસ 77 માંથી 63 બેઠકો વધી છે. 2017 પછી કોંગ્રેસના 15 ધારાસભ્યોએ હાથનો સાથ છોડી દીધો છે. જો ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) આજની સ્થિતિની વાત કરીએ તો ભાજપ પાસે 111 કોંગ્રેસ પાસે 63,જ્યારે  5 બેઠક ખાલી છે.

પક્ષપલટાની મોસમમાં 15 MLA ના કોંગ્રેસને રામરામ

હર્ષદ રિબડિયા અગાઉ કુંવરજી બાવળિયા,જવાહર ચાવડા, મંગળ ગાવિત, જે.વી. કાકડિયા,પ્રવિણ મારુ, સોમા પટેલ, પ્રધ્યુમ્નસિંહ જાડેજા, અક્ષય પટેલ, જીતુ ચૌધરી, બ્રિજેશ મેરજા અને અશ્વિન કોટવાલ સહિતના ધારાસભ્યો કોંગ્રેસની ડૂબતી નાવમાંથી કૂદીને ભાજપની નાવમાં બેઠા છે.હાલ કોંગ્રેસનો (Gujarat Congress) માહોલ પાનખર ઋતુ જેવો બન્યો છે. એક એક કરીને ગઢના કાંગરા ખરી રહ્યાં છે. આ પક્ષપલટો લાંબો ચાલ્યો તો ચૂંટણી પહેલા જ કોંગ્રેસના સૂંપડા સાફ થઈ જશે.

Published On - 12:04 pm, Thu, 6 October 22

Next Article